The Kerala Story Controversy: ફિલ્મ ધ કેરલા સ્ટોરીનો વિવાદ થંભાવાને બદલે તે પ્રતિદિન વધુ ઉગ્ર બનતો જઇ રહ્યો છે. હવે આ મામલો સુપ્રીમ કોર્ટ સુઘી પહોંચી ગયો છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ આ ફિલ્મને લઈને સતત વિવાદ થઈ રહ્યા છે. વિવાદો વચ્ચે આ ફિલ્મ પાંચ મેના રોજ રિલીઝ થવાની છે. પરંતુ આ રિલીઝને રોકવાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં ફિલ્મને એક સમુદાય વિશે નફરત ફેલાવનાર કહેવામાં આવી છે અને તેની રિલીઝ અટકાવવા માંગ કરવામાં આવી છે. પત્રકાર કુરબાન અલીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.
આ અરજીને વરિષ્ઠ વકીલ કપિલ સિબલ અને વકીલ નિઝામ પાસાએ જસ્ટિસ એમ જોશેફ અને બી વી નાગરત્નાની બેચ સામે રાખી છે. સાથે જ અરજી કરી છે કે આ મામલે તુરંત જ સુનવણી કરવામાં આવે અને ફિલ્મની રિલીઝને અટકાવવામાં આવે. તેવામાં આ અરજી પર સુનાવણી બુધવારે થઈ શકે છે.
ત્યારે સવાલ થાય છે કે, આ ફિલ્મને રિલીઝ થતી અટકાવવા માટે માંગ કરાઇ છે. તો આ ફિલ્મના નિર્માતા આ ફિલ્મને સત્ય ઘટના પર આધારિત કહી રહ્યા છે. ફિલ્મમાં 32000 યુક્તિઓની વાત કરવામાં આવી છે જે કેરળમાંથી ગાયબ થઈ ગઈ છે. કથિત રીતે લવ જેહાદ વડે ધર્મ પરિવર્તન કરાવી અને આ માહિતીઓને આતંકી સંગઠનની ગતિવિધિઓનો ભાગ બનાવી તેમને ભારતની બહાર મોકલી દેવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ મામલે જસ્ટિસ એમ જોશેફે જણાવ્યું હતું કે ફિલ્મને વૈધાનિક પ્રમાણપત્ર મળી ગયું છે તેવામાં ફિલ્મની રીલીઝ અટકાવવી હોય તો તે સર્ટિફિકેટને હાઇકોર્ટમાં પડકારવું જોઈએ. આ વાતનો જવાબ આપતા સીબલે જણાવ્યું હતું કે ફિલ્મ રિલીઝ થવામાં થોડા જ દિવસો છે તેથી આ અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ મામલે જસ્ટીસ બી વી નાગરત્નાએ કહ્યું હતું કે દરેક બાબત સીધી સુપ્રીમ કોર્ટ સુધી લાવવી ન જોઈએ.
ઉલ્લેખનીય છે કે, કોઇ પણ ઐતિહાસિક ફિલ્મનો રિલીઝ પહેલા જોરશોરથી વિરોધ કરવામાં આવે છે. પછી તે રિલીઝ તો થાય છે પણ હિટ પણ થાય છે. જેમ કે ધ કાશમીર ફાઇલ્સ, રામ સેતુ, આદિપૂરુષ, રામ લીલા, પદ્માવત વગેરેનો સમાવેશ થાય છે.