પ્રચલિત શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (tmkoc) છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન (Entertainment) કરી રહ્યો છે. શોના દરેક પાત્રોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યાં છે. પરંતુ સૌથી વધુ દયાબેનના પાત્રને પસંદ કરી રહ્યાં છે. ત્યારે આ પાત્રને નિભાવનાર દિશા વાકાણી ઘણા વર્ષથી દેખાઇ નથી. જેને લઇને એક મહત્વના સમાચાર સામે આવ્યાં છે. જેને સાંભળી ચાહકો ખુશ ખુશાલ થઇ જશે.
શોમાં દયાબેન પરત ફરશે?
આ શોની જાન દયાબેન ઉર્ફ દિશા વાકાણીએ આ શોને અલવિદા કહી દીધું છે. સ્વાભાવિક છે કે, આ સમાચાર સાંભળી લાખો કરોડો દર્શકોને મોટો આઘાત લાગ્યો હતો. ત્યારે ચાહકો આ અહેવાલ વાંચી ખુશ થઇ જશે કે દિવાળી પહેલાં ફરી તેઓના ઘર ‘હે માં માતાજી’થી ગુંજી ઉઠશે. ઓક્ટોબરના અતં અથવા નવેમ્બર માસના શરૂઆતમાં દર્શકો ફરી દયાબેનને શોમાં જોઇ શકશે. શોના મેકર્સે નિર્ણય કરી લીધો છે કે હવે ગમે તે થાય દયા બેનને શોમાં પરત લાવવા છે.
શોના મેકર્સ દિશા વાકાણીના સંપર્કમાં
રિપોર્ટ અનુસાર ‘તારક મહેતાના ઉલ્ટા ચશ્મા શો’ના મેકર્સ દિશા વાકાણીનો સંપર્કમાં છે અને તેમના શોમાં પરત લાવવા માટે પ્રયાસ કર્યો હતોં. કારણ કે દિશા વાકાણીની વાપસી હાઇ પ્રાયોરિટી બની ગઇ છે. ત્યારે શોના મેકર્સે મહત્વનો નિર્ણય કર્યો છે કે જો દિશા વાકાણી શોમાં પરત આવવા નહીં માંગતા હોય તો તેમને રિપ્લેસ કરવામાં આવશે. જેને લઇને શોના મેકર્સે કહ્યુ્ં છે કે, હાલ દિશા વાકાણી સાથે તેમની વાતચીત થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, દર્શકો સાથે શોના મેકર્સ પર દિશા વાકાણી શોમાં પરત ફરે તેની લાંબા સમયથી વાટે છે. કારણ કે તેઓ દિશા વાકાણીને શોમાં પરત લાવવા માંગે છે. તેમજ દર્શકો પણ તેમને જોવા માંગે છે.
અસિત મોદીએ કહ્યું…
એકટ્રેસ દિશા વાકાણીએ વર્ષ 2015માં શોને અલવિદા કહી દીધું હતું. જેને લઇને શોના પ્રોડ્યૂસર અસિત મોદીએ જણાવ્યું હતું કે, દિશાને બદલવામાં સમય લાગવાનું કારણ તેને તેના લગ્ન પછી થોડો સમય કામ ચાલુ રાખ્યું હતું. ત્યારબાદ તેમણે પ્રેગનેંટ હોવાના કારણે બ્રેક લીધો અને બાળકના જન્મ બાદ તેના ઉછેર માટે બ્રેક ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો. અશિત મોદીએ વધુમાં કહ્યું કે, ખરેખર તો દિશા વાકાણીએ ક્યારેય શો છોડ્યો નથી. એટલે અમને આશા હતી કે તેઓ શોમાં પરત ફરશે. પરંતુ કોરોનાને કારણે દિશા વાકાણીએ કહ્યું કે, તેને શૂંટિંગ માટે આવવામાં ભય લાગે છે.