Tunisha Sharma Case: ટીવી અભિનેત્રી તુનિશા શર્મા આત્મહત્યા કેસને લઇને પોલીસ તેના એક્સ બોયફ્રેન્ડ અને અભિનેતા શીજાન મોહમ્મદ ખાનની (Sheezan Mohammed Khan) પૂછપરછ કરી રહી છે. કોર્ટે શીજાનના પોલીસ રિમાન્ડ બે દિવસ વધારી દીધા છે. હાલમાં જ પોલીસે શીજાનની એક સીક્રેટ ગર્લફ્રેન્ડનો ખુલાસો કર્યો છે. પોલીસે કોર્ટમાં દાવો કર્યો છે કે જે દિવસે તુનિશાએ આત્મહત્યા કરી તે દિવસે શીજાને પોતાની સીક્રેટ ગર્લફ્રેન્ડ સાથે લગભગ દોઢ કલાક વાતચીત કરી હતી.
શીજાને સીક્રેટ ગર્લફ્રેન્ડની વાત સ્વીકારી
તુનિશાની માતાએ શીજાન પર ઘણા ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે શીજાન તેની પુત્રીને દગો આપી રહ્યો હતો. શીજાનના બીજી ઘણી યુવતીઓ સાથે સંબંધ હતા. તુનિશાના માતાના આરોપ પછી પોલીસે તપાસમાં શીજાન ખાનની એક સીક્રેટ ગર્લફ્રેન્ડનો ખુલાસો થયો છે. પોલીસે શીજાન ખાનના નિવેદનને કેમેરા પર રેકોર્ડ કર્યું છે. પોલીસની પૂછપરછમાં શીજાન ખાને પણ સીક્રેટ ગર્લફ્રેન્ડની વાત સ્વીકારી લીધી છે. પોલીસે સીક્રેટ ગર્લફ્રેન્ડની ઓળખ કરી લીધી છે.
આ પણ વાંચો – યૂટ્યૂબર લીના નાગવંશીએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યુ
પોલીસને મળી 250 પાનાની ચેટ
પોલીસ તુનિશા અને શીજાન વચ્ચે થયેલી ચેટની તપાસ કરી રહી છે. આ ચેટ 250થી 300 પાનાની છે અને પોલીસ આ ચેટમાં બન્ને વચ્ચે બ્રેકઅપનું કારણ શોધી રહી છે. આ સાથે પોલીસે તે ચેટને પણ રિટ્રીવ કરવાનો પ્રયત્ન કરી રહી છે જે શીજાને ડિલીટ કરી દીધી છે. શીજાનના ફોનથી તુનિશા અને તેની ઓડિયો રેકોર્ડિંગ પણ મળી છે. જોકે પોલીસ હજુ સુધી તુનિશાનો ફોન અનલોક કરી શકી નથી. પોલીસે સેટ પર થયેલા શૂટની ડીવીઆર પણ કબજામાં લીધી છે.
પોલીસ એ સમજવાનો પ્રયત્ન કરી રહી છે કે શું શૂટિંગ વચ્ચે કોઇ એવી વાત થઇ હતી, જેનાથી ચહેરાના હાવભાવથી વાત સમજી શકાય. પોલીસે રો ફૂટેજ પણ કબજામાં લીધા છે. તમને જણાવી દઇએ કે તુનિશાએ 24 ડિસેમ્બરે ટીવી શો અલી બાબાના સેટ પર ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. જે પછી આત્મહત્યા માટે ઉફસાવવાના આરોપમાં પોલીસે શીજાનની ધરપકડ કરી હતી.