ધર્મેન્દ્ર હેલ્થ અપડેટ। પીઢ અભિનેતાને હોસ્પિટલમાંથી રજા મળી, પરિવારએ શું નિવેદન આપ્યું?

Dharmendra Health Update | ધર્મેન્દ્ર 31 ઓક્ટોબરથી હોસ્પિટલમાં દાખલ હતા, અને સવારે 7:30 વાગ્યે તેમને રજા આપવામાં આવી છે.

Written by shivani chauhan
November 12, 2025 10:52 IST
ધર્મેન્દ્ર હેલ્થ અપડેટ। પીઢ અભિનેતાને હોસ્પિટલમાંથી રજા મળી, પરિવારએ શું નિવેદન આપ્યું?
પીઢ ફિલ્મ સ્ટાર ધર્મેન્દ્રના સ્વાસ્થ્યમાં સુધારો, અપડેટ | Dharmendra health update

ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય અપડેટ | પીઢ અભિનેતા ધર્મેન્દ્ર (Dharmendra) ને આજે સવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ તેમને 31 ઓક્ટોબરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં, ધર્મેન્દ્રની ટીમે જણાવ્યું હતું કે અભિનેતાને નિયમિત તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

ધર્મેન્દ્ર હેલ્થ અપડેટ

89 વર્ષીય દેઓલ છેલ્લા કેટલાક અઠવાડિયાથી હોસ્પિટલમાં આવતા-જતા રહે છે. બ્રીચ કેન્ડી હોસ્પિટલના ડૉ. પ્રતીત સમદાનીએ મીડિયાને જણાવ્યું હતું કે, ” ધર્મેન્દ્રજીને સવારે 7.30 વાગ્યે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પરિવારે તેમની સારવાર ઘરે જ કરવાનો નિર્ણય લીધો હોવાથી તેમની ઘરે જ સારવાર કરવામાં આવશે.” હવે, એક સત્તાવાર નિવેદનમા દેઓલ પરિવારે કહ્યું છે કે અભિનેતા ઘરે જ સ્વસ્થ થઈ જશે. તેમણે બધાને અટકળોથી દૂર રહેવાની પણ વિનંતી કરી હતી.

પરિવાર દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “શ્રી ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તેઓ ઘરે જ તેમની રિકવરી ચાલુ રાખશે. અમે મીડિયા અને જનતાને વિનંતી કરીએ છીએ કે તેઓ વધુ અટકળોથી દૂર રહે અને આ સમય દરમિયાન તેમની અને પરિવારની ગોપનીયતાનો આદર કરે. અમે તેમના સતત રિકવરી, સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે દરેકના પ્રેમ, પ્રાર્થના અને શુભેચ્છાઓની કદર કરીએ છીએ. કૃપા કરીને તેમનો આદર કરો કારણ કે તેઓ તમને પ્રેમ કરે છે.”

ધર્મેન્દ્ર નિધન અફવા પર શત્રુઘ્ન સિંહાએ આપી પ્રતિક્રિયા, જાણો મિત્ર માટે શું કહ્યું?

થોડા દિવસોથી, પીઢ અભિનેતાના સ્વાસ્થ્ય વિશે અનેક અહેવાલો ઓનલાઈન ફરતા હતા. સોમવારે, એવું કહેવામાં આવ્યું હતું કે ધર્મેન્દ્ર ગંભીર હતા અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા, જોકે અભિનેતાના પરિવારે આ અહેવાલોને નકારી કાઢ્યા હતા. મંગળવારે, અભિનેતા વિશેના કેટલાક અહેવાલો ઓનલાઈન સામે આવ્યા પછી, તેમની પત્ની હેમા માલિનીએ X પર એક કડક નિવેદન આપીને અફવાઓને નકારી દીધી હતી.

તેણે લખ્યું, “જે થઈ રહ્યું છે તે અક્ષમ્ય છે! જવાબદાર ચેનલો એવી વ્યક્તિ વિશે ખોટા સમાચાર કેવી રીતે ફેલાવી શકે છે જે સારવારનો પ્રતિભાવ આપી રહી છે અને સ્વસ્થ થઈ રહી છે? આ અત્યંત અપમાનજનક અને બેજવાબદાર છે. કૃપા કરીને પરિવાર અને તેની ગોપનીયતાની જરૂરિયાતને યોગ્ય માન આપો.”

ધર્મેન્દ્રની પુત્રી એશા દેઓલે પણ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “મીડિયા વધુ પડતું કામ કરી રહ્યું છે અને ખોટા સમાચાર ફેલાવી રહ્યું છે. મારા પિતા સ્થિર છે અને સ્વસ્થ થઈ રહ્યા છે. અમે દરેકને વિનંતી કરીએ છીએ કે અમારા પરિવારની ગોપનીયતા આપો. પપ્પાના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરવા બદલ આભાર.”

સની દેઓલના નજીકના સૂત્રો પાસેથી મળેલી લેટેસ્ટ માહિતી મુજબ , ધર્મેન્દ્ર સારવારનો પ્રતિભાવ આપી રહ્યા હતા. આમિર ખાન , સલમાન ખાન , શાહરૂખ ખાન, આર્યન ખાન, ગોવિંદા અને અમીષા પટેલ જેવી ઘણી હસ્તીઓએ પણ હોસ્પિટલમાં અભિનેતાને મળવા માટે પહોંચ્યા હતા.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ