Vicky Kaushal Chhatrapati Shambhaji Maharaj Look : બોલિવૂડનો દમદાર એક્ટર વિકી કૌશલ હાલમાં પોતાની અપકમિંગ અને ઐતિહાસિક ડ્રામા છાવા: ધ ગ્રેટ વોરિયરને લઇને ભારે ચર્ચામાં છે. વિકી કૌશલની કેટલીક તસવીરો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ તસવીરમાં એક્ટર જટાધારીના અવતારમાં જોવા મળી રહ્યો છે.
લક્ષ્મણ ઉતેકર દ્રારા નિર્દેશિત ફિલ્મ છાવા: ધ ગ્રેટ વોરિયર મુવીમાં વિકી કૌશલ છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકામાં નજર આવશે. છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકામાં ફિટ બેસવા માટે અભિનેતાએ લાંબી દાઢી અને મૂછો પણ રાખી છે. આ સાથે એક્ટરના વાળ પણ લાંબા દેખાઇ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વિકી કૌશલ આ રોલ માટે 25 કિલો વજન વધારવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
છત્રપતિ શિવાજી મહારાજના પરાક્રમની ગાથાઓ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે છત્રપતિ શિવાજીની જેમ તેમના પુત્ર છત્રપતિ સંભાજીએ પણ પોતાનું જીવન દેશ અને હિન્દુત્વ માટે સમર્પિત કર્યું હતું.
આ પણ વાંચો : આખરે શુક્રવારે જ કેમ થાય છે મુવી રિલીઝ? શું છે કારણ? દિલચસ્પ છે કહાની
છત્રપતિ સંભાજી રાજેનો જન્મ 14 મે 1657ના રોજ પુરંદર દુર્ગ, પુણે (Pune) ખાતે છત્રપતિ શિવાજી મહારાજની બીજી પત્ની સાઈબાઈને ત્યાં થયો હતો. છત્રપતિસંભાજી માત્ર બે વર્ષના હતા ત્યારે તેમની માતાનું અવસાન થયું હતું. તેમનો ઉછેર તેમના દાદી જીજાબાઈએ કર્યો હતો. જીજાબાઈએ સંભાજીમાં બહાદુરી અને પરાક્રમના બીજ વાવ્યા હોવાનું મનાય છે. ચૌદ-પંદર વર્ષની ઉંમરે સંભાજીમાં રાજાને કવિતા અને લેખનમાં રસ પડ્યો. આ સમયગાળા દરમિયાન જ તેઓ સંસ્કૃતના વિદ્વાન બન્યા.
વિકી કૌશલ છાવા સિવાય બેડ ન્યૂઝ મુવીમાં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે તૃપ્તિ ડિમિરી અને અન્ય એક્ટર પણ છે. બેડ ન્યૂઝ મુવી 19 જુલાઇએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.





