The Bhootni Teaser | સંજય દત્ત (Sanjay Dutt) ની આગામી હોરર ફિલ્મ ધ ભૂતની ટીઝર (The Bhootni Teaser) રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાંત સચદેવ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં અભિનેત્રી મોની રોય (Mouni Roy) ભૂતના ડરામણા પાત્રમાં જોવા મળી રહી છે. ફિલ્મનું ટીઝર જોયા પછી ચાહકો ખૂબ જ ખુશ અને ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.
ધ ભૂતની ટીઝર (The bhootni Teaser)
ધ ભૂતની ટીઝર સંજય દત્તે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ફિલ્મ રિલીઝની જાહેરાત કરી હતી. પોસ્ટના કેપ્શનમાં તેણે લખ્યું, “આ ગુડ ફ્રાઈડે, ભયને એક નવી તારીખ મળી છે. ક્યારેય ન જોયેલી હોરર, એક્શન અને કોમેડી ફિલ્મ માટે તૈયાર થઈ જાઓ. 18 ફેબ્રુઆરીએ, ભૂત તબાહી મચાવશે.”
ધ ભૂતની ફિલ્મનું ૧ મિનિટ ૧૧ સેકન્ડનું ટીઝર જોયા પછી, ફિલ્મ વિશે કંઈ સ્પષ્ટ રીતે સમજાયું નથી, પરંતુ તેમ છતાં તે ખૂબ જ રસપ્રદ લાગે છે. ટીઝરની શરૂઆતમાં સંજય દત્તનો અવાજ સંભળાય છે, જેમાં તે ભગવાન શિવના શ્લોકો વાંચી રહ્યા છે. તે પછી, સંગીતની સાથે મોની રોયની ડરામણી આંખો પણ દેખાય છે. ટીઝરના અંતે સંજય દત્ત બંને હાથમાં તલવાર લઈને ભૂત સાથે લડતો જોવા મળે છે.
આ પણ વાંચો: રામ ચરણ ની આગામી ફિલ્મનું ટાઇટલ આ ખાસ દિવસે જાહેર થશે, કઈ એકટ્રેસ હશે લીડ રોલમાં?
ધ ભૂતની રીલીઝ ડેટ (The Bhootni Release Date)
ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મના ટીઝરની સાથે રિલીઝ તારીખ પણ જાહેર કરી છે. આ ફિલ્મ ગુડ ફ્રાઈડે એટલે કે 18 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં સંજય દત્ત ઉપરાંત મૌની રોય, સની સિંહ, પલક તિવારી, આસિફ ખાન અને બ્યુનિક પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.





