આજે વિકી અને કેટરીના બી-ટાઉનના સૌથી પ્રિય કપલ્સમાંથી એક છે. વિકી કૌશલ અને કેટરીના કૈફ લગ્ન પછી એકબીજા વિશે ખુલ્લીને વાત કરે છે. હાલ વિકી કૌશલ તેની નવી ફિલ્મ ‘ઝરા હટકે ઝરા બચકે’ને કારણે સતત ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેની સાથે સારા અલી ખાન પણ છે. ત્યારે બંને થોડા દિવસ પહેલા ફિલ્મના પ્રમોશન માટે ધ કપિલ શર્મા શોમાં પહોંચ્યા હતા. આ દરમિયાન વિકીએ જણાવ્યું કે, લગ્ન પછી તેણે પોતાનો પહેલો જન્મદિવસ કેવી રીતે ઉજવ્યો.
વિકી કૌશલનો જન્મદિવસ 16 મેના રોજ હતો. આ અંગે જણાવતા અભિનેતાએ કહ્યું કે, મેં હંમેશની જેમ મારા મિત્રો સાથે સેલિબ્રેટ કર્યો. કેટરીના પણ આ ગ્રુપમાં જોડાઈ એટલે અમે બધાએ સાથે મળીને ઉજવણી કરી.વિક્કી કૌશલે વધુમાં જણાવ્યું કે, કેટરિના કૈફ પ્લાનિંગના મામલે તેમના કરતા ઘણી સારી છે. તે નાની-નાની બાબતોનું ખાસ ધ્યાન રાખે છે.
આ સાથે વિકી કૌશલે જણાવ્યું કે,”અમારા બંનેમાં કેટરિના પ્લાનર છે . એટલું મારું માઇન્ડ કામ કરતું નથી જેટલું તેનું કરે છે. મહત્વનું છે કે, વિકી કૌશલ અને કેટરિના કૈફે કોઇને ખબર ન પડે એવી રીતે લગભગ બે વર્ષ સુધી ડેટ કરી રહ્યા હતા. ન તો એક સાથે કોઈ તસવીર શેર કરી ન તો કોઈ ઈવેન્ટ કે પાર્ટીમાં સાથે દેખાયા. જો કે, ચાહકોને બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું છે તેવો અહેસાસ તો થતો જ હતો. વિકી કૌશલ અને કેટરીના કૈફે વર્ષ 2022માં રાજસ્થાનમાં સવાઇ માઘોપુર ખાતે લગન કર્યા હતા.
આ પણ વાંચો: દીપિકા પાદુકોણે પતિ રણવીર સિંહની શેર કરેલી મીમ જોઇને તમે હસવું નહીં રોકી શકો
વિકી કૌશલની લેટેસ્ટ ફિલ્મ ‘ઝરા હટકે ઝરા બચકે’ વિશે વાત કરીએ તો તેની ફિલ્મ દર્શકોને આકર્ષવામાં સફળ રહી. 2 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મે વિશ્વભરમાં અત્યાર સુધીમાં 50 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.