Vicky Kaushal : વિકી કૌશલ તેના પિતાના સંધર્ષના દિવસોને યાદ કરી ભાવુક થયો, કહ્યું, ખુદને આગ પણ લગાવી અને….

Vicky Kaushal : બોલિવૂડ અભિનેતા વિકી કૌશલે બહુ ઓછા સમયમાં લોકોના દિલમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. ત્યારે વિકી કૌશલે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તેના પિતા શ્યામ કૌશલ અને પત્ની કેટરીના કૈફ અંગે મહત્વપૂર્ણ ખુલાસો કર્યો હતો.

Written by mansi bhuva
July 26, 2023 07:41 IST
Vicky Kaushal : વિકી કૌશલ તેના પિતાના સંધર્ષના દિવસોને યાદ કરી ભાવુક થયો, કહ્યું, ખુદને આગ પણ લગાવી અને….
Vicky Kaushal : વિકી કૌશલ તેના પિતાના સંધર્ષના દિવસોને યાદ કરી ભાવુક થયો, કેટરીના કૈફના પણ વખાણ કર્યા

Vicky Kaushal : બોલિવૂડનો હેન્ડસમ હંક વિકી કૌશલ ટૂંક સમયમાં હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની શાનદાર એક્ટિંગનો જલવો બતાવી આગવું સ્થાન હાંસિલ કર્યું છે. વિકી કૌશલે મસાન, ઉરી, ઝરા હટકે ઝરા બચકે જેવી ઘણી ફિલ્મોમાં અદ્ભૂત એક્ટિંગ કરી છે. વિકી કૌશલે બહુ ઓછા સમયમાં લોકોના દિલમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. જો કે તેના માટે અભિનેતાએ ઘણી આકરી મહેનત કરી છે. આ દરમિયાન વિકી કૌશલે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તેના પિતા શ્યામ કૌશલ અને પત્ની કેટરીના કૈફ અંગે મહત્વપૂર્ણ ખુલાસો કર્યો હતો.

એક ઇન્ટરવ્યુમાં વિકી કૌશલે તેના પિતાના પ્રારંભિક સંઘર્ષને યાદ કરી કહ્યું હતું કે, “જ્યારે તે નાનો હતો ત્યારે મારા પિતા મારાથી અને મારા નાના ભાઇથી તેની તકલીફો છુપાવતા હતા. વધુમાં વિકી કૌશલે કહ્યું હતું કે, મારા પિતા એક્શન ડાયરેક્ટર બન્યા પહેલાં સ્ટંટમેન હતા. તેણે 10 વર્ષ સુધી સ્ટંટમેન તરીકે આ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. તે સમયે ભાગ્યે જ સેફ્ટી પ્રિકોશન મળતા હતા, છતાં તેઓ સ્ટંટ કરતા હતા. મારા પિતાએ અમારા માટે ઘણી મહેનત કરી છે.”

આ ઉપરાંત વિકી કૌશલે જણાવ્યું હતું કે, “મારા પિતાએ સ્ટંટ સમયે ખુદને આગ પણ લગાવી છે અને કોઇ પણ જાતની સલામતી વિના 10 માળની ઇમારતથી કૂદકો પણ માર્યો છે. આ સિવાય ઘણું બધું કર્યું છે. તેમની પાસે કોઇ વિકલ્પ ન હતો. કારણ કે તેઓએ આવા ખતરનાક સ્ટંટ ન કર્યા હોત તો અમારુ ભરપોષણ કેવી રીતે કરી શકેત? વધુમાં વિકી કૌશલે જણાવ્યું હતું કે, એક વાર તો સ્ટંટ કરતી વખતે તેઓને હાથમાં ફેક્ચર થયું હતું. તેમની પાસે તેની સ્ટ્રટીમેન્ટના પૈસા ન હતા. કારણ કે અમને બે ટકનુ ભોજન મળે તે તેમના માટે વધુ મહત્વપૂર્ણ હતું. હજુ પણ મારા પિતાની હડ્ડી તુટેલી જ છે. “

મહત્વનું છે કે, કેટરિના કૈફને વિકી કૌશલ કરતાં ઈન્ડસ્ટ્રીમાં વધુ અનુભવ છે તે વાતને કોઇ શંકા નથી. વિકી કૌશલ પણ માને છે કે, કેટરિનાની સમજ અને અનુભવ તેને ઇન્ડસ્ટ્રીમાં વ્યવહારિક રીતે મદદ કરે છે. એક ઇન્ટરવ્યુમાં એક્ટર વિકી કૌશલે પોતાની પત્ની અને એકટ્રેસ કૈટરીના કેફના વખાણ કર્યા હતા. વિકીએ કેટરિનાના વખાણ કરતા કહ્યું કે, કૈટરીના ખૂબ જ મહેનતી છે, તેથી જ તેની પાસે આજે આટલું જ્ઞાન છે.આ સિવાય કેટરિના કૈફ ખૂબ જ લાગણીશીલ હોવા છતાં કામની વાત આવે ત્યારે તે પ્રેક્ટિકલ બની જાય છે. તે લાંબા સમયથી ઇન્ડસ્ટ્રીમાં છે તેથી તે દરેક બાબતને સારી રીતે સમજે છે.”

આ પણ વાંચો : Gadar: ફિલ્મથી વધારે દર્દનાક છે ગદરના તારા સિંહ અને શકીનાની રિયલ લવ સ્ટોરી, પાકિસ્તાની પ્રેમિકાની બેવફાઇ ને ભારતીય પ્રેમીએ કરી આત્મહત્યા

વધુમાં વિકીએ કહ્યું હતું કે, જો તમારે એક સક્સેસફુલ મહિલાના સારા પતિ બનવું હોય તો તમારે પહેલા એક સારા વ્યક્તિ બનવું પડશે. ઘણી વખત રિલેશનશીપમાં તમને ગમતી વસ્તુઓ છોડી દેવી જોઈએ. કારણ કે હવે વસ્તુઓ તમારા બંને વિશે છે. સાચું કહું તો એણે મને ઘણી મદદ કરી છે. મને જે સૌથી મોટો ટેકો મળ્યો છે તે એ છે કે, તે ફેક્ટને ફેક્ટના રૂપમાં સામે લાવે છે.”

આ સાથે વિકી કૌશલે જણાવ્યું હતું કે, ક્યારેક હું ખૂબ થાકેલો હોવ છું ત્યારે પણ હું તેને મારો ડાન્સ બતાવું છું. જ્યારે કામ અને નિર્ણય લેવાની વાત આવે છે ત્યારે તે ખરેખર એવી વાતો કહે છે જે ભૂલો અને અનુભવોમાંથી જ શીખી શકાય છે. જ્યારે પણ કેટરીના મને કોઈ બાબત પર સલાહ અથવા અભિપ્રાય આપે છે, ત્યારે હું જાણું છું કે, મારે તેને ગંભીરતાથી લેવું જોઈએ, કારણ કે તે ખૂબ જ સમજી વિચારીને બોલે છે. જેની તમને જરૂર હોય છે.”

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ