scorecardresearch

ધ કેરલા સ્ટોરીએ ચોથા દિવસે કરી આટલા કરોડની કમાણી,આજે ફિલ્મ 50 કરોડનો આંકડો કરે તેવી શક્યતા

The kerala story Collection: કેરળ સ્ટોરી વર્ષ 2023ની પાંચમી સૌથી મોટી ઓપનિંગ સાથે ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે. જાણો ‘ધ કેરલા સ્ટોરી’એ પોતાની રિલીઝના ચોથા દિવસે કેટલા કરોડનું કલેક્શન કર્યું.

the kerala story release date
ધ કેરલા સ્ટોરીએ દસમાં દિવસે કરી આટલા કરોડની કમાણી

The Kerala Story Box Office Collection Day 4: સુદીપ્તો સેનની ફિલ્મ ધ કેરાલા સ્ટોરીનું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી દેશભરમાં તેનો પ્રચંડ વિરોધ થઇ રહ્યો છે. તમિલનાડુમાં આ ફિલ્મ નહીં બતાવવાનો મલ્ટીપ્લેક્સના માલિકોએ નિર્ણય લીધો છે. જો કે આ વિવાદો વચ્ચે પણ ફિલ્મ 5 મેના રોજ તમિલનાડુ સિવાયના સિનેમાઘરોમાં રિલીઝ થઇ અને ફિલ્મે ઓપનિંગ ડે પર શાનદાર પ્રદર્શન કરી કમાણીના મામલામાં ધ કાશ્મીર ફાઇલ્સ જેવી ફિલ્મને પાછળ છોડી દીધી હતી. આ સાથે કેરલા સ્ટોરી વર્ષ 2023ની પાંચમી સૌથી મોટી ઓપનિંગ સાથે ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે. જાણો ‘ધ કેરલા સ્ટોરી’એ પોતાની રિલીઝના ચોથા દિવસે કેટલા કરોડનું કલેક્શન કર્યું.

‘ધ કેરલા સ્ટોરી’ને ચાહકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મની કમાણીમાં સતત તેજી જોવા મળી રહી છે. અદા શર્મા સ્ટારર ધ કેરાલા સ્ટોરીએ તેના શરૂઆતના દિવસે સારી શરૂઆત કરી હતી, ત્યારબાદ રવિવારે ફિલ્મની કમાણીમાં જબરદસ્ત ઉછાળો આવ્યો હતો. હવે ફિલ્મ રિલીઝના ચોથા દિવસે એટલે કે સોમવારના બોક્સ ઓફિસ કલેક્શનના પ્રારંભિક આંકડા સામે આવી ગયા છે. જેમાં ફિલ્મની કમાણી બે આંકડામાં જોવા મળી રહી છે.

‘ધ કેરલા સ્ટોરી’ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે. જો કે રિલીઝના ચોથા દિવસે ફિલ્મની કમાણીમાં થોડો ઘટાડો થયો છે. શરૂઆતના આંકડા મુજબ સોમવારે ફિલ્મે 10 કરોડની કમાણી કરી લીધી છે. જેની સાથે હવે ફિલ્મની કમાણી 45 કરોડની આસપાસ પહોંચી ગઈ છે. એવી અપેક્ષા છે કે ‘ધ કેરલા સ્ટોરી’ રિલીઝના 5 દિવસમાં 50 કરોડ ક્લબમાં સામેલ થઈ જશે. એક તરફ જ્યાં દેશના ઘણા રાજ્યોમાં ફિલ્મ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, ત્યાં ઘણા રાજ્યોમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. ફિલ્મે રવિવારે 16 કરોડની જબરદસ્ત કમાણી કરી હતી.

અદા શર્મા, યોગિતા બિહાની, સિદ્ધિ ઈડનાની અને સોનિયા બલાની સ્ટારર, ‘ધ કેરલા સ્ટોરી’ને પહેલા ઓફિશ્યલ રીતે 32 હજારથી વધારે કેરલ મહિલાઓની સ્ટોરીના રૂપમાં ડિસ્ક્રાઈબ કર્યું હતું. જેનું કથિત રીતે ઈસ્લામી કટ્ટરપંથીઓ દ્વારા બ્રાઈન વોશ કરી જિહાદ માટે ઉપયોગ કરવામાં આવ્યો. જોકે તેને લઈને વિરોધ થવા પર ફિલ્મમાં 32 હજારથી બદલીને ત્રણ મહિલા કરી દેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ધ કેરાલા સ્ટોરી’ પર પશ્ચિમ બંગાળમાં પ્રતિબંધ, નિર્માતા વિપુલ શાહનું આકરું નિવેદન, કહ્યું…’અમે કાયદાકીય કાર્યવાહી કરીશું’

નોંધનીય છે કે, ધ કેરલા સ્ટોરીને મિશ્ર રિવ્યૂ મળી રહ્યા છે. ત્યારે ધ ઇન્ડિયન એક્સપ્રેસની શુભ્રા ગુપ્તાએ આ ફિલ્મને માત્ર 1 સ્ટાર આપીને લખ્યું હતું કે, “ફિલ્મ પોતે જ ખરાબ રીતે બનેલી, ખરાબ અભિનયવાળી રેન્ટ સિવાય બીજું કંઈ નથી.

Web Title: The kerala story box office collection day 4 review adah sharma

Best of Express