scorecardresearch

ધ કેરલા સ્ટોરીએ સતત ત્રીજા દિવસે કમાણીમાં કાશ્મીર ફાઇલ્સને પાછળ છોડી કર્યો બંપર વેપાર

The kerala story Collection: કેરળ સ્ટોરી વર્ષ 2023ની પાંચમી સૌથી મોટી ઓપનિંગ સાથે ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે. જાણો ‘ધ કેરલા સ્ટોરી’એ પોતાની રિલીઝના ત્રીજા દિવસે કેટલા કરોડનું કલેક્શન કર્યું.

the kerala stroy trailer news
ધ કેરળ સ્ટોરી ટ્રેલર! સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મની કહાની સાંભળીને રુંવાટા ઉભા થઈ જશે

સુદીપ્તો સેનની ફિલ્મ ધ કેરાલા સ્ટોરીનું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી દેશભરમાં તેનો પ્રચંડ વિરોધ થઇ રહ્યો છે. તમિલનાડુમાં આ ફિલ્મ નહીં બતાવવાનો મલ્ટીપ્લેક્સના માલિકોએ નિર્ણય લીધો છે. જો કે આ વિવાદો વચ્ચે પણ ફિલ્મ 5 મેના રોજ તમિલનાડુ સિવાયના સિનેમાઘરોમાં રિલીઝ થઇ અને ફિલ્મે ઓપનિંગ ડે પર શાનદાર પ્રદર્શન કરી કમાણીના મામલામાં ધ કાશ્મીર ફાઇલ્સ જેવી ફિલ્મને પાછળ છોડી દીધી હતી. આ સાથે કેરલા સ્ટોરી વર્ષ 2023ની પાંચમી સૌથી મોટી ઓપનિંગ સાથે ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે. જાણો ‘ધ કેરલા સ્ટોરી’એ પોતાની રિલીઝના ત્રીજા દિવસે કેટલા કરોડનું કલેક્શન કર્યું.

ફિલ્મને રિલીઝ થયે 3 દિવસ થઈ ચુક્યા છે અને ‘ધ કેરલા સ્ટોરી’ના કલેક્શનમાં દરરોજ વધારો નોંધાઈ રહ્યો છે. આંકડાની વાત કરવામાં આવે તો ‘ધ કેરલા સ્ટોરી’એ પહેલા દિવસે 8.3 કરોડનો બિઝનેસ કર્યો હતો. ત્યાર બાદ શનિવારે ફિલ્મની કમાણીમાં ઉછાળો આવ્યો અને તેણે 11.22 કરોડ રૂપિયાનો વ્યાપાર કર્યો.

હવે ફિલ્મના રવિવારની કમાણીના શરૂઆતી આંકડા પણ આવી ગયા છે. જેના અનુસાર ‘ધ કેરલા સ્ટોરી’ની કમાણીમાં વધારો થયો છે. એક રિપોર્ટ અનુસાર ‘ધ કેરલા સ્ટોરી’એ પોતાના રિલીઝના ત્રીજા દિવસે એટલે કે રવિવારે 16.50 કરોડનું કલેક્શન કર્યું છે. આ સાથે ફિલ્મની કુલ કમાણી હવે 35.75 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જોકે આ અનુમાનિત આંકડા છે ઓફિશિયલ ડેટા આવવાના બાદ નંબર્સમાં થોડો ફેર-ફેર થઈ શકે છે.

અદા શર્મા, યોગિતા બિહાની, સિદ્ધિ ઈડનાની અને સોનિયા બલાની સ્ટારર, ‘ધ કેરલા સ્ટોરી’ને પહેલા ઓફિશ્યલ રીતે 32 હજારથી વધારે કેરલ મહિલાઓની સ્ટોરીના રૂપમાં ડિસ્ક્રાઈબ કર્યું હતું. જેનું કથિત રીતે ઈસ્લામી કટ્ટરપંથીઓ દ્વારા બ્રાઈન વોશ કરી જિહાદ માટે ઉપયોગ કરવામાં આવ્યો. જોકે તેને લઈને વિરોધ થવા પર ફિલ્મમાં 32 હજારથી બદલીને ત્રણ મહિલા કરી દેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા ફરી સાથે ડિનર ડેટ સ્પોટ થયા, લગ્નના સવાલ પર આપી આવી પ્રતિક્રિયા

નોંધનીય છે કે, ધ કેરલા સ્ટોરીને મિશ્ર રિવ્યૂ મળી રહ્યા છે. ત્યારે ધ ઇન્ડિયન એક્સપ્રેસની શુભ્રા ગુપ્તાએ આ ફિલ્મને માત્ર 1 સ્ટાર આપીને લખ્યું હતું કે, “ફિલ્મ પોતે જ ખરાબ રીતે બનેલી, ખરાબ અભિનયવાળી રેન્ટ સિવાય બીજું કંઈ નથી.

Web Title: The kerala story box office collection day 3 review adah sharma

Best of Express