/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/11/Tabassum-Govil-Death.jpg)
પીઢ અભિનેત્રી તબસ્સુમનું નિધન
પીઢ અભિનેત્રી તબસ્સુમનું 78 વર્ષની વયે નિધન થયું છે. શનિવાર, 19 નવેમ્બરના રોજ તેમના પુત્રએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને તેમના મૃત્યુ વિશે જાણ કરી. તેમણે કહ્યું કે, “ગઈકાલે એટલે કે 18 નવેમ્બરે રાત્રે લગભગ 8.40 વાગ્યે, એક હોસ્પિટલમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું અવસાન થયું. તે પહેલા તે સંપૂર્ણ સ્વસ્થ હતી. અમે અમારા શો માટે 10 દિવસ પહેલા શૂટ કર્યું હતું અને આવતા અઠવાડિયે ફરી શૂટ કરવાના હતા. પણ આ બધુ અચાનક જ બન્યું."
તબસ્સુમે 1947માં બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે 1972 થી 1993 દરમિયાન લોકપ્રિય દૂરદર્શન સેલિબ્રિટી ટોક શો ફૂલ ખીલે હૈં ગુલશન-ગુલશન હોસ્ટ કર્યો હતો.
આ પણ વાંચો - આમિર ખાનની પુત્રી ઇરા ખાને બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે સગાઇ કરી, જાણો કોણ છે આ વ્યક્તિ?
તબસ્સુમે નરગીસ (1947) સાથે તેની ફિલ્મની શરૂઆત કરી હતી, જેમાં તેણે બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. તે પછી મેરા સુહાગ (1947), મંઝધાર (1947) અને બારી બેહન (1949) માં કામ કર્યું. જ્યારે તબસ્સુમની છેલ્લી ફિલ્મ સ્વર્ગ (1990) હતી.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us