Tu Jhoothi Main Makkar Movie: બોલિવૂડના સિતારા રણબીર કપૂર અને ચૂલબુલી અભિનેત્રી શ્ર્દ્ધા કપૂરની ફિલ્મ ‘તુ જુઠી મેં મકાર’8 માર્ચના રોજ હોળીના પર્વ પર સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે.લવ રંજનની આ ફિલ્મમાં બંને કલાકાર લવ અને કોમેડીનો તડકો લગાવતા જોવા મળી રહ્યા છે. બંનેનો મસ્તીખોર અંદાજ બતાવી રહ્યો છે કે ફિલ્મમાં ખૂબ જ ફન છે.ફિલ્મના બીજા દિવસની કમાણીનો આંકડો આવી ગયો છે.
‘તુ જુઠી મેં મક્કાર’ના બીજા દિવસની કમાણી પરથી સ્પષ્ટ છે કે બીજા દિવસે પણ આ ફિલ્મનો બોક્સ ઓફિસ દબદબો યથાવત રહ્યો છે. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટર પર ફિલ્મના કલેક્શન વિશે જણાવ્યું છે.
બીજા દિવસે, ફિલ્મે પીવીઆરમાં 2.44 કરોડ, આઇનોક્સમાં 1.66 કરોડ, સિનેપોલિસમાં 95 લાખની કમાણી કરી હતી. જે બાદ કુલ કલેક્શન 5.05 કરોડ થઈ ગયું છે.
ઉલ્લેખનીય છે કે, ફિલ્મ નિર્માતાઓએ આ ફિલ્મને 1 દિવસ પહેલા રિલીઝ કરી હતી. કારણ કે તેઓ હોળીના તહેવારનો પૂરો લાભ ઉઠાવવા માંગતા હતા. ત્યારે રણબીર-શ્રદ્ધાની આ ફિલ્મ ગુજરાતમાં સારું પ્રદર્શન કરી રહી છે. જો કે જો કે મહારાષ્ટ્રમાં આ ફિલ્મ રજાઓ ના હોવાથી ખાસ કમાણી કરી શકી નથી. ઉત્તરપ્રદેશમાં પણ આશા પર પાણી ફરી વળ્યું છે, પરંતુ વીકેંડ પર ફિલ્મ સારું કલેકશન કરશે તેવી વકી છે. બોલિવૂડ હંગામા અનુસાર, શનિવાર અને રવિવારે બોક્સ ઓફિસ ક્લેક્શનમાં વધારો થાય તેવી સંભાવના છે.