Tiger 3 Teaser | ટાઇગર 3 ટીઝર : જીવતો રહીશ તો આવીશ, નહીંતર જય હિંદ…

Tiger 3 Teaser : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને કેટરીના કૈફની અપકમિંગ ફિલ્મ 'ટાઇગર 3'ની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ વચ્ચે મેકર્સે ટાઇગર 3નું ટીઝર ધમાકેદાર ટીઝર રિલીઝ કરી દીધું છે.

Written by mansi bhuva
Updated : September 27, 2023 13:59 IST
Tiger 3 Teaser | ટાઇગર 3 ટીઝર : જીવતો રહીશ તો આવીશ, નહીંતર જય હિંદ…
Tiger 3 teaser : ટાઇગર 3 ટીઝર રિલીઝ ડેટ સલમાન ખાન કેટરીના કૈફ ફાઇલ તસવીર

Tiger 3 Movie Release Date : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને કેટરીના કૈફની અપકમિંગ ફિલ્મ ‘ટાઇગર 3’ની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. તેવામાં ફેન્સની ઉત્તેજના વધારવા માટે નિર્માતાઓએ 27મી સપ્ટેમ્બરે એટલે કે આજે ‘ટાઈગર 3’નું મનોરંજનથી ભરેલું ટીઝર રિલીઝ કર્યું છે. ટીઝર પરથી સમજી શકાય છે કે સલમાન ખાનની આ ફિલ્મ કેટલી દમદાર છે.

ટાઇગર 3ના ટીઝરની વાત કરીએ તો, સલમાન ખાન ધમાકેદાર એકસન કરતો જોવા મળી રહ્યો છે. આ સાથે ‘ટાઈગર 3’ના ટીઝરમાં ફરી એકવાર કેટરિના અને સલમાન ખાનને સ્ક્રીન શેર કરતા જોઈને ચાહકોની ખુશીની કોઈ સીમા નથી.

ઉલ્લેખનીય છે કે, ટાઇગર 3નું ટીઝર રિલીઝ થતાં પહેલા સલમાન ખાને મંગળવારે રાત્રે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ટાઇગર 3ની એક ઝલક બતાવી હતી. સલમાન ખાને એક તસવીર શેર કરી હતી. તસવીર પૉસ્ટ કરતી વખતે સલમાન ખાને કેપ્શનમાં લખ્યું છે કે, “હું એક સંદેશ આપી રહ્યો છું… કાલે, ટાઈગરનો સંદેશ કાલે સવારે 11 વાગ્યે. ‘ટાઈગર 3’ દિવાળી પર હિન્દી, તામિલ અને તેલુગુમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે.

એકસન ફિલ્મ ટાઇગર 3માં સલમાન ખાન અને કેટરીના કૈફ સાથે ઇમરાન હાશ્મી પણ મહત્વની ભૂમિકામાં નજર આવશે. આ ફિલ્મમાં ઇમરાન હશમી વિલનની ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચો : Waheeda Rehman : 60-70ના દાયકામાં સિનેમા જગત પર રાજ કરનારા વહીદા રહેમાનના નામે મોટી સિદ્ધી, આજે પણ અભિનેત્રીઓ માટે છે ‘ગાઇડ’

YRF સ્પાય યૂનિવર્સની આ પાંચમી ફિલ્મ છે. પ્રેક્ષકો હવે આ બ્રહ્માંડના ત્રણ સુપર-જાસૂસોની જીવનકથાઓ વિશે જાણવા માટે અત્યંત ઉત્સુક છે! તેથી, ટાઈગર 3 ટાઈગર ઝિંદા હૈ, યુદ્ધ અને પઠાણની ઘટનાઓને અનુસરે છે અને તે એક મહાન એક્શન એન્ટરટેઈનર બનવાનું વચન પણ આપે છે જે લોકોએ સ્ક્રીન પર પહેલાં જોયું નથી!”

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ