Tunisha Sharma Suicide Case: તુનિશા શર્મા મામલામાં શીજાન ખાનની પોલીસ કસ્ટડી વધુ એક દિવસ વધારી દેવામાં આવી છે. બીજી તરફ તુનિશાની માતાએ પ્રેસ કોન્ફરન્સ કરીને શીજાન ખાન પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. તેમનું કહેવું છે કે શીજાને જ તુનિશાને ફાંસીના ફંદાથી ઉતારી અને પછી એમ્બ્યુલન્સ બોલાવી ન હતી. તેમનું કહેવું છે કે આ મર્ડર પણ હોઇ શકે છે. શીજાન તુનિશાને ઇસ્લામ કબૂલ કરાવવા માંગતો હતો. તેમણે એ પણ આરોપ લગાવ્યો કે શીજાનની બહેન તુનિશાને દરગાહ લઇ જતી હતી.
તુનિશા શીજાનથી પ્રભાવિત થઇ રહી હતી
તુનિશાની માતાએ કહ્યું કે તેની પુત્રીના વ્યવહારમાં ફેરફાર થવા લાગ્યો હતો. તે શીજાનની માતાને અમ્મા અને બહેનોને અપ્પી કહેવા લાગી હતી. શીજાને લગ્નનો વાયદો કર્યો હતો અને તેને મુસ્લિમ ધર્મ અપનાવવા માટે પ્રેરિત કરતો હતો. તે શીજાનની માતાને હજારોથી લઇને એક લાખ સુધીની ભેટ આપી ચુકી હતી. તુનિશાની માતાએ કહ્યું કે શીજાને આવું કરવું જોઈતું ન હતું. જો તેનું કોઇ અન્ય યુવતી સાથે અફેર હતું તો તેને તુનિશાને વાયદો કરવો જોઈતો ન હતો.
આ પણ વાંચો – તુનિશા શર્મા આત્મહત્યા કેસ : શીજાન ખાનના જીવનમાં હતી સીક્રેટ ગર્લફ્રેન્ડ, પોલીસને મળી 250 પાનાની ચેટ
શીજાને મારી પુત્રીને મારી હતી થપ્પડ
તુનિશાને માતાએ જણાવ્યું કે તુનિશાએ શીજાનના ફોનમાં એક યુવતી સાથેની ચેટ વાંચી લીધી હતી. જ્યારે તેણે આ વિશે વાત કરવા માંગી તો શીજાને તેને થપ્પડ મારી હતી.
તુનિશા જન્મ દિવસ પર સરપ્રાઇઝ આપવાની હતી
તુનિશાની માતાએ જણાવ્યું કે 4 જાન્યુઆરીએ તેની પુત્રીનો જન્મ દિવસ હતો અને તે અમને સરપ્રાઇઝ બર્થ ડે પાર્ટી આપવાની હતી. તુનિશા 25 ડિસેમ્બરે ક્રિસમસ મનાવવા ચંદીગઢ જવાની હતી પણ 24 તારીખે તેને આત્મહત્યા કરી લીધી હતી.