Vidyut Jamwal : વિદ્યુત જામવાલની ન્યૂડ તસવીરો જોઇને યૂઝર્સે કહ્યું, રણવીર સિંહની…

Vidyut Jamwal : પોતાની ખાસ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહેનાર એક્ટર વિદ્યુત જામવાલ ક્યારેક બરફના નાહતો જોવા મળે છે તો ક્યારેક તે જંગલોમાં વર્કઆઉટ કરતો જોવા મળે છે. હાલમાં એક્ટરે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર કેટલીક એવી તસવીરો શેર કરી છે જેને જોઇને ઘણા લોકો આશ્ચર્યચકિત થઇ ગયા છે.

Written by mansi bhuva
December 11, 2023 11:02 IST
Vidyut Jamwal : વિદ્યુત જામવાલની ન્યૂડ તસવીરો જોઇને યૂઝર્સે કહ્યું, રણવીર સિંહની…
Vidyut Jamwal : વિદ્યુત જામવાલની ફાઇલ તસવીર

Vidyut Jamwal : બોલિવૂડ અને સાઉથના જાણીતા અભિનેતા વિદ્યુત જામવાલ તેના એક્શન સીન અને અભિનયને કારણે જોરશોરથી ચર્ચામાં છે. હાલમાં એક્ટર ફિલ્મી દુનિયાથી દુર છે. આ દરમિયાન વિદ્યુત જામવાલાની કેટલીક એવી તસવીરો સામે આવી છે જેણે ઇન્ટરનેટ પર સનસની મચાવી દીધી છે. એક્ટરની ન્યૂડ તસવીરો સોશિયલ મીડિયા પર જંગલની આગાની જેમ વાયરલ થઇ રહી છે.

પોતાની ખાસ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહેનાર એક્ટર વિદ્યુત જામવાલ ક્યારેક બરફના નાહતો જોવા મળે છે તો ક્યારેક તે જંગલોમાં વર્કઆઉટ કરતો જોવા મળે છે. હાલમાં એક્ટરે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર કેટલીક એવી તસવીરો શેર કરી છે જેને જોઇને ઘણા લોકો આશ્ચર્યચકિત થઇ ગયા છે. આ તસવીરોમાં એક્ટર જંગલમાં જોવા મળી રહ્યો છે. એક તસવીરમાં અભિનેતા રસોઇ બનાવતો જોવા મળે છે, જ્યારે બીજી તસવીરમાં તે નદીમાં નહાતો જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર ધૂમ મચાવનારી તસવીરોમાં વિદ્યુત જામવાલ ન્યૂડ અવસ્થામાં જોવા મળી રહ્યો છે. તેથી નેટીઝન્સ વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- ‘જો તમે એકલા છો તો તસવીર કોણે ક્લિક કરી.’ એકે લખ્યું- ‘આજથી આ ફિલ્મનો બહિષ્કાર કરીએ, દરેક દેશનું વાતાવરણ બગાડી રહ્યા છે.’ તો ઘણા લોકોએ રણવીર સિંહની કંપનીની અસર કહી. તે જ સમયે, કેટલાક ચાહકો આ તસવીરોને ડિલીટ કરવાની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Top 5 Web Series : વર્ષ 2023ની ટોપ 5 ક્રાઇમ થ્રીલર વેબ સીરિઝ

વિદ્યુતે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે તે હિમાલયની પર્વતમાળામાં પરત ફર્યો છે અને આ કોઈ સ્વર્ગીય સ્થળથી ઓછું નથી. તે છેલ્લા 14 વર્ષથી અહીં આવે છે. વિદ્યુત વર્ષમાં 7 થી 10 દિવસ માટે અહીં આવે છે અને એકલા રહેવાનું પસંદ કરે છે. તેઓ તેમના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવ્યા પછી જ આરામદાયક અનુભવે છે. આ લાંબી પોસ્ટની સાથે વિદ્યુત જામવાલ આ ખાસ દિવસે પોતાના નવા પ્રોજેક્ટ વિશે પણ વાત કરે છે. મહત્વનું છે કે, એક્ટર ટૂંક સમયમાં જ ક્રેકમાં જોવા મળવાનો છે. જે 23 ફેબ્રુઆરી 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ