Upcoming Movies 2024 : વર્ષ 2023 મનોરંજનની દ્રષ્ટિએ બોલિવૂડ માટે લકી સાબિત થયું છે. આ વર્ષે ‘પઠાણ’, ‘જવાન’, ‘ગદર 2’ સહિત આવી ઘણી ફિલ્મો રિલીઝ થઈ હતી, જેને દર્શકો અપાર પ્રેમ વરસાવ્યો છે. આવનારું વર્ષ પણ ફિલ્મ પ્રેમીઓ માટે ઘણી શાનદાર ફિલ્મો લઈને આવી રહ્યું છે. અમે તમને આગામી વર્ષમાં રિલીઝ થનારી ફિલ્મોની યાદી તૈયાર કરી છે, જેની તાજેતરમાં જાહેરાત કરવામાં આવી છે.
‘સ્ત્રી 2’ (Stree 2)
રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સ્ત્રી’ ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. ફિલ્મ એક વળાંક પર સમાપ્ત થઈ જેણે દર્શકોને આશ્ચર્યચકિત કર્યા. હવે આ ફિલ્મનો બીજો ભાગ રિલીઝ થશે. રાજકુમારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં ફિલ્મમાં તેના આગામી ભાગની જાહેરાત કરવામાં આવી હતી. આ ફિલ્મ વર્ષ ઓગસ્ટ 2024માં રિલીઝ થવા જઈ રહી છે.
‘પ્રોજેક્ટ કે’ (Project K)
અમિતાભ બચ્ચન, કમલ હાસન, પ્રભાસ, દીપિકા પાદુકોણ અને દિશા પટણી અભિનીત ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ જાન્યુઆરી 2024માં રિલીઝ થવાની છે. આ સાયન્સ ફિક્શન ફિલ્મ નાગ અશ્વિને ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ 2023માં પ્રખ્યાત સાન ડિએગો કોમિક-કોન (SDCC) ખાતે પ્રીમિયર થનારી પ્રથમ ભારતીય ફિલ્મ છે.
‘ભૂલ ભુલૈયા 3’ (Bhool Bhulaiya 3)
અનીસ બઝમીની ‘ભૂલ ભુલૈયા 2’ની સફળતા બાદ, ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. કાર્તિક આર્યને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને ‘ભૂલ ભૂલૈયા’ સિરીઝના ત્રીજા ભાગ વિશે માહિતી આપી હતી. આ ફિલ્મ વર્ષ 2024માં દિવાળીની આસપાસ રિલીઝ થવાની છે.
‘ફાઇટર’ (Fighter)
સિદ્ધાર્થ આનંદની આ ફિલ્મ નવા વર્ષની શરૂઆતમાં એટલે કે 25 જાન્યુઆરી 2024ના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં રિતિક રોશન, દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મનું ટીઝર અને પોસ્ટર સામે આવ્યું છે. દીપિકાના મજબૂત પાત્રને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.
‘મેટ્રો…ઇન દિનો’ (Metro In Dino)
‘મેટ્રો…ઈન દિન’ના નિર્માતાઓએ તાજેતરમાં આ ફિલ્મની જાહેરાત કરી હતી. આ ફિલ્મ 29 માર્ચ, 2024ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂર, સારા અલી ખાન, અનુપમ ખેર, પંકજ ત્રિપાઠી, કોંકણા સેન શર્મા, અલી ફઝલ, નીના ગુપ્તા અને ફાતિમા સના શેખ મુખ્ય ભૂમિકા નિભાવતા જોવા મળશે.
‘ચંદુ ચેમ્પિયન’
ફિલ્મમેકર કબીર ખાને વર્ષ 2022માં પોતાની ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ની જાહેરાત કરી હતી. આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે. આમાં કાર્તિક આર્યન લીડ રોલમાં છે. હાલમાં જ કાર્તિકે ફિલ્મના ટાઈટલ સાથે તેની રિલીઝ ડેટની જાહેરાત કરી હતી. જે 14 જૂન 2024ના રોજ રિલીઝ થશે.
‘લવ સેક્સ એન્ડ ધોખા 2’
એકતા કપૂરે સોશિયલ મીડિયા પર ‘લવ સેક્સ ઔર ધોખા 2’ની ઝલક શેર કરી હતી. આ ફિલ્મ 16 ફેબ્રુઆરી 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. દિબાકર બેનર્જીએ તેનું નિર્દેશન કર્યું છે.
‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’
રાજકુમાર રાવ અને જાહ્નવી કપૂર સ્ટારર રોમેન્ટિક સ્પોર્ટ્સ ડ્રામા ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ 15 માર્ચ, 2024ના રોજ નવા વર્ષમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ પર વર્ષ 2022થી કામ ચાલી રહ્યું છે.
‘બડે મિયાં છોટે મિયાં’ (Bade Miya Chhote Miya)
અલી અબ્બાસ ઝફર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ 2024માં ઈદના અવસર પર રિલીઝ થવાની છે. વાશુ ભગનાની દ્વારા નિર્મિત આ ફિલ્મમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ મુખ્ય ભૂમિકામાં છે. આ સિવાય ફિલ્મમાં મલયાલમ એક્ટર પૃથ્વીરાજ સુકુમારન પણ જોવા મળવાના છે.
‘ધ ક્રૂ’ (The Crew)
તબ્બુ, કરીના કપૂર, ક્રિતિ સેનન અને દિલજીત દોસાંઝ અભિનીત આ ફિલ્મ 22 માર્ચ, 2024ના રોજ રિલીઝ માટે તૈયાર છે. ‘ધ ક્રૂ’ ત્રણ મહત્વાકાંક્ષી મહિલાઓના જીવનની આસપાસ ફરે છે, જેઓ મુશ્કેલીઓથી ઘેરાયેલા હોય છે. આ ફિલ્મનું નિર્દેશન રાજેશ કૃષ્ણન કરી રહ્યા છે.
‘અમર સિંહ ચમકીલા’ (Amar Singh Chamkila)
નેટફ્લિક્સ ઓરિજિનલ ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’ વર્ષ 2024માં રિલીઝ થવા જઈ રહી છે. હાલમાં તેની રિલીઝ ડેટ વિશે માહિતી આપવામાં આવી નથી. આ ફિલ્મમાં દિલજીત દોસાંઝ અને પરિણીતી ચોપરા છે. આ ફિલ્મનું નિર્દેશન ઈમ્તિયાઝ અલીએ કર્યું છે.
‘ મેરે મહેબુબ, મેરે સનમ’ (Mere Mehboob Mere Sanam)
આનંદ તિવારીની આગામી ફિલ્મ ‘મેરે મહેબૂબ મેરે સનમ’ આવતા વર્ષની શરૂઆતમાં એટલે કે 23 ફેબ્રુઆરી, 2024ના રોજ રીલિઝ થવાની હતી, પરંતુ હાલમાં તેની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી છે. આ ફિલ્મમાં વિકી કૌશલ અને તૃપ્તિ ડિમરીની જોડી જોવા મળશે.
આ પણ વાંચો : Rajinikanth : રજનીકાંતના જીવનનો એવો રસપ્રદ કિસ્સો વાંચો જે કદાચ તમે નહીં જાણતા હોય
‘સિંઘમ અગેઇન’ (Singham Again)
રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત ‘સિંઘમ’નો આગામી ભાગ આવી રહ્યો છે. ફિલ્મના પહેલા બે ભાગ ‘સિંઘમ’ અને ‘સિંઘમ રિટર્ન્સ’ આવી ચૂક્યા છે, જેની અપાર સફળતા બાદ આગામી હપ્તા પર કામ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ સ્વતંત્રતા દિવસના અવસર પર રિલીઝ થશે.





