TRS નેતાએ વડાપ્રધાનને લઇ એક ટ્વીટ કર્યું છે. જેને લઇને સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનો ઢગલો થઇ ગયો છે. વાસ્તવિકમાં ટીઆરએસ નેતાએ ટ્વીટ કરીને પ્રશ્ન કર્યો હતો કે, પ્રધાનમંત્રી મોદીને કંઇ વસ્તુ માટે નોબલ એવોર્ડ આપવો જોઇએ? જે અંગે એક્ટર પ્રકાશ રાજે ટિપ્પણી કરી છે કે, તેમને નિરંતર ખોટું બોલવા માટે એવોર્ડ આપવો જોઇએ.
કેટીઆરએ ટ્વીટ કરી લખ્યું હતું કે, જો પીએમ મોદીને એવોર્ડ આપવામાં આવે તો તેમને કંઇ કેટેગરીમાં એવોર્ડ આપવો જોઇએ. જેને લઇને તેમણે વિકલ્પો રજૂ કર્યા છે. પ્રથમ કોવિડ વેક્સિનની શોધ, વિમુદ્રીકરણ અને સ્વિસ કાળું નાણું રિટર્ન, રશિયા-યુક્રેન યુદ્ધને 6 કલાક રોકવું અથવા રડાર થિયરી?
કેટીઆરના ટ્વીટ પર પ્રકાશ રાજે કટાક્ષમાં લખ્યું હતું કે, ખોટું બોલવા માટે નહીં…..પરંતુ સતત સાચું ન બોલવા માટે. પ્રકાશ રાજના આ ટ્વીટ પર સોશિયલ મીડિયા યૂઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે તો કોઇ ભારોભાર મજાક કરી રહ્યા છે.
મોહસિન નામના એક યૂઝર્સે લખ્યું હતુ કે, લોકોની રોજગારી છીનવવા માટે, ધાર્મિક આધાર પર ભેદભાવ માટે. તો સંતોષ નામના અન્ય એક યૂઝરે પ્રતિક્રિયા આપી છે કે, તમામ વિપક્ષી દળોને રોજગાર આપવા માટે પીએમ મોદીને નોબલ એવોર્ડથી સ્માનિત કરવા જોઇએ.
તો ઘણા યૂઝર્સ પ્રકાશ રાજની મજાક ઉડાવતા પણ જોવા મળ્યા છે. જે અંતર્ગત એક યૂઝર્સે લખ્યું હતુ કે, તમે એ કહો તમને કંઇ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવે? તો વિપુલ તેજ રેડ્ડીએ લખ્યું હતુ કે પ્રત્યેક ચૂંટણીમાં તમે બીજાની નૈતિકતા પર સવાલ ઉભા કરો છો, તે અંગે ક્યારેય મૂલ્યાંકન કર્યું છે?
આ સિવાય પ્રકાશ રાજએ નિર્મલા સીતારમનનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં પ્રકાશ રાજે નિર્મલા સીતારમનને સતત ઓછા થતા રૂપિયાના મૂલ્યને લઇ કટાક્ષ કર્યો છે. પ્રકાશ રાજે કટાક્ષી અંદાજમાં કહ્યું હતુ કે રૂપિયા કમજોર નથી થતા, પરંતુ ડોલર મજૂબત થઇ રહ્યો છે. આ વીડિયો શેર કરી પ્રકાશ રાજે લખ્યું છે કે, મૈને ખાયા નહીં, ઉન્હોને મુજે ખિલાયા. માત્ર પૂછી રહ્યો છું.
પ્રકાશ રાજ તેના આ ટ્વીટને લઇને પણ ધેરાયા છે. રંજન ગોવિંદાએ લખ્ચું છે કે, આ સિનેમાવાળા કરન્સીના ઉતાર-ચઢાવ, તણાવના તથ્યોને નહીં સમજે. કારણ કે તે ગ્રાફ વાંચી શકતા નથી. નો મર્સી નામના ટ્વિટર હેન્ડલ પરથી લખાયું છે કે, હું સારો એક્ટર નથી, તે સારી એક્ટિંગ બદલ પૈસા આપે છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલી વાર નથી કે પ્રકાશ રાજે આ પ્રકારનું ટ્વીટ કર્યું હોય અને તેને ટ્રોલ કરવામાં આવ્યો હોય. એક્ટર અવારનવાર ભાજપ સરકાર અને નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરે છે.