બોલિવૂડના ફેમસ અભિનેતા ટાઇગર શ્રોફ અદ્ભૂત ડાન્સ અને અંગત જીવનને કારણે અવારનવાર ચર્ચામાં આવે છે. ટાઇગર શ્રોફ અને દિશા પટાનીના ઇશ્કની ચર્ચા ચારેકોર હતી. પરંતુ બંનેના બ્રેકઅપથી લોકોને ઘણું દુ:ખ પણ થયું હતું. ટાઇગર શ્રોફ અને દિશા પટાની છ વર્ષ રિલેશનશીપમાં રહ્યા બાદ અલગ થયા હતા. પરંતુ હવે એવું લાગે છે કે ટાઇગ શ્રોફના જીવનમાં કોઇએ દસ્તક દીધી છે. જો કે એનું નામ જાણીને કદાચ તમને આશ્વર્ય થશે.
હકીકતમાં એક વાયરલ ટ્વીટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ટાઇગર શ્રોફ હાલ સારા અલી ખાન સાથે દોસ્તી વધારી રહ્યો છે. ટાઇગર શ્રોફનું નામ હવે બોલિવૂડની જાણીતી અભિનેત્રી સાથે જોડાયું છે. ટાઇગર શ્રોફ અને સારા અલી ખાનના ડેટિંગની ચર્ચા થઇ રહી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ ટ્વીટમાં લખાવામાં આવ્યું છે કે, ટાઇગર શ્રોફ હાલ સારા અલી ખાનને ડેટ કરી રહ્યો છે. આ બંને ઇન્ડસ્ટ્રીના નવા કપલ છે.
હવે આ ટ્વીટમાં કેટલું તથ્ય છે તે કોઇ જાણતું નથી. ટાઇગર અને દિશાએ પણ એ સમયમાં કદી પોતાના સંબંધને સત્તવારા સ્વીકાર્યો નહતો. પરંતુ બન્ને અવારનવાર સાથે જોવા મળતા હતા. તેમણે બાગી 2 અને એક મ્યુઝિક વીડિયોમાં પણ સાથે કામ કર્યું હતું. ટાઇગરના પરિવાર સાથે ખાસ કરીને ટાઇગરની માતા અને બહેન સાથે દિશાને સારા સંબંધો હતા.
પ્રાપ્ત વિગત અનુસાર, ટાઇગર અને દિશાના બ્રેકઅપનું કારણ લગ્ન હતું. દિશા ટાઇગર સાથે લગ્ન કરવા માંગતી હોવાથી તેણે ટાઇગરને લગ્ન કરવાનું કહ્યુ ંહતું.પરંતુ ટાઇગર એ માટે રાજી નહોતો. તેણે દિશાને સ્પષ્ટ કહી દીધુ ંહતું કે, તે લગ્ન માટે હજી તૈયાર નથી.
ઉલ્લેખનીય છે કે સારા અલી ખાનનું નામ ટાઇગર પહેલા ક્રિકેટર શુભમન ગિલ સાથે ચર્ચામાં આવ્યું હતું.