Urfi Javed Lifestyle: બિગ બોસમાંથી પ્રસિદ્ધ થયેલ ઉરફી જાવેદ ઘણીવાર પોતાના અનોખા કપડાં, ડ્રેસિંગ સ્ટાઇલ અને બોલ્ડ અવતારથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબજ વાયરલ થાય છે અને ચર્ચાનો વિષય બને છે. રોજ તેની અવનવી તસવીરો વાયરલ થતી જોવા મળે છે. ઉરફી રોજ કંઈક અલગ નવું પહેરીને મીડિયા સામે આવે છે, જેથી તેને ઘણીવાર ટીકાઓનો સામનો કરવો પડે છે. જો કે ઉરફી પોતાની લાઇફ પોતાની મરજીથી જીવવાની પસંદ કરે છે. આવો જાણીએ ઉરફી જાવેદ વિષે,
કોણ છે ઉરફી જાવેદ:
ઉરફી જાવેદનો જન્મ 15 ઓક્ટોબર 1996 લખનૌના ગોમતીનગરમાં થયો હતો. ઉરફીએ પોતાનાનું પ્રારંભિક શિક્ષણ લખનૌનું શહેર મોન્ટેસરી સ્કૂલથી કરી છે. ત્યારબાદ, સ્નાતકનો અભ્યાસ કરવા માટે લખનૌમાં એમિટી વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ કર્યો હતો. ઉરફીએ એમિટી યુનિવર્સીટીથી માસ કૉમ્યૂનિકેશનમાં ગ્રેજ્યુએશન કર્યું હતું.
આ પણ વાંચો: શાહરૂખ ખાનનો પુત્ર આર્યન કરશે દારૂનો વેપાર, સૌથી મોટી લિકર કંપની સાથે ભાગીદારી અંતર્ગત લોન્ચ કરશે વોડકા
આરજે સિદ્ધાર્થ ક્નનને આપેલ ઇન્ટરવ્યૂમાં ઉરફીએ કહ્યું કે જયારે તે 11 માં ધોરણમાં હતી ત્યારે તેની તસવીરો કોઈકે એડલ્ટ વેબસાઈટ પર અપલોડ કરી હતી. તેના લીધે ઉરફીના પિતાએ લગભગ 2 વર્ષ સુધી તેને શારીરિક અને માનસિક રીતે યાતના આપી હતી. ત્યારબાદ સંબંધીઓ અને પરિવારનો પણ ઉરફીને કોઈ સાથ ન મળ્યો.
ઘરેથી ભાગીને દિલ્લી પહોંચી:
ઉરફીએ RJ Siddharth Kannan ને આપેલ ઇન્ટરવ્યૂમાંમાં કહ્યું હતું કે સગા સંબંધીઓ તરફથી ખુબજ સાંભળ્યું, જેથી ઉરફી પોતાની બંને બહેનોને લઈને દિલ્લી ભાગી ગઈ હતી એન લગભગ એક અઠવાડિયા સુધી એક પાર્કમાં સમય વિતાવ્યો હતો. ત્યારબાદ ઉરફી એક કોલ સેન્ટરમાં જોબ કરતી હતી, અને તેની આર્થિક સ્થિતિમાં સુધાર આવ્યો હતો.
આ પણ વાંચો: વર્ષો બાદ ઐશ્વર્યા રાયે ‘કુછ કુછ હોતા હૈ’ ફિલ્મની ઓફર નકારવાનો કર્યો ખુલાસો, ‘જો તેણે આ મૂવી કરી હતો તો….’
2015 માં પહેલી વાર ટીવી ઇન્ડસ્ટ્રીમાં કર્યું ડેબ્યુ:
મુંબઈ ગઈ એ પૂર્વે ઉરફી દિલ્લીમાં એક ફેશન ડિઝાઈનરના આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ ઉરફી મુંબઈ ગઈ હતી ત્યાં ઉરફીએ મોડલિંગ શરૂ કરી હતી અને થોડા ફેશન શોમાં રેમ્પ વૉક પણ કર્યું હતું. ઉરફીએ ઘણી સિરિયલ એન વેબ સિરીઝ માં ભૂમિકા માટે ઓડિશન પણ આપ્યા હતા અને પરિણામે વર્ષ 2015માં ટીવી સિરિયલ ટેડી મેડી ફેમિલી દ્વારા પહેલી ટીવી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવાનો ચાન્સ મળ્યો હતો.
ઉરફીના પરિવારમાં કોણ-કોણ છે?
ઉરફીન જન્મ એક મધ્યમવર્ગીય મુસ્લિમ પરિવારમાં થયો હતો, તેનો આખો પરિવાર ઇસ્લામ ધર્મ પાળે છે. ઉરફીની માતાનું નામ જાકીયા સુલતાના છે અને પિતાનું નામ ઉરફીએ જણાવ્યું નથી. ઉરફીની માં સિવાય તેની નાની 2 બહેનો છે, જેનું નામ આસફિ જાવેદ અને ડોલી જાવેદ છે. ઉરફી હાલ અપરિણીત છે અને તે કોઈને ડેટ પણ કરી રહી નથી.
કેટલી સંપત્તિની માલિક
ઉરફી જાવેદન ટોટલ નેટવર્થની વાત કરીએ તો તેની નેટવર્થ લગભગ 40 થી 55 લાખની આસપાસ છે. celebwale.com મુજબ તેની કમાણીનો મુખ્ય સ્ત્રોત ટીવી સિરિયલમાં એકટિંગના માધ્યમથી છે. ઉરફી ટીવી શોમાં પ્રત્યેક એપિસોડ માટે લગભગ રૂપિયા 25 હજાર થી 35 હજાર ચાર્જ લે છે. આ સિવાય તે શોશિયલ મીડિયા એકાઉન્ટથી કેટલીક બ્રાન્ડનું પ્રમોશન પણ કરે છે જેનો તે ઘણો ચાર્જ લે છે. ઈન્ટાગ્રામ પર તેના 39 લાખથી વધારે ફોલોર્સ છે.
મીડિયા રીપોર્ટસ મુજબ ઉરફી મુંબઈમાં એક આલીશાન ફ્લેટમાં રહે છે અને ઉરફી પાસે ગાડીઓનું પણ સારું એવું કલેકશન છે. તેની પાસે જીપ કંપાસ એસયુવી છે. જેની ઓન રોડ કિંમત લગભગ 25 લાખ રૂપિયા છે.