વર્ષ 2023ની ફિલ્મ ‘પઠાણ’થી ધમાકેદાર શરૂઆત થઇ ગઇ છે. આ ફિલ્મ ગઇકાલે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઇ રહી છે. ત્યારે ફિલ્મ અંગે દર્શકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સિવાય પણ કેટલીક એવી જોડીઓ મોટો પડદે જોવા મળશે જે આ પહેલા ક્યારેય સાથે જોવા મળી નથી. હું રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની વાત કરું છું. જી હાં! આ જોડી પ્રથમવાર એકસાથે ફિલ્મ ‘તૂ જુઠી મે મક્કાર’માં પોતાનો જલવો દેખાડશે. આ લવ ડ્રામા ફિલ્મનું ટ્રેલર ગઇકાલે (23 જાન્યુઆરી) ના રોજ રિલીઝ કરી દેવાયું છે.
લવ રંજનની આ ફિલ્મમાં બંને કલાકાર લવ અને કોમેડીનો તડકો લગાવતા જોવા મળી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર મસ્તીથી ભરપૂર જોવા મળી રહ્યું છે. રણબીર અને શ્રદ્ધા બંને પોતાની ભૂમિકામાં જામી રહ્યા છે. બંનેનો મસ્તીખોર અંદાજ બતાવી રહ્યો છે કે ફિલ્મમાં ખૂબ જ ફન છે. ત્યારે ફિલ્મમાં એક સરપ્રાઈઝ એલિમેન્ટ પણ છે અને તે બોની કપૂર છે. ફિલ્મ મેકર બોની કપૂર પ્રથમ વખત આ ફિલ્મના માધ્યમથી અભિનયની શરૂઆત કરી રહ્યા છે.
રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર માટે આ ફિલ્મ અનેક રીતે મહત્વની છે. આ પ્રથમ તક છે જ્યારે બંને ફિલ્મી પડદે સાથે જોવા મળશે. જો કે બંને કલાકાર બાળપણથી એકબીજાને ઓળખે છે. બંનેની વચ્ચે સારી બોન્ડિંગ છે જે ટ્રેલરમાં જોવા મળી રહી છે. બંનેના પિતા ઋષિ અને શક્તિ કપૂર પણ અનેક ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. આવામાં ચાહકો માટે આ સ્ટાર કિડસને સાથે જોવું ખૂબ જ ખાસ હશે.
રાહુલ મોદી અને લવ રંજને આ ફિલ્મને સાથે લખી છે. આ અગાઉ ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’ અને ‘સોનૂ કે ટીટૂ કી સ્વીટી’ લાવી ચૂક્યા છે. આવામાં દર્શકોને આ ફિલ્મ સાથે ઘણી આશાઓ છે. ફિલ્મમાં ડિમ્પલ કાપડિયા પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. ફિલ્મ 8 માર્ચના રોજ રિલીઝ થશે.