માલદીવમાં પ્રી બર્થડે સેલિબ્રેશન કરવા પહોંચી તારા સુતારિયા, ખાસ બ્લેક આઉટફિટમાં ફોટોઝ શર કર્યા

તારા સુતરીયા એ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર માલદીવના બે ફોટા અને એક અદભુત વીડિયો શેર કર્યો છે. પહેલી તસવીરમાં તારા બ્લેક કટઆઉટ ડ્રેસમાં એકદમ સુંદર લાગી રહી છે.

Written by shivani chauhan
November 17, 2025 12:18 IST
માલદીવમાં પ્રી બર્થડે સેલિબ્રેશન કરવા પહોંચી તારા સુતારિયા, ખાસ બ્લેક આઉટફિટમાં ફોટોઝ શર કર્યા
tara Sutaria pre birthday celebration photos | તારા સુતરીયા પ્રિ બર્થ ડે સેલિબ્રેશન ફોટા મનોરંજન રિલેશનશિપ રૂમરડ બોયફ્રેન્ડ વીર પહાડિયા

તારા સુતારિયા (Tara Sutaria) હાલમાં તેના રૂમરડ બોયફ્રેન્ડ વીર પહાડિયા (Veer Pahariya) સાથેના સંબંધોને કારણે સમાચારમાં છે. તારા 19 નવેમ્બરના રોજ તેનો 30 મો જન્મદિવસ ઉજવશે. પરંતુ તે પહેલાં તારાએ તેના બર્થ ડેની શરૂઆત સ્ટાઇલિશ રીતે કરી હતી. તેણે તેના માલદીવ વેકેશનના કેટલાક સુંદર ફોટા તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યા હતા.

તારા સુતરીયા પ્રી બર્થડે સેલિબ્રેશન (Tara Sutaria pre birthday celebration)

તારા સુતરીયા એ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર માલદીવના બે ફોટા અને એક અદભુત વીડિયો શેર કર્યો છે. પહેલી તસવીરમાં તારા બ્લેક કટઆઉટ ડ્રેસમાં એકદમ સુંદર લાગી રહી છે. આ તસવીરની સાથે પાછળના ભાગમાં બોલ્ડ અક્ષરોમાં લખેલું “હેપ્પી બર્થડે તારા” કેપ્શન છે. બીજી તસવીરમાં માલદીવનો અદભુત નજારો દેખાય છે. તેણે દરિયા કિનારે એક બીચનો વીડિયો પણ શેર કર્યો છે, જેમાં મોજાઓ દેખાય છે. તેણે પોસ્ટને કેપ્શન આપ્યું છે, ચાહકોએ તારાની પોસ્ટ પર હૃદય અને પ્રેમના ઇમોજી સાથે કમેન્ટ કરી છે કે “બર્થ ડે વીકની શરૂઆત થઇ ગઈ છે.”

ગયા મહિને તારા સુતરીયાએ વીર સાથેના તેના ઇટાલિયન વેકેશનના ફોટા શેર કર્યા હતા. તેણે પોસ્ટને “ઉનાળો” કેપ્શન આપ્યું અને મજેદાર ઇમોજીસ ઉમેર્યા હતા. તારા સફેદ ડ્રેસમાં સુંદર દેખાતી હતી. વીર બેજ શર્ટ અને શોર્ટ્સ, ટોપી અને ચશ્મામાં સ્ટાઇલિશ દેખાતો હતો.

તારા વિશેના મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેણે અગાઉ કરિશ્મા, કરીના અને રણબીર કપૂરના પિતરાઈ ભાઈ આદર જૈનને ડેટ કરી હતી. તેના બ્રેકઅપ પછી, આદરએ ફેબ્રુઆરી 2025 માં તારાની ફ્રેન્ડ અલેખા અડવાણી સાથે લગ્ન કર્યા હતા. તારાના અરુણોદય સિંહ સાથેના અફવાઓ સામે આવી હતી, પરંતુ તારાએ તેને ફક્ત એક મિત્ર તરીકે વર્ણવ્યો હતો. તારા ઘણા સ્ટાર્સ સાથે જોડાઈ ચૂકી છે, જેમાં અભિનેતા વીર પહાડિયાનો પણ સમાવેશ થાય છે. વીર અગાઉ સારા અલી ખાન અને માનુષી છિલ્લર સાથે જોડાયો હતો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ