બોલિવૂડનું સૌથી લવેબલ કપલ કેટરીના કૈફ અને વિકી કૌશલ હંમેશા કોઇ કારણસર ચર્ચામાં રહે છે. હાલ સોશિયલ મીડિયા પર કેટરીના કૈફની પ્રેંગનન્સીના સમાચાર જોરશોરમાં ચાલી રહ્યાં છે. આ વચ્ચે વિકી કૌશલએ નિવેદન આપ્યું છે કે, તે કેટરીના કૈફ માટે પરફેક્ટ પતિ નથી, તે પ્રતિદિન ખુદને પરફેક્ટ બનાવવાનો પ્રયાસ કરે છે.
વિકી કૌશલ તાજેતરમાં લાઇફસ્ટાઇલ એશિયા સાથે ખાસ વાત કરી હતી. જેમાં વિકીએ કહ્યું હતુ કે, કેટરીના કૈફ સાથે લગ્ન (Katrina Kaif Marriage) કર્યા બાદ તેમની જિંદગી એકદમ બદલાવ ગઇ છે. આ સાથે અભિનેતાએ કહ્યું કે, જ્યારે તમે એકલા રહો છો અને લગ્ન બાદ જીવનમાં ઘણા બધા બદલાવ આવી જાય છે. હંમેશા તમારી સાથે એક વ્યક્તિ હોય છે, જેનો દ્રષ્ટિકોણ સમજવા મળે છે અને તેમાંથી ઘણું શીખવા પણ મળે છે.
વિક્કી કૌશલે કહ્યું, “તેના જીવનની તમામ નકારાત્મક સમસ્યાઓ હવે સકારાત્મકમાં ફેરવાઇ ગઈ છે. વિકીએ વધુમાં કહ્યું કે, “તે એક સુંદર અહેસાસ છે કે કેવી રીતે એક વ્યક્તિ બીજી વ્યક્તિના દૃષ્ટિકોણને સમજવાનું શરૂ કરે છે અને તે જ ખરેખર વ્યક્તિનો ગ્રોથ છે.” ‘ફેન્સનો પ્રેમ બદલ આભાર’.
સલમાન ખાન અને રણબીર કપૂર સાથેના રિલેશનશિપ બાદ કેટરીનાએ વિકીમાં પરફેક્ટ પાર્ટનર જોયો અને તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો. બંનેએ 9 ડિસેમ્બર 2021ના રોજ સવાઈમાધોપુરના એક રિસોર્ટમાં લગ્ન કર્યા હતા. (ફોટો ક્રેડિટ્સ: કેટરિના કૈફ ઇન્સ્ટાગ્રામ)