Tara Sutaria Veer Pahariya Dating: અભિનેત્રી તારા સુતરિયા અને વીર પહારિયા ડેટ હાલમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. તારા સુતરિયાનું નામ સ્કાય ફોર્સ એક્ટર વીર પહારિયા સાથે જોડાયું છે અને હવે તારાએ ઇન્સ્ટાગ્રામ પર કરેલી કોમેન્ટ એને હવા આપી રહી છે.
તારા સુતરિયાએ ઇન્સ્ટાગ્રામ પર એપી ઢિલ્લન સાથે કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. જેમાં તેણી ગોલ્ડન શિમરી ડ્રેસમાં ઘણી સુંદર લાગી રહી છે. જેમાં તેણીએ કેપ્શનમાં લખ્યું છે કે, તુ હી એ ચન્ન, મેરી રાત એ તુ… આ પોસ્ટ પર વીર પહરિયાએ કોમેન્ટ કરી “MY”. જેનો જવાબ આપતાં તારાએ લખ્યું કે “Mine”.
તારા અને વીર વચ્ચેની આ કોમેન્ટ બંને વચ્ચે કંઇક ચાલી રહ્યું હોવાની અફવાને વધુ હવા આપી રહી છે. ઇન્સ્ટાગ્રામ પરની આ વાતચીતને આધારે ફેન્સ તેમને બંને વચ્ચેની ડેટિંગ વિશે સવાલ કરી રહ્યા છે.
તાર અને વીર રિલેશન મામલો અગાઉ પણ ચર્ચામાં રહ્યો હતો. અગાઉ E-Times એ એક નજીકના સુત્રોને આધારે લખ્યું હતું કે, તારા અને વીર પહારિયા એકબીજાને ડેટ કરી રહ્યા છે. તેઓ એકબીજાને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે અને એકબીજા સાથે ક્વોલિટી ટાઇમ વિતાવી રહ્યા છે.
બંને એક બીજાસાથે એક ફેશન શોમાં પણ સાથે દેખાયા હતા. જ્યાં તેઓ શોસ્ટોપર બન્યા હતા. આ અગાઉ ડિનર ડેટ્સ પર તેઓ ઘણી વાર સ્પોટ થયા છે.
શિખર પહારિયા સાથે શું છે સબંધ
વીર પહારિયા એ એક્ટર અને બિઝનેસ મેન શિખર પહારિયાનો ભાઇ છે. શિખર પહારિયા બોલિવૂડ અભિનેત્રી જાન્હવી કપૂરનો બોયફ્રેન્ડ છે. વીર અને શિખર બિઝનેશ ટાયકૂવ સંજય પહારિયા અને સોબો ફિલ્મ્સની માલિક સ્મૃતિ સંજય શિંદેના પુત્રો છે. વીર અને શિખરના નાના મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી હતા.





