Vijay Deverakonda : સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડા (Vijay Deverakonda) પોતાની શાનદાર એક્ટિંગનો જલવો બતાવીને લાખો લોકોના દિલો પર રાજ કરે છે. વિજય દેવરકોંડા આજે 9 મેના રોજ પોતાનો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યો છે. વિજય દેવરકોંડાનું સાચું નામ (Vijay Deverakonda Real Name)દેવેરકોંડા વિજય સાઇ છે . વિજય દેવેરાકોંડાએ હૈદરાબાદથી 12મી સુધી અભ્યાસ કર્યો અને પછી કોમર્સની ડિગ્રી મેળવી. વિજય દેવરકોંડાનો નાનો ભાઈ આનંદ દેવેરકોંડા પણ તેલુગુ અભિનેતા છે.
વિજયએ 2011માં આવેલી ફિલ્મ નુવ્વિલા અને 2012માં રિલીઝ થયેલી ફિલ્મ લાઇફ ઇઝ બ્યુટીફુલથી કરિયરની શરૂઆત કરી હતી. જાણીને નવાઇ લાગશે કે ફિલ્મોમાં એન્ટ્રી કરતા પહેલાં વિજય ટ્યૂશન લેતો હતો. પહેલી સેલરી 500 રૂપિયા હતી. વિજય દેવરકોંડાને આકરી મહેનત કર્યા પછી સફળતા હાથ લાગી છે. વિજય દેવરકોંડાની એક ફિલ્મે તેનું સંપૂર્ણ જીવન બદલી નાંખ્યું હતું

વિજય દેવરકોંડાની ફિલ્મ અર્જૂન રેડ્ડીએ એક્ટરની કિસ્મત ચમકાવી દીધી હતી. વિજય દેવરકોંડા પોતાના અંગત જીવનને લઇને પણ ભારે ચર્ચામાં રહે છે. વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ગીતા ગોવિંદમ અને 2019માં આવેલી ફિલ્મ ડિયર કોમરેડ લોકોને ખુબ પસંદ આવી હતી
આ બંને ફિલ્મમાં વિજય દેવરકોંડા સાથે રશ્મિકા મંદાના મહત્વની ભુમિકામાં જોવા મળી હતી. આ ફિલ્મો પછી લોકોમાં એવી ચર્ચા વહેતી થઇ કે વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના એકબીજાને ડેટ કરી રહ્યા છે. એવું કહેવાય છે કે, ટૂંક સમયમાં બંને લગ્ન કરી શકે છે.
વિજય દેવરાકોંડા કરોડોની સંપત્તિના માલિક છે. મોંઘી કાર અને પ્રાઈવેટ જેટ ધરાવતા વિજય દેવરાકોંડા વોલીબોલ ટીમનો માલિક પણ છે. વિજય દેવરકોંડા એક ફિલ્મ માટે લગભગ 12 કરોડ રૂપિયા ફી લે છે. બોલિવૂડ ફિલ્મ લાઇગર માટે એક્ટરે 35 કરોડ રૂપિયા ફી લીધી હતી.
વિજય દેવરકોંડા હૈદરાબાદનો પોશ વિસ્તાર જુબલી હિલ્સ વિસ્તારમાં સ્થિત લકઝરી બંગલામાં રહે છે. જેની કિંમત લગભગ 15 કરોડ રૂપિયા છે. વિજય દેવરકોંડા પાસે 68 લાખની મર્સિડિઝ, દોઢ કરોડની વોલ્વો એક્સ્સી 90 SUV, લેંડ રોવર રેજ રોવર, ફોર્ડ મસ્ટેંગ અને BMW 5 જેવી કાર છે. આ સિવાય વિજય પ્રાઇવેટ જેટનો પણ માલિક છે.
વિજય દેવરકોંડા રિપોર્ટ્સ અનુસાર, જાહેરાત, મોડલિંગ અને બિઝનેસથી તગડી કમાણી કરે છે. વિજય દેવરકોંડા બ્લેકહોક્સ વોલીબોલ ટીમનો સહમાલિક છે. વિજય દેવરકોંડા લગભગ 65 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે.





