નાગા ચૈતન્ય અને સાઈ પલ્લીની ફિલ્મ થંડેલ ઓટીટી પર આ તારીખે રિલીઝ થશે

Thandel Ott Release Date | થંડેલ ફિલ્મ જો તમે થિયેટરોમાં જોવાનું ચૂકી ગયા છો, તો હવે તમે ઘરે બેઠા આ ફિલ્મનો આનંદ માણી શકો છો. અહીં તમને જણાવીએ કે થંડેલ ક્યારે અને ક્યાં સ્ટ્રીમ થશે.

Written by shivani chauhan
March 03, 2025 08:28 IST
નાગા ચૈતન્ય અને સાઈ પલ્લીની ફિલ્મ થંડેલ ઓટીટી પર આ તારીખે રિલીઝ થશે
નાગા ચૈતન્ય અને સાઈ પલ્લીની ફિલ્મ થંડેલ ઓટીટી પર આ તારીખે રિલીઝ થશે

દક્ષિણ સુપરસ્ટાર સાઈ પલ્લવી (Sai Pallavi) અને નાગા ચૈતન્ય (Naga Chaitanya) ની ફિલ્મ થંડેલ 7 ફેબ્રુઆરી, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયા પછી ધૂમ મચાવી દીધી હતી. આ ફિલ્મમાં ચંદુ મોન્ડેટીના શાનદાર અભિનયને દર્શકો અને વિવેચકો તરફથી ખૂબ પ્રશંસા મળી. હવે આ ફિલ્મ ટૂંક સમયમાં ડિજિટલ ડેબ્યૂ માટે તૈયાર છે. આ ફિલ્મની વાર્તા શ્રીકાકુલમના માછીમારોથી સંબંધિત સત્ય ઘટનાઓથી પ્રેરિત છે. ફિલ્મમાં તમને પ્રેમ, અલગતા, લાગણી અને નાટકનું અદ્ભુત મિશ્રણ જોવા મળશે.

થંડેલ ફિલ્મ જો તમે થિયેટરોમાં જોવાનું ચૂકી ગયા છો, તો હવે તમે ઘરે બેઠા આ ફિલ્મનો આનંદ માણી શકો છો. અહીં તમને જણાવીએ કે થંડેલ ક્યારે અને ક્યાં ઓટીટી પર સ્ટ્રીમ થશે.

થંડેલ ઓટીટી રિલીઝ ડેટ (Thandel Ott Release Date)

સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સે તેના સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા ‘થાંડેલ’ ના ડિજિટલ ડેબ્યૂ વિશે માહિતી આપી છે. ફિલ્મનું પોસ્ટર શેર કરતા, નેટફ્લિક્સે નીચે કેપ્શનમાં લખ્યું, ‘સીમાઓ પારની યાત્રા, બોર્ડર પારની સ્ટોરી.’ ૭ માર્ચે નેટફ્લિક્સ પર તેલુગુ, હિન્દી, તમિલ, કન્નડ અને મલયાલમમાં થાન્ડેલ જુઓ!

થંડેલ સ્ટોરી (Thandel Story)

થંડેલ ની વાર્તા શ્રીકાકુલમના ચોડીપિલ્લી મુસલૈયા નામના એક યુવાન માછીમાર વિશે છે, જે વર્ષ 2000 માં કામ માટે ગુજરાત ગયો હતો. તે સમયે GPSનો ઉપયોગ થતો ન હતો, જેના કારણે માછીમારો ઘણીવાર ભૂલથી સરહદ પાર કરી જતા હતા. એક રાત્રે, ચોડિપિલિ બોટ દ્વારા સરહદ પાર કરે છે અને ત્યાંના સુરક્ષા કર્મચારીઓ તેને જાસૂસ સમજીને કસ્ટડીમાં લઈ જાય છે. હવે આ જ સ્ટોરી ફિલ્મમાં રોમેન્ટિક સ્પર્શ સાથે પુનરાવર્તિત થઈ છે.

થંડેલ ફિલ્મ રાજુ (નાગ ચૈતન્ય) અને તેની ગર્લફ્રેન્ડ બુજ્જી (સાઈ પલ્લવી) ની છે. જ્યારે રાજુ લગ્ન પહેલા માછીમારી કરવા જાય છે, ત્યારે બુજ્જી તેને ઘણી વાર જતા અટકાવે છે, પરંતુ તે સાંભળતો નથી અને દરિયામાં જાય છે. તે જ રાત્રે એક શક્તિશાળી તોફાન આવે છે અને તેની બોટ સરહદ પાર કરે છે, ત્યારબાદ ત્યાંના અધિકારીઓ તેની ધરપકડ કરે છે. આવી સ્થિતિમાં, તેની ગર્લફ્રેન્ડ તેને પાછો મેળવવા માટે દરેક શક્ય પ્રયાસ કરે છે. એકંદરે, આ હૃદયસ્પર્શી વાર્તા તેના ટકી રહેવા અને ઘરે પાછા ફરવાના સંઘર્ષ પર કેન્દ્રિત છે.

થંડેલ સ્ટાર કાસ્ટ (Thandel Star Cast)

‘થંડેલ’નું દિગ્દર્શન ચંદુ મોન્ડેટી દ્વારા કરવામાં આવ્યું છે. આ વાર્તા કાર્તિક થેડા દ્વારા લખવામાં આવી છે. જ્યારે, નાગા ચૈતન્ય રાજુની ભૂમિકામાં જોવા મળે છે અને સાઈ પલ્લવી સત્યાની ભૂમિકામાં જોવા મળે છે. પ્રકાશ બેલાવાડી પાકિસ્તાની જેલરની ભૂમિકા ભજવે છે અને આદુકલમ નરેન ચિત્તની ભૂમિકા ભજવે છે. દિવ્યા પિલ્લઈ ચંદ્રાની ભૂમિકા ભજવે છે અને કરુણાકરણ મુરલીની ભૂમિકા ભજવે છે. બબલુ પૃથ્વીરાજ સત્યાના પિતા તરીકે જોવા મળશે અને કલ્પ લતા રાજુની માતાની ભૂમિકામાં જોવા મળશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ