Ulajh Trailer : જાન્હવી કપૂર (Janhvi Kapoor) તાજતેરમાં રાજકુમાર રાવ સાથે મિસ્ટર અને મિસિસ માહીમાં જોવા મળી હતી. એકટ્રેસની નવી ફિલ્મનું ટ્રેલર આજે મંગળવારે રિલીઝ થઇ ગયું છે. જેમાં એકટ્રેસ લંડન એમ્બેસીમાં ભારતના સૌથી યુવા ડેપ્યુટી હાઈ કમિશનર હોય છે. જાન્હવીની ફિલ્મ ‘ઉલજ’ (Ulajh)એકશન થ્રિલર છે જેમાં જાહ્નવી આંતરરાષ્ટ્રીય રાજદ્વારી કટોકટીમાંથી પસાર થઈ રહી છે, જેમાં તેને જાસૂસ અને દેશદ્રોહી તરીકે ગણવામાં આવી છે. ગુલશન દેવૈયા અને રોશન મેથ્યુ પણ અભિનીત, રોમાંચક ફિલ્મનું દિગ્દર્શન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સુધાંશુ સરિયા દ્વારા કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ‘ફિર આઈ હસીન દિલરુબા’ નું ખતરનાક ટીઝર આઉટ, જાણો ક્યારે અને કયા OTT પ્લેટફોર્મ પર થશે રિલીઝ
મુવીમાં જાહ્નવી કપૂરનું નામ સુહાના ભાટિયા છે જે લંડન દૂતાવાસમાં એક યુવાન રાજદ્વારી છે જે તેની નિર્ણાયક સોંપણી દરમિયાન વિશ્વાસઘાત વ્યક્તિગત ષડયંત્રમાં ફસાઈ જાય છે. આ ફિલ્મમાં નેપોટિઝ્મનો મુદ્દો ઉઠાવાયો છે. ટ્રેલરમાં જાણવા મળે છે, એકટ્રેસનું યુવા ડેપ્યુટી હાઈ કમિશનર બનવુંએ નેપોટિઝ્મને આભારી છે. ટ્રેલરમાં આગળ જાન્હવી પોતે કાવતરાં અને છેતરપિંડીનાં જાળમાં ફસાઈ જાય છે કારણ કે તેના પર જાસૂસીનો આરોપ છે.ફિલ્મમાં જાહ્નવી પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે નીકળે છે, તેમ છતાં તેની આસપાસના દરેક લોકોને તેના પર શંકા છે.
ઉલજનું ટ્રેલર :
જાન્હવીએ તેની કારકિર્દીમાં પ્રથમ વખત “રાજદ્વારીની પડકારરૂપ ભૂમિકા” ભજવવા માટે રોમાંચિત છે. તેના માટે એક રસપ્રદ અનુભવ રહ્યો છે. સુધાંશુ સરિયા સાથે કામ કરવું એકટ્રેસ માટે અવિશ્વસનીય રીતે સમૃદ્ધ રહ્યું,સુહાનાનું પાત્ર મજબૂત અને બહુ-પરિમાણીય છે.
જાહ્નવી કપૂરની ફિલ્મ ઉલઝ 2 ઓગસ્ટે રિલીઝ થવાની છે, ઉલઝ ફિલ્મ એકટ્રેસની મિસ્ટર અને મિસિસ માહી પછીની આ વર્ષની બીજી થિયેટર રિલીઝ હશે. પરવીઝ શેખ અને સુધાંશુ સરિયા દ્વારા લખાયેલ ઉલજ ફિલ્મમાં અતિકા ચૌહાણ દ્વારા ડાયલોગ, આદિલ હુસૈન, રાજેશ તૈલાંગ, મેયાંગ ચાંગ, રાજેન્દ્ર ગુપ્તા અને જિતેન્દ્ર જોશી ભૂમિકામાં છે.





