Tarla Dalal Movie Review : બોલિવૂડ અભિનેત્રી ફિલ્મ ‘તરલા’ આજે 7 જુલાઇએ OTT પ્લેટફોર્મ ZEE 5 પર રિલીઝ થઈ ગઇ છે. આ ફિલ્મમાં હુમા પ્રખ્યાત શેફ પદ્મશ્રી તરલા દલાલની ભૂમિકામાં છે. ફિલ્મમાં એક ડાયલોગ છે – રસોઈ એ કામ નથી, એક કળા છે. આ ડાયલોગ સાંભળવામાં ચોક્કસ સરળ છે, પરંતુ તેનો અર્થ ઘણો ઊંડો છે. આ ફિલ્મને શુભા ગુપ્તાએ 2 સ્ટાર આપ્યા છે. તેમજ આ ફિલ્મના રિવ્યૂમાં ઘણું બધું લખ્યું છે. વાંચો આ અહેવાલમાં શું ખુંટે છે આ ફિલ્મમાં?
પ્રતિષ્ઠિત શેફ તરલા દલાલ પર આધારિત આ ફિલ્મની સમીક્ષામાં શુભ્રા ગુપ્તાએ લખ્યું કે, કુકિંગની આસપાસ ફરતી તમામ ફિલ્મોમાં એક પણ યાદગાર દ્રશ્ય નથી કે જેમાં કેમેરો સ્વાદિષ્ટ વ્યંજનને દેખાડે, જેની સુંગધ, તેને બનાવવાની રીત અને તે અનુભવ આપણને તેને ખાવાની તીવ્ર ઇચ્છા જગાડે. જે ફિલ્મ ‘તરલા’ની સૌથી મોટી ભૂલ પૈકી એક છે.
શુભ્રા ગુપ્તાએ વધુમાં લખ્યું છે કે, આ ફિલ્મ એક સરળ યુવતીની ફિલ્મ છે, જે નાની ઉંમરે પરણી જાય છે અને દરેક ભારતીય છોકરીઓની જેમ તરલાને એવું કહેવાય છે કે, જે પણ કંઇ કરવું હોય તે લગ્ન બાદ કરજે. જ્યારે નલિન દલાલ તરલાને લગ્ન માટે ઘરે જોવા આવે છે ત્યારે તરલા તેને મરચાવાળો હલવો ખવડાવી દે છે. પરંતુ એ એક રમત બની જાય છે. આ પછી તરલા અને નલિન દલાલના લગ્ન થઇ જાય છે. સાથે તરલા અન્ય સ્ત્રીની જેમ ઘરેલું કામમાં વ્યસ્ત થઇ જાય છે.
ફિલ્મની કહાની અંગે વાત કરીએ તો ફિલ્મની શરૂઆત તરલાના કોલેજના દિવસોથી થાય છે. મધ્યમવર્ગીય પરિવાર સાથે સંબંધ ધરાવતી તરલાના મોટા સપના હતા. તે જીવનમાં કંઈક અલગ કરવા માગતી હતી. આ દરમિયાન તેમના લગ્ન નલિન દલાલ નામના એન્જિનિયર સાથે થયા છે. નલિનનું પાત્ર અભિનેતા શારીબ હાશ્મીએ ભજવ્યું છે, જેઓ ફેમિલી મેન અને અસુર જેવી વેબ સિરીઝમાં દેખાયા છે.
આ ફિલ્મ બતાવવામાં આવે છે કે કેવી રીતેજો છોકરીને રસોઈ ન આવડે તો લગ્નમાં અડચણ આવે છે. તરલા તેમને રસોઇ બનાવતા શીખવે છે, ત્યારબાદ તે છોકરીના લગ્ન નક્કી થાય છે. હવે તરલાની રસોઈ અને શીખવવાની કુશળતા સાથે વધુ લોકો તેમની પાસે આવે છે અને તેમની પુત્રીઓને રસોઈ શીખવવાની ભલામણ કરે છે.
તરલા ઘરે કુકીંગ ટ્યુશન ખોલે છે. જો કે, આનાથી તેના સમાજના લોકો પરેશાન થાય છે, જેના કારણે તરલાએ તેનું કુકીંગનું ટ્યુશન બંધ કરવું પડે છે. હવે તારલાના સંઘર્ષની સફળતાની ગાથા અહીંથી જ શરૂ થાય છે. તરલા પોતે એક રસોઈની બુક બહાર પાડે છે, જે શરૂઆતમાં કામ કરતી નથી પરંતુ ધીમે-ધીમે તેની ઘણી નકલો વેચવા લાગે છે. થોડી જ વારમાં તરલા ટીવી પર પણ દેખાવા લાગી.