scorecardresearch

TMKOC: જેનિફર મિસ્ત્રી બંસીવાલ પ્રોડ્યુસર અસિત મોદી વિવાદ, પૂર્વ ડાયરેક્ટર માલવ રાજદે કર્યો ખુલાસો

TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક્સ ડાયરેક્ટર માલવ રાજદાએ આ વિશે વાત કરતા જણાવ્યું કે ” જેનિફર સેટ પર સૌથી વધારે ખુશમિઝાજ રહેતા લોકોમાંથી એક છે અને બધાની સાથે સારો વ્યવહાર રાખે છે. આ સિવાય તેને ઘણીબધા ખુલાસા કર્યા છે.

tmkoc acress harassment case
જેનિફર મિસ્ત્રી બંસીવાલે પ્રોડ્યુસર અસિત મોદી પર લગાવેલા આક્ષેપ મામલે પૂર્વ ડાયરેક્ટર માલવ રાજદે એક્ટ્રેસની તરફેણમાં

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) સીરિયલની અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલે (Jennifer Mistry Bansiwal) તાજેતરમાં જ શોના પ્રોડ્યુસર આસિત કુમાર મોદી (Asit Kumarr Modi) સામે જાતીય શોષણનો આક્ષેપ કર્યો હતો. ઉપરાંત શોના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ અને પ્રોજેક્ટ હેડ સોહિલ રામાણી સામે માનસિક ત્રાસ આપવાનો આક્ષેપ કર્યો હતો. આ પછી શોની નિર્દેશન ટીમે પણ એવો દાવો કર્યો હતો કે, જેનિફર પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરતી ન હતી. બીજી તરફ પ્રોજેક્ટ હેડ સોહિલ રામાણી અને જતીન બજાજે પણ આરોપો પર પ્રતિક્રિયા આપી હતી અને દાવો કર્યો હતો કે જેનિફરના ‘ખરાબ વર્તન અને અનુશાસન’ને કારણે કરાર સમાપ્ત કરવામાં આવ્યો હતો. જો કે હવે હવે TMKOCના ભૂતપૂર્વ ડિરેક્ટર માલવ રાજદા જેનિફરના સમર્થનમાં સામે આવ્યા છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક્સ ડાયરેક્ટર માલવ રાજદાએ આ વિશે વાત કરતા જણાવ્યું કે ” જેનિફર સેટ પર સૌથી વધારે ખુશમિઝાજ રહેતા લોકોમાંથી એક છે અને બધાની સાથે સારો વ્યવહાર રાખે છે. ટેક્નિકલ ટીમ હોય, ડાયરેક્શન ટીમ હોય, ડીઓપી હોય, હેર-મેકઅપ હોય કે પછી કો-સ્ટાર્સ, સેટ પર બધાની સાથે તેમના સારા સંબંધ હતા. હું 14 વર્ષથી સેટ પર હતો અને જેનિફરે ક્યારેય પણ મારા સામે કોઈ સાથે દુર્વ્યવહાર નથી કર્યો. તે સેટ પર ક્યારેય પણ ગાળો ન હતી બોલતી.”

આસિત મોદીની તરફથી જેનિફરને અનુશાસનહીન, શૂટિંગ સેટ પર લેટ આવનાર મહિલા વગેરે કહેવામાં આવ્યું છે. જેના પર માલવે કહ્યું, “જ્યાં સુધી એ દાવો કરવામાં આવી રહ્યો છે કે તે સેટ પર મોડા આવતા હતા તો હું કહીશ કે 14 વર્ષમાં એવું ક્યારેય નથી થયું કે તેમના કારણે મારા શૂટને નુકસાન ઉઠાવવું પડ્યું હોય.”

વધુમાં રાજદે કહ્યું કે, “બધા કલાકાર સેટ પર મોડા પહોંચે છે અને આપણે મુંબઈના ટ્રાફિકને જાણીએ છીએ. માટે અડધો કલાક લેટ ઠીક છે. એવું ઘણી વખત થયું છે કે જ્યારે અમે પોતાની તરફથી અભિનેતાઓની શૂટિંગનો સમય 12 કલાકથી વધારે વધારી દીધો હોય. છેલ્લા 14 વર્ષમાં જેનિફરના કારણે મારી શૂટિંગ પર ક્યારેય કોઈ નુકસાન નથી થયું.”

આ પણ વાંચો: તારક મહેતા ફેમ જેનિફર મિસ્ત્રી બંસીવાલે પ્રોડ્યુસર અસિત મોદી પર લગાવેલા આક્ષેપ મામલે કહ્યું….’હું આ પૈસાની લાલચમાં નથી કરી રહી, ન્યાય માટેની લડાઇ’

માલવે વાતચીતમાં જણાવ્યું કે, “ઘણી વખત એવું થયું છે કે જ્યારે તેમણે પોતાનો મેકઅપ અને હેર સ્ટાઈલ પણ જાતી કરી લીધી હોય જેથી શૂટિંગમાં મોડુ ન થાય. તે તેમાંથી એક હતી જે પુરૂષ સહિત દરેક અભિનેતાઓની સાથે બેસતી હતી અને બપોરનું ભોજન કરતી હતી. આ એક કે બે વાર નહીં પરંતુ તેમની દિનચર્યા હતી. મને નથી લાગતું કે કોઈ પણ આવા વ્યક્તિની સાથે વાતચીત કરશે અને બેસશે જે સેટ પર આટલું અપમાનજનક હોય. તે ખૂબ સારી અને બધાની સાથે મિલનસાર હતી.”

Web Title: Tmkoc malav rajda supports actress jenifer mistry bansiwal accused team of harassment

Best of Express