‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ વૈશાલી ઠક્કરની આત્મહત્યાની ઘટનાથી સમગ્ર ટેલીવુડ આધાતમાં છે. પોલીસને વૈશાલી ઠક્કરના ઘરેથી તેની આઠ પાનાંની સુસાઇડ નોટ મળી છે, જેમાં તેણે આ અગમ્ય પગલું લવ ટ્રાયંગલમાં કે કોઇના બ્લેકમેલિંગના કારણે ભર્યુ છે? લોકડાઉન બાદ તે પોતાના કરિયર અંગ શું વિચારી રહી હતી? તે મુંબઇના બદલે લાંબા સમયથી ઇન્દોરમાં શા માટે રોકાઇ રહી હતી? તે તમામ પ્રશ્નોના પ્રશ્નો વૈશાલી ઠક્કરની સુસાઇટ નોટમાં છે.
રાહુલે મને બ્લેકમેલ કરી, મારા ફોટા મંગેતરને મોકલી સગાઇ તોડાવી દીધી
વૈશાલી ઠક્કરના ઘરેથી પોલીસને મળેલી સુસાઈડ નોટમાં રાહુલ નવલાનીનો ઉલ્લેખ છે. વૈશાલીએ લખ્યું કે ‘રાહુલે મને પરેશાન કરી છે. તેણે મારી ફ્રેન્ડશીપનો ફાયદો ઉઠાવ્યો છે. રાહુલે મને એટલી બધી ટોર્ચર કરી કે છેવટે મારે આત્મહત્યા કરવી પડી રહી છે. રાહુલે બ્લેકમેલ કરીને મારા ફોટા પડાવી લીધા હતા. પછી આ ફોટો-વિડિયો મારા મંગેતર અભિનંદન (NRI ડૉક્ટર – બિઝનેસમેન)ને મોકલ્યા. ત્યારબાદ વૈશાલી-અભિનંદનની સગાઈ તૂટી ગઈ હતી. વૈશાલીએ ડાયરીના છેલ્લા પાને લખ્યું છે કે પાપા-ભાઈ તમને ખૂબ પ્રેમ કરું છું, પરંતુ રાહુલ અને તે છોકરીને સજા અપાવજો. વૈશાલીએ સુસાઈડ નોટમાં તે અઢી વર્ષ કરતા વધારે સમયથી પરેશાન હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.
વૈશાલીએ આ સુસાઇડ નોટમાં રાહુલ નવલાની અને તેન પત્ની દિશા નવલાની પર માનસિક ટોર્ચ કરવાનો આરોપ મૂક્યો છે. ત્યારબાદ પોલીસે આ દંપતિ સામે કલમ-306 (આત્મહત્યા માટે મજબૂર કરવા બદલ) નો કેસ દાખલ કર્યો છે.
પોલીસે શું કાર્યવાહી કરી?
વૈશાલી ઠક્કરના ઘરેથી સુસાઇડ નોટ મળ્યા બાદ પોલીસે કડક તપાસ કાર્યવાહી હાથ ધરી છે. સુસાઇડ નોટમાં વૈશાલીએ તેને ટોર્ચર કરનાર રાહુલ નવલાનીનો ઉલ્લેખ કર્યો છે. આથી પોલીસે રાહુલની ધરપકડ કરીને પુછપરછ હાથ ધરી છે.
પોલીસ આરોપી રાહુલની રવિવારે જ ધરપકડ કરી દીધી હતી. સુત્રોના જણાવ્યા મુજબ પોલીસે રાહુલની તેના ઘરે જ ધરપકડ કરી હતી. પોલીસને જ્યાં વૈશાલીની સુસાઇડ નોટ મળી, ત્યારે રાહુલ ઘરમાં જ હતો. હાલ પોલીસ તેની પુછપરછ કરી રહી છે. પોલીસનું કહેવુ છે કે, રાહુલ નવલાની વૈશાલી ઠક્કરનો પડોશમાં રહે છે અને રાહુલ તેની સાથે લગ્ન કરવા માંગતો હતો.
પોલીસનું કહેવું છે કે જો જરૂર પડશે તો સગા-સંબંધીઓ ઉપરાંત સુસાઈડ નોટમાં જેમના નામ છે તે તમામ વ્યક્તિઓની પણ કાયદેસર પૂછપરછ કરવામાં આવશે. જપ્ત કરાયેલા મોબાઈલના કોલ રેકોર્ડિંગ અને મેસેજની પણ તપાસ કરવામાં આવશે. ડિલિટ કરાયેલા મોબાઇલ મેસેજ અથવા કૉલ હિસ્ટ્રી પણ રિકવર કરવામાં આવશે.
આ પણ વાંચોઃ- ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ વૈશાલી ઠક્કરનું નિધન, લવ અફેરમાં આત્મહત્યા કરી હોવાની શંકા
કોણ છે રાહુલ નવલાણી ? વૈશાલી સાથે શું સંબંધ હતો?
વૈશાલી ઠક્કરે સુસાઇડ નોટમાં જે રાહુલ નવલાણી નામની વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે તે તેનો એક્સ- બોયફ્રેન્ડ હોવાનું સામે આવ્યુ છે. વૈશાલી અને રાહુલ બંને રિલેશનશિપમાં હતા. રાહુલ કથિત વૈશાલીને હેરાન કરતો હતો અને તેના લગ્ન થવા દેતો ન હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે, ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં પાત્ર ભજવીને પ્રસિદ્ધિ મેળવનાર ટેલીવુડ એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે 15 ઓક્ટોબરે ઈન્દોરમાં તેના ઘરમાં પંખે લટકીને આત્મહત્યા કરી છે. અભિનેતાના પાડોશી રાહુલ નવલાની અને તેની પત્ની દિશા વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. વૈશાલી ઠક્કર ઇંદોરના સાઇ બાગ સ્થિત ઘરમાં લગભગ 1 વર્ષથી રહેતી હતી. આ જ ઘરમાં પોલીસને વૈશાલીનો મૃતદેહ પંખે લટકેલી હાલતમાં મળી આવ્યો છે.