scorecardresearch

તારક મહેતા શોના પ્રોડ્યૂસર અસિત મોદીએ શૈલેષ લોઢા સાથેના ઝઘડાને લઇને કર્યો ખુલાસો, એક્ટર વિશે ખોલી પોલ

Taarak Mehta ka oolta chashmah: શૈલેષ લોઢા (Shailesh Lodha) એ શોના મેકર્સ સામે ફીની બાકી ચૂકવણી ન કરવા બદલ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં કેસ કર્યો હતો.

taarak mehta ka oolta chashmah asit modi and sailesh lodha
અસિત મોદી અને શૈલેષ લોઢા ફાઇલ તસવીર

છેલ્લા 15 વર્ષથી નિરંતર દર્શકોને ખડખડાટ હસાવનાર લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah)માંથી શૈલેષ લોઢા (Shailesh Lodha) એ અલવિદા કહી દીધું તેને 1 વર્ષથી વધુ સમય થઇ ગયો છે, છતાં પ્રોડ્યૂસર આસિત કુમાર મોદી અને તેમની વચ્ચે તકરાર શરૂ જ છે. શૈલેષ લોઢાએ મેકર્સ સામે ફીની બાકી ચૂકવણી ન કરવા બદલ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં કેસ કર્યો હતો. આ વાત આસિત મોદીને બિલકુલ પસંદ ન આવી હોવાનું લાગી રહ્યું છે. આસિત મોદીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, શૈલેષે જે રીતે સ્થિતિને હેન્ડલ કરી તેનાથી તેમની લાગણીઓને ઠેસ પહોંચી છે.

વધુમાં આસિત કુમાર મોદીએ કહ્યું કે, ‘મને થોડા મહિના પહેલા નોટિસ મળી હતી અને કારણ હું સમજી શક્યો નહોતો. કારણ કે, મેં ક્યારેય પણ તેમનું બાકી ફી ચૂકવવાનો ઈનકાર કર્યો નથી. હકીકતમાં, તેમને ફોર્માલિટી પૂરી કરવાની બાકી હોવાથી અમે નિયમિત બાકી ફી અંગે ઈમેલ અને ટેક્સ્ટ મોકલતા હતા. દરેક સંસ્થામાં આ જ રીતે કામ થાય છે. જો કે, તેઓ ફોર્માલિટી પૂરી કરવા માગતા નહોતા’.

ઉલ્લેખનીય છે કે, શૈલેષ લોઢા શોમાં પરત ફરશે તેવી પ્રોડક્શન હાઉસને આશા હતી. પરંતુ ગત સપ્ટેમ્બરમાં સચિન શ્રોફે તેમને રિપ્લેસ કર્યા હતા. આ અંગે પ્રોડ્યૂસરે કહ્યું હકું કે ‘જ્યારે તમે ઘણા વર્ષ સુધી સાથે કામ કરો ત્યારે, અસહમતિ અને નાના ઝઘડા થાય તે સામાન્ય વાત છે. શું પરિવારના સભ્યો પણ લડાઈ નથી કરતાં? તેઓ બહાર કામ કરવા ઈચ્છતા હતા અને કવિ સંમેલનમાં ભાગ લેવો હતો. પરંતુ TMKOC દૈનિક ધારાવાહિક સીરિયલ છે અને તેની ટીમ મોટી છે, તેથી અમે તેમની વિનંતી મંજૂરી કરીએ તે શક્ય નહોતું. ગત વર્ષે એપ્રિલમાં આ વિશે અમારી થોડા બોલાચાલી થઈ હતી. જે બાદ તેઓ શૂટ પર પરત આવ્યા નહોતા’.

આ ઉપરાંત આસિત મોદીએ કહ્યું કે, ‘શૈલેષજી આત્મસન્માન વિશે વાત કરે છે, તો ભાઈ અમારે પણ આત્મસન્માન છે. કવિતાઓ અને શાયરીથી મને ટાર્ગેટ કરવું તે તેમને શોભતું નથી. મને તેમના આ વર્તનથી દુઃખ થાય છે. અમારી વચ્ચે સારું બોન્ડિંગ હતું. મેં ક્યારેય તેમના માટે ખરાબ શબ્દો વાપર્યા નથી અને તેમના કામનું સન્માન કર્યું છે. તેઓ એક્ટર નહોતા તેમ છતાં મેં તેમને ટાઈટલ રોલ ઓફર કરવાનું જોખમ લીધું હતું અને એક દિવસ ઝઘડો થયો તો વ્યક્તિ ખરાબ થઈ ગયો. સીરિયલની ટીમમાંથી જ્યારે પણ કોઈ એક્ઝિટ લે છે ત્યારે મને દુઃખ થાય છે. તેમણે શો છોડ્યો હતો, અમે ક્યારેય તેમને જવાનું કીધું નહોતું. જો શો છોડવા માગતા હોય તો અમે ત્રણ મહિનાનો નોટિસ પીરિયડ ભરવા પણ કહ્યું હતું, પરંતુ તેમણે અમારી સાથે મીટિંગ કરવાની પણ ના પાડી હતી. આવીને પ્રેમથી તેમણે પૈસા લઈ લેવાના હતા પરંતુ તેમણે કોઈ ડોક્યુમેન્ટ પર સહી કરી નહોતી અથવા પેપરવર્ક પૂરું કર્યું નહોતું. જો કોઈ સમસ્યા હોત તો તેમણે આવીને અમને કહેવું જોઈતું હતું, પરંતુ તેના બદલે તેમણે કેસ જ કરી દીધો. જો સમયસર ફી ચૂકવવામાં જ ન આવતી હોત આટલા બધા લોકો છેલ્લા 15 વર્ષથી કેમ શો માટે કામ કરતાં હોત? જ્યાં સુધી તમે શોનો ભાગ છો ત્યાં સુધી બધું સારું અને જેવા છોડો એટલે બધું ખરાબ. આ એટિટ્યૂડ સમજવામાં હું નિષ્ફળ ગયો છું’.

આ પણ વાંચો: અમિતાભ બચ્ચને રણબીર સહિતની હસ્તીઓને ફિટનેસની તાલીમ આપતા કોચ પાસેથી ટ્રેનિંગ લેવાનું કર્યું શરૂ

આસિત મોદીએ જણાવ્યું હતું કે, સમગ્ર મામલે જ્યારે શૈલેષ લોઢાનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે કહ્યું હતું કે ‘આ કેસમાં હું કોઈ કોમેન્ટ કરવા નથી માગતો. હું માત્ર એટલું જ કહીશ કે ‘તારક મહેતા’ મારો પહેલો શો હતો અને મને કાસ્ટ કરવા માટે મેં આસિત મોદીનો સંપર્ક કર્યો નહોતો. હું 1981થી કવિતા સાથે જોડાયેલો છું અને વાહ વાહ, કોમેડી સર્કસ તેમજ ક્યા બાત જેવા શો સાથે પહેલા કામ કરી ચૂક્યો છું. હું અહીં કવિ ક્રિષ્ના બિહારી નૂરીજીની કવિતા કહીશ કે- ‘સચ ઝરા સા ઘટે યા બઢે તો સચના રહે, જૂઠ કી કોઈ ઈન્તેહા હી નહીં ઔર સોને કે ફ્રેમ મેં મઢ દિજીયે ચાહે, આઈના જૂઠ બોલતા હી નહીં’. આ સિવાય મને તેમણે લખેલી અન્ય બે લાઈન પણ યાદ આવે છે કે ‘ઉસ્સે જૂઠ કો અશર્ફિયોં સે ઢકને કી આદત હૈ, ભૂલ જાતા હૈ વો મેરે પાસ સચ કી તાકાત હૈ’. હું આસિત દ્વારા કરવામાં આવેલા દરેક દાવાનો જવાબ આપીશ અને યોગ્ય સમયે તમામ ડોક્યુમેન્ટ્સ સાથે ઘટનાક્રમ વિશે વાત કરીશ’

Web Title: Taarak mehta ka oolta chashmah asit kumarr modi on shailesh lodha news today

Best of Express