ટેલીવિઝન એક્ટ્રેસ તુનિષાની આત્મહત્યાના કારણે સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે. આપધાતના સમાચારે ફેન્સને શોકમાં મૂકી દીધા છે. ટીવી સીરિયલ ‘ઇશ્ક સુભાન અલ્લાહ’માં ઝારા અને ‘ઇન્ટરનેટવાલા લવ’માં આધ્યા શર્માનો રોલ પ્લે કરનારી એક્ટ્રેના મોતના સમાચારથી ફેન્સ દંગ રહી ગયા છે.
ફક્ત 20 વર્ષની તુનિષા આત્મહત્યા કરતા પહેલા એકદમ કૂલ અંદાજમાં મેકઅપ કરાવી રહી હતી, પરંતુ મેકઅપ આર્ટિસ્ટ પાસે જે પણ કરાવી રહી હતી, તે થોડુ વિચિત્ર હતુ.
હકીકતમાં તુનિષા શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર 6 કલાક પહેલા એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે મેકઅપ કરાવતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં એક્ટ્રેસ ખૂબ જ શાંત અને ખૂબસૂરત લાગી રહી છે. તુનિષાના હેર આર્ટિસ્ટ હેર સ્ટાઇલ બનાવી રહ્યા છે અને મેકઅપ આર્ટિસ્ટ મેકઅપ કરી રહ્યાં છે.
આ વચ્ચે એક્ટ્રેસ પોતાનો હાથ આગળ વધારે છે અને કાંડા પર બ્રશથી કટ જેવુ નિશાન બનાવવા લાગે છે. ત્યારે સવાલ એ થાય છે કે આ શૉનો હિસ્સો હતો કે પછી તુનિષાના મનમાં ઉઠેલુ વાવાઝોડુ હતુ. પ્રાપ્ત વિગતો અનુસાર, તુનિષાએ મેકઅપ રૂમની અંદર પંખાથી લટકીને પોતાનું જીવન ટૂંકાવ્યુ.
હાલ પોલીસે આ મામલે તપાસ આરંભી છે. તપાસ દરમિયાન પોલીસના દાવા અનુસાર તેમને કોઇ સુસાઇટ મળી નથી. પરંતુ તુનિષાની માતાએ તેના કો-એક્ટર શીજાન પર તેની દીકરીને હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. જેના આઘારે પોલીસે શીજાનની ધરપકડ કરી લીધી છે. તમને જણાવી દઇએ કે તુનિષાના મૃતદેહને મુંબઇ સ્થિત જેજે હોસ્પિટલમાં રાત 1.30 કલાકે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. ત્યારબાદ 4.30 વાગ્યે આસપાસ એક્ટ્રેસના શવને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે.
આટલી નાની ઉંમરમાં પોતાની ઓળખ બનાવનારી તુનિષાને અલી બાબા દાસ્તાન-એ-કાબુલમાં શહેજાદી મરિયમના રોલથી પોપ્યુલારિટી મળી હતી. 4 જાન્યુઆરી 2002ના રોજ ચંદીગઢમાં જન્મેલી તુનિષાને બાળપણથી જ એક્ટિંગનો જબરો શોખ હતો. પોતાના બર્થ ડેના થોડા દિવસ પહેલા જ આટલુ મોટુ પગલુ ભરીને પોતાના પરિવાર અને ફેન્સને ઝટકો આપ્યો છે.
આ પણ વાંચો: તુનિષા શર્માએ કરી આત્મહત્યા, ટીવી એક્ટ્રેસની લાશ સેટ પર મેકઅપ રૂમમાંથી મળી
ફક્ત 14 વર્ષની ઉંમરમાં ‘ભારત કા વીર પુત્ર- મહારાણા પ્રતામ’માં રાજકુમારી ચંદકંવરની ભૂમિકા ભજવવાનો તેને મોકો મળ્યો હતો. તુનિષાએ ચક્રવર્તી અશોક સમ્રાટ સીરિયલમાં રાજકુમારી અહંકારાની ભુમિકા ભજવી હતી.