Varun Dhawan Keerthy Suresh In Baby John Songs: ફિલ્મ ઈન્ડસ્ટ્ર્રીઝ આજકાલ પરિવર્તનના સમયમાંથી પસાર થઇ રહી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બોલીવૂડના લોકો સાઉથમાં સાથે કામ કરી રહ્યા છે અને સાઉથના લોકો બોલીવૂડમાં સાથે કામ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં હવે સાઉથ અને બોલીવૂડની નવી જોડી વરુણ ધવન-કીર્તિ સુરેશ જોવા મળવાની છે. બંને એટલી કુમારની ફિલ્મ ‘બેબી જ્હોન’માં સાથે જોવા મળવાના છે. ચાહકો તેની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન, હવે તેની ફિલ્મનું પહેલું સિંગલ રિલીઝ થવા જઈ રહ્યું છે, જેનું નામ નૈન મટકા છે.
વરુણ ધવન અને કીર્તિ સુરેશ બેબી જ્હોન માં કરશે નૈન મટાકા
વરુણ ધવન અને કીર્તિ સુરેશ બેબી જ્હોન માં જોવા મળવાના છે. આ ફિલ્મના પહેલા ગીતનો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. નૈન મટકા ગીતના પ્રોમોએ ચાહકોનો ઉત્સાહ વધુ વધારી દીધો છે. ગીતનો પ્રોમો એટલીએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેણે પત્ની પ્રિયા એટલીને પણ ટેગ કરી છે.
બોબી જ્હોનના નૈન મટકા ગીતના પ્રોમોમાં કીર્તિ સુરેશ સાથે વરુણ ધવનની જોડી શાનદાર દેખાય છે. બંનેની કેમેસ્ટ્રી કમાલની લાગે છે. સાથે જ ગીતના મ્યુઝિક અને ડાન્સ સ્ટેપ્સથી લઈને દરેક વસ્તુ જબરદસ્ત છે. આવી સ્થિતિમાં, તે કહેવું ખોટું નહીં હોય કે જ્યારે ગીતનો પ્રોમો આટલો ધમાકેદાર હશે, ત્યારે તેનો સંપૂર્ણ વીડિયો આના કરતા વધુ ધમાકેદાર હશે.
નૈન મટકા ગીત ક્યારે રિલિઝ થશે
જો નૈન મટકા ગીતના રિલીઝની વાત કરીએ તો આ ગીત ટૂંક સમયમાં જ યૂટ્યૂબ પર રિલીઝ થશે. ગીતનો પ્રોમો શેર કરવાની સાથે તેની રિલીઝ ડેટ પણ શેર કરવામાં આવી છે. નૈન મટકા ગીત 25 નવેમ્બરે રિલીઝ થશે. તેની રિલીઝને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. આ વીડિયો શેર કરવાની સાથે એટલીએ લખ્યું, ‘સ્ક્વોડ, સાઉન્ડ, બેબી જ્હોન, રિધમ ચેક કરો.
ક્રિસમસ પર રિલીઝ થશે બેબી જ્હોન
જો કે બેબી જોન ફિલ્મની વાતની કરીએ તો આ ફિલ્મ ક્રિસમસ પર 25 ડિસેમ્બરે રિલીઝ થશે. આવું પહેલીવાર હશે જ્યારે વરુણ ધવન દિગ્દર્શક એટલી કુમાર અને દક્ષિણની અભિનેત્રી કીર્તિ સુરેશ સાથે કામ કરી રહ્યો છે. આ એક એક્શન એન્ટરટેઇનર ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્માણ જવાન ના દિગ્દર્શક એટલીએ કર્યું છે અને તેનું નિર્દેશન કાલીસે કર્યું છે. તમને જણાવી દઈએ કે બેબી જ્હોન 2016માં આવેલી ફિલ્મ થેરીની હિન્દી રીમેક છે.





