મનોરંજનની દુનિયામાં જેટલા લગ્ન થાય છે તેટલા જ ડિવોર્સના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે ટેલિવૂડમાંથી વધુ એખ કપલના છૂટાછેડાના સમાચાર સામે આવ્યાં છે. ટીવીની સૌથી પોપ્યુલર જોડી પૈકી એક ઇન્દ્રનીલ સેનગુપ્તા અને બરખા બિષ્ટ ટૂંક સમયમાં અલગ થઇ જશે. આ કપલ લગ્નના 15 વર્ષ બાદ તેઓ છૂટા પડવા જઇ રહ્યો છે.
બરખા બિષ્ટ (Barkha Bisht) અને ઈન્દ્રનીલ સેનગુપ્તા (Indraneil Sengupta)એ માર્ચ 2008માં લગ્ન કર્યા હતા. તેઓ છેલ્લા બે વર્ષથી અલગ રહે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બરખા અને ઈન્દ્રનીલના ડિવોર્સ ટૂંક સમયમાં જ થઈ જવાના છે. બરખા બિષ્ટે ડિવોર્સની પુષ્ટિ કરતા કહ્યું કે, “હા, ટૂંક સમયમાં જ અમે કાયદાકીય રીતે અલગ થઈ જઈશું.ડિવોર્સનો નિર્ણય મારી જિંદગીનો સૌથી મુશ્કેલ નિર્ણય રહ્યો છે.” બરખાએ ડિવોર્સની પુષ્ટિ કરી ત્યારે ઈન્દ્રનીલ સાથે આ મુદ્દે કોઈ વાત નહોતી થઈ શકી.
બરખા અને ઈન્દ્રનીલની મુલાકાત સીરિયલ ‘પ્યાર કે દો નામ…એક રાધા એક શ્યામ’ દરમિયાન થઈ હતી. 2006માં કપલની મુલાકાત થઈ અને તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા. 2 વર્ષ પછી તેમણે લગ્ન કરી લીધા હતા. ઈન્દ્રનીલ અને બરખાની એક દીકરી છે મીરા, જે 11 વર્ષની છે. જૂન 2021માં સૌપ્રથમ વખત બરખા અને ઈન્દ્રનીલના ડિવોર્સના અહેવાલ વહેતા થયા હતા. આ પછી કપલા ફ્રેન્ડ્સને ઝટકો લાગ્યો હતો.
બરખાએ ડિવોર્સનું કારણ અકબંધ રાખ્યું છે. જો કે તેણે કહ્યું હતું કે, તેની પ્રાથમિકતા દીકરી મીરા છે અને પોતે કામ કરવાનું ચાલુ રાખશે. “હું સિંગલ મધર છું અને મીરા મારી પ્રાથમિકતા છે. હું ઓટીટી પ્લેટફોર્મ પર રસપ્રદ પ્રોજેક્ટ કરી રહી છું. ટીવી અને ફિલ્મોમાં પણ સારા પ્રોજેક્ટ મળશે તો હું ચોક્કસથી હાથમાં લઈશ”,