અહીં વાત કરવી છે ધ કેરલા સ્ટોરીના શૂટિંગના સંઘર્ષની. સુદીપ્તો સેનના નિર્દેશન હેઠળ ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ બનાવવામાં આવી છે. ત્યારે સુદીપ્તો સેને તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં આ ફિલ્મના શૂટિંગ દરમિયાન કેવા પ્રકારના પડકારોનો સામનો કરવો પડ્યો હતો તેની કહાની કહી હતી. આ સાથે સુદીપ્તો સેને ઇન્ટવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘તેઓ એ તમામ અંગે વાત નહીં કરે કારણ કે પછી લોકોને એવું ના લાગે કે અમે આ બધુ પબ્લિસિટી માટે કરીએ છીએ’.
વધુમાં સુદીપ્તો સેને ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, શૂટિંગ દરમિયાન અમારા પર હુમલો પણ થયો હતો. અમે તે અંગે વાત કરવા માંગતા નથી કારણ કે લોકોને એવું લાગે છે કે આ માત્ર પબ્લિસિટી ખાતર કહેવાય રહ્યુ છે. અમારા પર થયેલા હુમલાને પગલે અમારે રાત્રેવ 12 વાગ્યે હોટલ છોડી ભાગવુ પડ્યું હતું. આટલું જ નહીં અમારે સાડા ત્રણ કિલોમીટર પગપાળા ચાલીને સીમાપાર કરીને બીજા રાજ્યની સ્ટેટ પોલીસની મદદ લેવી પડી હતી. જો કે અંતમાં એ જ મહત્વપૂર્ણ છે કે અમે એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ બનાવી છે. આ સાથે ડાયરેક્ટરે ખુલાસો કર્યો હતો કે, આ ફિલ્મની મુસ્લિમ સિંગરને પણ ધમકીઓ મળી રહી છે. આ પછી તેને પોલીસ પાસેથી મદદ માંગી છે.
સુદીપ્તો સેને એવો દાવો કર્યો હતો કે, ફિલ્મ કોઇ પ્રોપેગેંડા બેઝડ નથી, પરંતુ સત્ય ઘટના પર આધારિત છે. જ્યારે કોઇ સામગ્રી અંગે લોકો પાસે કોઇ લોજીકલ જવાબ ન હોય તેઓ તેને પ્રોપેગેંડા ફિલ્મ ગણાવીને રદબાતલ કરી દે છે. તદ્દઉપરાંત ફિલ્મ મેકર્સે કહ્યું હતુ કે,આ ફિલ્મ પાછળ 7 વર્ષનું રિસર્ચ છે અને ફિલ્મની એક-એક લાઇન ,એક-એક શબ્દ સાચા હોય એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.
સુદીપ્તો સેનની ફિલ્મ દાવો કરે છે કે, તે કેરળમાંથી ગુમ થયેલી 32,000 છોકરીઓની વાર્તા છે જેમને પહેલા ઈસ્લામ કબૂલ કરવા માટે બ્રેઈનવોશ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેમને ISIS આતંકવાદી બનાવવામાં આવી હતી. ફિલ્મ અનુસાર આ તે છોકરીઓની વાર્તા છે. જેઓ નર્સ બનવા માંગતી હતી, પરંતુ ISISની આતંકી બની ગઈ. ફિલ્મને લઈને વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનાથી સાંપ્રદાયિક વાતાવરણ બગડી શકે છે. આ સમગ્ર મામલે કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડ (CBFC)એ ફિલ્મમાં કેટલાક ફેરફાર કરવા માટે આદેશ આપ્યો છે. ફિલ્મમાં 10 કટ સાથે ‘એ’ સર્ટીફિકેટ આપવામાં આવ્યું છે. આ ફિલ્મના 10 સીનમાં ફેરફાર કરવા માટે કહેવામાં આવ્યું છે. સાથે જ ચૂંટણી આયોગે ફિલ્મમાં દર્શાવેલ આંકડા માટે પુરાવા રજૂ કરવા માટે પણ કહ્યું છે. આ ફિલ્મમાં એક ડાયલોગ હટાવવા માટે કહેવામાં આવ્યું હતું કે, પાકિસ્તાન દ્વારા અમેરિકા તેમને નાણાંકીય મદદ કરે છે. અન્ય એક ડાયલોગ હટાવવા માટે પણ કહેવામાં આવ્યું છે કે, ‘કમ્યુનિસ્ટ પાર્ટી હિન્દુ રીત રિવાજની મંજૂરી આપતી નથી.’
આ પણ વાંચો: સલમાન ખાને અડધી રાત્રે આપી અદ્દૂને શ્રદ્ધાજંલિ, કોણ છે અદ્દૂ? જાણો
મહત્વનું છે કે, અદા શર્મા સ્ટાર ધ કેરલા સ્ટોરી 5 મેના રોજ રિલીઝ થશે. ત્યારે તેના પર પ્રતિબંધ લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જો કે આ મામલે સર્વોચ્ચ અદાલતે સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો હતો.