લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો’માં ચંપક ચાચાના પાત્રથી ફેમસ થનાર અમિત ભટ્ટને લઇ મોટા સમાચાર સામે આવ્યાં છે. મીડિયા રિપોર્ટસના મતે, દાવો કરવામાં આવ્યો છે કે, તારક મહેતાના સેટ પર ચંપક ચાચા ઉર્ફ અમિત ભટ્ટ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ટાઇમસ્ની રિપોર્ટસ પર વિશ્વાસ કરીએ તો શૂટિંગ દરમિયાન અમિત ભટ્ટને ઇજા પહોંચી હતી. જેને પગલે તે ઘણા દિવસ સુધી શોમાં નજર નહીં આવે. કારણ કે ડોક્ટર્સે એક્ટરને કમપ્લીટ બેડ રેસ્ડની સલાહ આપી છે.
ઈ-ટાઇમ્સના અહેવાલ મુજબ, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની સ્ક્રિપ્ટ અનુસાર, અભિનેતાને એક સીનમાં દોડવાનું હતુ. આ દરમિયાન તેનું બેલેન્સ બગડતા તે પડી ગયા હતા. જેને પગલે અભિનેતાને ઇજા પહોંચી છે. અમિત ભટ્ટ ઘાયલ થયા છે તે અંગે જ્યારથી તેના પ્રશંસકોને સમાચાર મળ્યા છે ત્યારથી તે ખુબ જ ચિંતિંત છે. તેઓ જલ્દી સ્વસ્થ થઇ જાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. આ સાથે શોના અન્ય કલાકારો પણ અમિત ભટ્ટ માટે પ્રાર્થના કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, તારક મહેતા શો છેલ્લા 14 વર્ષથી દર્શકોનું ભરપૂર મનોરંજન કરી રહ્યો છે. શોના તમામ કલાકારોએ લોકોના દિલોમાં આગવું સ્થાન બનાવ્યું છે. ત્યારે શોના ચંપક ચાચાના પાત્રને દર્શકો અત્યંત પસંદ કરી રહ્યાં છે. આ સાથે શોમાં દર્શકોને જેઠાલાલ અને ચંપક ચાચા વચ્ચે જે બોન્ડિંગ જોવા મળે છે તે પણ ખુબ જ પસંદ છે. મહત્વનું છે કે, અમિત ભટ્ટને આ કોમેડી શોમાં માત્ર 36 વર્ષની ઉંમરે જ તેમને ‘બાપૂજી’નું પાત્ર મળ્યું હતું.
આ પાત્રને લઇ અમિત ભટ્ટે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે, ‘બાપૂજી’ના પાત્ર નિભાવવા માટે તેને કોઇ ઓડિશનની પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યુ નથી. અમિત ભટ્ટ મૂળ ઉતરાખંડના રહેવાસી છે. તેના મેરેજ થઇ ગયા છે અને બે જુડવા બાળકો છે.