ટીવીના લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તારક મહેતાનો રોલ ભજવનાર સચિન શ્રોફ લગ્નના બંધનમાં બંધાયા છે. અભિનેતાએ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર અને ઇન્ટીરિયર ડિઝાઇનર ચાંદની કોઠી સાથે લગ્ન કર્યા છે. આ ખાસ પ્રસંગની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
સચિન શ્રોફના લગ્નમાં પહોંચ્યા ગોકુલધામવાસી
સચિન શ્રોફના લગ્નમાં સિરીયલ ગુમ હૈ કિસે કે પ્યાર મે ની આખી ટીમ અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ગોકુલધામવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ લગ્નમાં જેઠાલાલ એટલે કે દિલીપ જોષી પત્ની સાથે આવ્યા હતા. આ સિવાય મુનમુન દત્તા ઉર્ફે બબીતા, મંદાર ચાંદવાડકર ઉર્ફે આત્મારામ ભીડે, સુનૈના ફોજદાર ઉર્ફે અંજલિ ભાભી,પલક સિધવાની ઉર્ફે સોનુ, અંબિકા રજનકર ઉર્ફે મિસિસ હાથી, નિર્મલ સોની ઉર્ફે ડૉ.હાથી, જેનિફર મિસ્ત્રી ઉર્ફે મિસિસ સોઢી અને નિતિશ ભલુની ઉર્ફે નવો ટપુ જોવા મળ્યા હતા.
આ પણ વાંચો – રણબીર કપૂર આલિયા ભટ્ટની ખાનગી તસવીરો લેતા ભડક્યો, ફ્રી પડતા જ કડક પગલા લેશે
આ ખાસ પ્રસંગે સચિન શ્રોફે ઓરેન્જ કલરની શેરવાની પહેરી હતી. જ્યારે દૂલ્હન ચાંદનીએ બ્લૂ કલરનો ચણિયો પહેર્યો હતો. મેચિંગ ઓરેન્જનો દુપટ્ટો પણ પહેર્યો હતો.
કોણ છે સચિન શ્રોફની બીજી પત્ની
સચિન શ્રોફે 25 ફેબ્રુઆરીના રોજ પરિવાર અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. એક ઇન્ટરવ્યૂમાં તેમણે ચાંદની વિશે જણાવતા કહ્યું હતું કે ચાંદની વર્ષોથી મારી બહેનની મિત્ર રહી છે. મારો પરિવાર મને બીજી વખત લગ્ન માટે કહી રહ્યો હતો. તો મે તેને કહ્યું કે મારા માટે સારી યુવતી શોધી દે. તેણે સલાહ આપી કે ચાંદની સાથે લગ્ન કરવા માટે વિચાર કરું કારણ કે હું તેને વર્ષોથી ઓળખું છું. ચાંદની પાર્ટ ટાઇમ ઇવેન્ટ મેનેજર અને ઇન્ટીરિયર ડિઝાઇનરનું કામ કરે છે.
ચાંદની પહેલા સચિન શ્રોફે જુહી પરમાર સાથે લગ્ન કર્યા હતા. 2018માં બન્ને એકબીજાની સહમતિથી અલગ થઇ ગયા હતા. કપલને એક દીકરી પણ છે.