Taarak Mehta Ka Ooltah Chashmah (TMKOC) : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવીના ફેવરિટ શોમાંથી એક છે. આ શો ને લગભગ 17 વર્ષથી વધુ સમય થઈ ગયો છે અને ચાહકો હજી પણ તેને પસંદ કરે છે. આ સીરિયલની કહાની જેટલી પસંદ આવી રહી છે તેટલી જ વિવાદને લઈને પણ ચર્ચામાં છે. 2023માં શોના ઘણા ભૂતપૂર્વ કલાકારોએ નિર્માતા અસિત મોદી પર ગેરવર્તુણક અને બાકી નીકળતી રકમની ચુકવણી ન કરવા સહિતના ગંભીર આરોપોનો આરોપ લગાવ્યો હતો. જોકે નિર્માતાએ તેનો કોઈ જવાબ આપ્યો ન હતો. હવે હાલમાં જ તેમણે એક ઇન્ટરવ્યૂમાં આ વિશે ખુલીને વાત કરી છે.
આ આરોપોએ પરેશાન કર્યા હતા
સ્ક્રીન સાથે વાત કરતા અસિત મોદીએ ખુલાસો કર્યો હતો કે આવી ઘટનાઓ મને ડિસ્ટર્બ કરે છે. અસિત મોદીએ કહ્યું કે મેં ક્યારેય પોતાને અભિનેતાઓથી અલગ કર્યો નથી. જો કોઈ સમસ્યા હોય, તો તેઓ હંમેશાં મારો સંપર્ક કરી શકે છે. હું હંમેશાં ખૂબ જ પ્રામાણિક રહ્યો છું અને આ શો ને પ્રથમ રાખ્યો છે. મેં ક્યારેય કોઈ વ્યક્તિગત લાભ વિશે વિચાર્યું નથી, તેથી આવી ઘટનાઓ મને પરેશાન કરે છે, પરંતુ તે જીવનનો એક ભાગ છે.
હું માફ કરી દઉ છું: અસિત મોદી
તેમણે આગળ કહ્યું કે જે કલાકારોએ શો છોડી દીધો છે તેઓ મારી વિરુદ્ધ વાત કરી રહ્યા છે, તે બરાબર છે. હું તેમને કંઈ નહીં કહું. તેમણે મારા શોમાં કામ કર્યું છે અને TMKOC ની સફળતામાં તેમની ભૂમિકા છે. ભલે મેં તેનું નેતૃત્વ કર્યું પણ આ શો દરેકના પ્રયત્નોને કારણે ફેમસ થયો છે. હું આજે જે કશું પણ બનાવી શક્યો તે એકલો બનાવી શક્યો ન હતો. અમે એક ટ્રેન જેવા છીએ. કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી જાય છે, પરંતુ ટ્રેન આગળ વધતી રહેશે. મને ખરાબ લાગે છે, પરંતુ હું તેમને માફ કરું છું, કારણ કે જો મારા હૃદયમાં કોઈ દ્વેષ હોય તો. હું ખુશ નહીં રહું અને લોકોને હસાવી પણ નહીં શકું.
આ પણ વાંચો – ઓરી પ્રિયંકા ચોપડાથી ખૂબ પ્રેરિત છે, કહ્યું- હું જવાબદારી લેવા માંગતો નથી
શોમાં દયાબેન ક્યારે જોવા મળશે?
દયાબેનના પાત્ર વિશે વાત કરતા અસિત મોદીએ કહ્યું કે શોની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે. લોકોની ફરિયાદ છે કે દયાભાભીના ગયા બાદથી તેમને આ શો પસંદ નથી આવ્યો અને હું પણ તેની સાથે સહમત છું. હું દયાભાભીને જલદી જ પાછો લાવીશ. લેખકો અને અભિનેતાઓની આખી ટીમ દયા ભાભીની ખોટને પૂરી કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરે છે. દયાભાભી ટૂંક સમયમાં જ પાછા ફરશે. અમે માત્ર એટલી જ પ્રાર્થના કરી શકીએ છીએ કે દિશા વાકાણી પાછા આવે, જોકે તેમની પાસે પારિવારિક જવાબદારીઓ છે.
અસિત મોદીએ કહ્યું કે તે મારી નાની બહેન જેવી છે અને અમે હજી પણ એક પરિવારની જેમ છીએ. તેમના માટે પાછા આવવું મુશ્કેલ હોઈ શકે છે. મેં આ ભૂમિકા માટે થોડા લોકોને પસંદ કર્યા છે અને તમે ટૂંક સમયમાં જ તેમની સાથે પરિચિત થશો. તેમને ગયાને પાંચ વર્ષ થયા છે અને અમે હજી પણ તેમને યાદ કરીએ છીએ. તે પોતાના સાથી કલાકારોની સાથે-સાથે ક્રૂ ના સભ્યોની પણ ખૂબ કાળજી લેતા હતા. અમારો ઉદ્દેશ દિશા વાકાણી જેવી વ્યક્તિને શોધવાનો છે.