scorecardresearch

શું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો બંધ થશે? સિરિયલ છોડી ચૂકેલા ડાયરેકટરની પત્નીએ આપ્યો આવો જવાબ

Taarak mehta ka oolta chashmah winding up: ઘણી વખત એવા સવાલ ઉઠ્યા છે કે હવે શોમાં પહેલા જેવી મજા નથી આવતી. બીજી તરફ આ ફેમસ એક્ટર્સના જવાથી મેકર્સ પણ ચિંતામાં છે, તેથી ફેન્સને લાગી રહ્યું છે કે હવે ટીઆરપી પહેલા જેવી નહીં રહે.

શું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો બંધ થશે? સિરિયલ છોડી ચૂકેલા ડાયરેકટરની પત્નીએ આપ્યો આવો જવાબ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લોકપ્રિય શો છે. લગભગ 14 વર્ષથી ચાલી રહેલા આ સિટકોમની ટીઆરપી હંમેશા ટોચ પર રહી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી શોમાંથી ઘણા દિગ્ગજ કલાકારોએ શોને અલવિદા કહી દીધું છે. તાજેતરમાં તારક મહેતા સિરિયલનું દિગ્દર્શન કરી રહેલા માલવ રાજડાએ પણ અલવિદા કહી દીધું છે. એવું માનવામાં આવે છે કે આનાથી શોની ટીઆરપીમાં મોટું નુકસાન થઈ શકે છે. પરંતુ આ કારણે શોનો હિસ્સો રહેલી રીટા રિપોર્ટર એટલે કે પ્રિયા આહુજા આ બાબતે અસહમત હતી.

પ્રિયા ડાયરેક્ટર માલવ રાજડાની પત્ની છે, તે પણ શોમાંથી ઘણા સમય પહેલા એક્ઝિટ થઈ ચૂકી છે. તારક મહેતા શોમાંથી માલવ રાજડા પહેલાં શૈલેશ લોઢા, દિશા વાકાણી, ભવ્ય ગાંધી, રાજ અનડકટ જેવા ઘણા મોટા નામ શો છોડી ચૂક્યા છે. પરંતુ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેન્સનો ફેવરિટ શો છે. જો કે, ઘણી વખત એવા સવાલ ઉઠ્યા છે કે હવે શોમાં પહેલા જેવી મજા નથી આવતી. બીજી તરફ આ ફેમસ એક્ટર્સના જવાથી મેકર્સ પણ ચિંતામાં છે, તેથી ફેન્સને લાગી રહ્યું છે કે હવે ટીઆરપી પહેલા જેવી નહીં રહે.

શોની ઘટી રહેલી ટીઆરપી પર માલવની અભિનેત્રી પત્ની પ્રિયાનું નિવેદન સામે આવ્યું છે કે, “શોની ક્વોલિટીમાં કોઈ ઘટાડો થયો નથી. બલ્કે, આ બધું જોનારાઓના દૃષ્ટિકોણના તફાવતને કારણે થયું છે. TOIને આપેલા એક ઈન્ટરવ્યુમાં પ્રિયાએ કહ્યું હતું કે- “હું ક્યારેય ટીઆરપીની આ નંબર ગેમ સમજી શકી નથી. પણ હું માનતી નથી કે તારક મહેતા… સિરિયલ બંધ થવાના આરે છે”.

આ પણ વાંચો: નાગિન સિઝન 6 બંધ થવા પાછળ આ કારણો જવાબદાર ?

શોની ક્વોલિટીના સપોર્ટમાં પ્રિયાએ કહ્યું, “TRP સતત ઉપર અને નીચે થતી રહે છે, કારણ કે આજકાલ લોકો ટીવી સિરિયલો સિવાય ઘણી બધી વસ્તુઓ જોતા થયા છે. આજકાલ ટીવી પર એક નિશ્ચિત સમયે શો જોવાને બદલે લોકો એપ્સમાં જઈને પોતાની સુવિધા અનુસાર જોવાનું પસંદ કરે છે. દરેક વ્યક્તિ પોતાના કામથી મુક્ત રહીને પોતાની ઈચ્છા મુજબ શો કે મૂવી જોવાનું પસંદ કરે છે”.

દિશા વાકાણીએ શો છોડવા અને તેના સ્થાને આવવા અંગે પ્રિયાએ કહ્યું કે, “એ સાચું છે કે કેટલાક પાત્રો એવા હોય છે જે દર્શકો પર એક અલગ જ છાપ છોડી દે છે. લોકો એ પાત્ર પ્રત્યે સમર્પિત બની જાય છે, પરંતુ મને લાગે છે કે લોકો તેના કરતાં શો પ્રત્યે વધુ સમર્પિત છે”.

આ પણ વાંચો: ‘પઠાણ’ મૂવીના વિવાદ વચ્ચે FWICEએ ટ્વીટ કરી સરકારને થિયેટરોને સુરક્ષા આપવા માંગ કરી

મહત્વનું છે કે, માલવ રાજડા 2008થી આ સિરિયલ સાથે જોડાયેલા છે. તેઓ છેલ્લાં 14 વર્ષથી ડિરેક્ટર્સની ટીમમાં સામેલ હતા. આવામાં માલવ રાજડાએ અચાનક શો છોડી દેતાં ચાહકો અચરજ પામ્યાછે. સૂત્રોના મતે, માલવ રાજડાએ 15 ડિસેમ્બરના રોજ છેલ્લો એપિસોડ શૂટ કર્યો હતો. માલવ રાજડાને સેટ પર ફેરવેલ આપવામાં આવી નહોતી.

Web Title: Taarak mehta ka oolta chashmah winding up trp director malab rajda quits show priya rajda reaction latest news

Best of Express