scorecardresearch

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પરથી હવે બનશે ફિલ્મ, મેકર્સ અસિત કુમારની મોટી જાહેરાત- ‘અમે આખું યુનિવર્સ બનાવીશું’

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પરથી હવે બનશે ફિલ્મ અસિત કુમાર મોદી – Taarak mehta ka oolta chashmah ashit kumar modi

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પરથી ફિલ્મ બનાવવાની નિર્માતા અસિત કુમાર મોદીની જાહેરાત

સબ ટીવીનો લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો લગભગ છેલ્લા 15 વર્ષથી નિરંતર લોકોને ખડખડાટ હસાવી રહ્યો છે. આ સાથે દર્શકોના દિલો પર રાજ જમાવ્યું છે. 15 વર્ષમાં કેટલાય કલાકારો શો છોડી જતા રહ્યા છે તેમ છતાં શો ની પોપ્યુલારિટી ઓછી થઇ નથી. શોની લોકપ્રિયતા આજે પણ ઘણી છે. આ દરમિયાન હવે શો સંબંધિત નવા સમાચાર સામે આવ્યા છે. શોના પ્રોડ્યુસર અસિતકુમાર મોદીએ હાલમાં જ એક મોટી જાહેરાત કરી છે કે, હવે આ સીરિયલ ફિલ્મ રૂપે પણ જોવા મળશે. તેઓ આની ફિલ્મ તો બનાવશે જ સાથે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું યુનિવર્સ ઊભું કરવા માગે છે.

મહત્વનું છે કે, આસિતકુમાર મોદીએ 2022માં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પર એક કાર્ટૂન ફિલ્મ લોન્ચ કરી હતી, જેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. ત્યારે તાજેતરમાં જ એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં આસિતકુમાર મોદીએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું યુનિવર્સ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

આસિત મોદીએ વધુમાં ગેમ્સ અને યુનિવર્સ બનાવવા અંગે વાત કરતાં કહ્યું, “લોકો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને પ્રેમ કરે છે. 15 વર્ષ થઈ ગયા છે અને લોકો હજી પણ આને જોઈ રહ્યા છે. આ શોને હવે લોકો ફક્ત ટીવી પર જ નહીં ઓટીટી, યૂટ્યૂબ અને અન્ય પ્લેટફોર્મ પર પણ જોઈ શકે છે. એટલે જ મેં વિચાર્યું કે શોના પાત્રોને લઈને કંઈક બનાવવું જોઈએ. આજે જેઠાલાલ, બબીતા, દયાબેન, સોઢીના પાત્રો ઘરે-ઘરે લોકપ્રિય થયા છે. અમને છેલ્લા 15 વર્ષથી દર્શકોનો અપાર પ્રેમ મળ્યો છે અને એટલે જ મેં આ શો પર એક યુનિવર્સ બનાવવાનો નિર્ણય કર્યો છે.”

આસિત મોદીએ વધુમાં કહ્યું, “મેં વિચાર્યું કે લોકો આ પાત્રોને આટલો પ્રેમ કરે છે તો તેમના પર ગેમ પણ બનવી જોઈએ. લોકો ઓફિસમાં હોય કે ફ્રી હોય કે ટ્રાવેલિંગ કરી રહ્યા હોય તો તેઓ ગેમ રમવાનું પસંદ કરે છે. એટલે જ મેં અમારી પોતાની ગેમ ક્રિએટ કરવાનું વિચાર્યું. અમારી ગેમમાં કેટલાક રમૂજી તત્વો પણ હશે.”

આ પણ વાંચો: ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેએ કરી આત્મહત્યા, હોટલમાં મળી આવી લાશ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફક્ત ટેલિવિઝન શો સુધી મર્યાદિત ના રહેવું જોઈએ. તેમાં ઘણું છે. ટેલિવિઝન અમારા માટે અગત્યનું છે એટલે શો ત્યાં તો ચાલુ જ રહેશે પરંતુ આના સિવાય આપણે શું કરી શકીએ? ખાસ્સા વિચાર પછી અમે ગેમની શરૂઆત કરી. દયાબેનથી માંડીને પોપટલાલના લગ્ન સુધી ગેમ્સ લોન્ચ કરવાની યોજના છે”, તેમ આસિત મોદીએ જણાવ્યું હતું.

Web Title: Taarak mehta ka oolta chashmah ashit kumar modi announce make film and universe from show

Best of Express