scorecardresearch

ઉર્વશી રૌતેલાએ ઋષભ શેટ્ટી સાથે તસવીર શેર કરી, યુઝર્સે રિષભ પંત સંબંધિત મજેદાર કોમેન્ટ કરી

Urvashi Rautela Entry In Kantara 2: બોલિવૂડ એકટ્રેસ ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરીને ‘કાંતારા 2’ (Kantara 2) માં પોતાની એન્ટ્રી અંગે ખુલાસો કર્યો છે.

ઉર્વશી રૌતેલા
ઉર્વશી રૌતેલા ફાઇલ તસવીર

Actress urvashi rautela: બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને ઋષભ પંતનું નામ ફરી એકવાર સોશિયલ મીડિયા પર જોરશોરમાં ચર્ચામાં છે. ડિસેમ્બર 2022માં ઋષભ પંત કાર અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જે બાદ તેની સર્જરી થઈ હતી. ભારતીય ક્રિકેટરો હવે રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યા છે. રિષભ પંતે 10 ફેબ્રુઆરી 2023ના રોજ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે તે હવે સ્વસ્થ થઈ રહ્યો છે.

View this post on Instagram

A post shared by Urvashi Rautela (@urvashirautela)

હકીકતમાં સાઉથ સિનેમાની બ્લોક બસ્ટર ફિલ્મ ‘કાંતારા’ના બીજા ભાગનો ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ‘કાંતારા 2’ ખૂબ જ ઓછા સમયમાં મોટા પડદા પર ધૂમ મચાવતી જોવા મળશે. ફિલ્મના બીજા પાર્ટને લઈને એક મોટું ટ્વિસ્ટ સામે આવ્યું છે. આ ટ્વિસ્ટ એ છે કે ‘કાંતારા 2’ માં ઉર્વશી રૌતેલાની એન્ટ્રી થઈ ગઈ છે.

ઋષભ શેટ્ટી સ્ટારર બ્લોકબસ્ટર ફિલ્મમાં આ વખતે ઉર્વશી રૌતેલા પણ તેની એક્ટિંગનો જલવો દેખાડતી જોવા મળશે. એક્ટ્રેસ ઉર્વશીએ પોતે આ વાતનો ખુલાસો કર્યો છે. ઉર્વશીએ ઋષભ શેટ્ટી સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરમાં તે ‘કાંતારા’ એક્ટર સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. પોસ્ટ શેર કરતા ઉર્વશી રૌતેલાએ લખ્યું, ‘કાંતારા 2 @rishabshettyofficial લોડિંગ #RS.’ ઉર્વશી રૌતેલાની આ જાહેરાત બાદ ચાહકોનું એક્સાઈટમેન્ટ હાઈ લેવલ પર છે.

View this post on Instagram

A post shared by Urvashi Rautela (@urvashirautela)

આ સિવાય ઘણા લોકો પોસ્ટ પર ઉર્વશીની મજાક કરતા પણ જોવા મળ્યા હતા. એક યુઝરે લખ્યું કે તમારી લાઈફમાં કેટલા ઋષભ જોડાયા છે દીદી. જ્યારે બીજાએ કહ્યું ઋષભ પંત નહી તો ઋષભ શેટ્ટી. ઋષભ પંત સાથે જોડાયેલુ નામ કાંતારા અને ઋષભ શેટ્ટીના ચાહકો માટે આજનો દિવસ ખુશીનો હતો. જ્યારે બીજી તરફ ઉર્વશી રૌતેલાએ પણ તેના ચાહકોને ખુશ થવાની તક આપી.

આ પણ વાંચો: Sidharth kiara wedding Photos: સિદ્ધાર્થ કિયારાના રિસેપ્શનની પ્રથમ તસવીર, કપલ સિમ્પલ લુકમાં પણ છવાયા

એ વાત અલગ છે કે અભિનેત્રીની પોસ્ટ પછી યુઝર્સે ફરી એકવાર ઋષભ પંતને યાદ કર્યો. જો કે આ પહેલીવાર નથી કે જ્યારે ઉર્વશીની પોસ્ટ જોયા બાદ લોકો તેનું નામ ઋષભ પંત સાથે જોડવા લાગ્યા.

Web Title: Urvashi rautela entry in rishabshetty kantara 2 movie rishab pant fans reaction instagram

Best of Express