Varanasi Teaser: રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’ ની પ્રથમ ઝલક જોવા મળી, મહેશ બાબુનો દમદાર લુક

Varanasi Teaser : એસએસ રાજામૌલીની ફિલ્મ 'વારાણસી' ની પ્રથમ ઝલક પ્રશંસકો મળી ગઇ છે. એસએસ રાજામૌલીની ફિલ્મ વારાણસીનું હૈદરાબાદમાં એક લાઈવ ઈવેન્ટમાં ટીઝર લોન્ચ કરવામાં આવ્યું હતું

Written by Ashish Goyal
November 15, 2025 23:02 IST
Varanasi Teaser: રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’ ની પ્રથમ ઝલક જોવા મળી, મહેશ બાબુનો દમદાર લુક
સએસ રાજામૌલીની ફિલ્મ વારાણસીમાં મહેશ બાબુ રુદ્રની ભૂમિકા ભજવે છે (Pic: SS Rajamouli/ X)

Varanasi Teaser: એસએસ રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’ ની પ્રથમ ઝલક પ્રશંસકો મળી ગઇ છે. એસએસ રાજામૌલીની ફિલ્મ વારાણસીનું હૈદરાબાદમાં એક લાઈવ ઈવેન્ટમાં ટીઝર લોન્ચ કરવામાં આવ્યું હતું. મહેશ બાબુનો ફર્સ્ટ લુક પણ શેર કરવામાં આવ્યો હતો.

ગ્લોબટ્રોટર ઈવેન્ટમાં ફિલ્મનું ટીઝર ખૂબ જ ધામધૂમથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મહેશ બાબુ, પ્રિયંકા ચોપરા અને રાજામૌલી હાજર રહ્યા હતા. ટીઝર હાલમાં ફક્ત મહેશ બાબુની પહેલી ઝલક જોવા મળી રહી છે. જોકે આ નાની ઝલક તેમના ચાહકોને ઉત્સાહિત કરવા માટે પૂરતી છે. ફિલ્મના ટીઝરને ભવ્ય VFX નો ઉપયોગ કરીને ભવ્ય રીતે રજૂ કરવામાં આવ્યું છે.

ટીઝરમાં મહેશ બાબુ નંદી પર બેઠેલા અને હાથમાં ત્રિશૂળ જોવા મળે છે. તેમના પાત્રનું નામ રુદ્ર હશે. ટીઝરમાં રૂદ્રને જોવા માટે ચાહકો ઉત્સાહિત હતા. આ ટીઝર હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં એક વિશાળ કાર્યક્રમમાં લોન્ચ કરવામાં આવ્યું હતું , જ્યાં અંદાજે 50,000 ચાહકો એકઠા થયા હતા.

આ પણ વાંચો – 3 ઇડિયટ્સ નો મિલીમીટર હવે બની ગયો સેન્ટિમીટર, લાગે છે એકદમ હેન્ડસમ, કરી લીધા લગ્ન

આ કાર્યક્રમ પહેલા, મહેશ બાબુએ હોટસ્ટાર દ્વારા શેર કરાયેલા એક વીડિયોમાં આ જાહેરાતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે મહિનાઓથી તમે પૂછી રહ્યા છો અને હવે સમય આવી ગયો છે. 15 નવેમ્બરના રોજ, દુનિયા આપણી કહાની પહેલું પગલું ભરશે. આપણે આપણા હૃદયથી શું બનાવી રહ્યા છીએ તેનો અનુભવ કરો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ