દિલ પે ચલાઈ છુરિયાં: રસ્તા પર ગાતો સુરતનો રાજુ કલાકાર ટી-સીરીઝના વીડિયોમાં ચમક્યો, VIDEO

Raju Kalakar Viral Video: ઇન્ટરનેટ ખરેખરમાં એક અદ્ભુત વસ્તુ છે, ટી-સીરીઝના વીડિયોમાં સુરતના રાજુ કલાકારને જોયા પછી લોકો આ વાત કહી રહ્યા છે. રસ્તા પર ગીત ગાઈને વાયરલ થનાર રાજુ સોનુ નિગમ અને ટી-સીરીઝના ધ્યાનમાં આવ્યો અને હિટ થઈ ગયો છે.

Written by Rakesh Parmar
July 14, 2025 18:05 IST
દિલ પે ચલાઈ છુરિયાં: રસ્તા પર ગાતો સુરતનો રાજુ કલાકાર ટી-સીરીઝના વીડિયોમાં ચમક્યો, VIDEO
ટી-સીરીઝે સોનુ નિગમના ગીત 'દિલ પે ચલાઇ છુરિયાં'નું ટ્રેન્ડિંગ વર્ઝન રિલીઝ કર્યું છે. (તસવીર: Instagram)

ટી-સીરીઝે સોનુ નિગમના ગીત ‘દિલ પે ચલાઇ છુરિયાં’નું ટ્રેન્ડિંગ વર્ઝન રિલીઝ કર્યું છે. તેના બેકગ્રાઉન્ડની કહાની ખૂબ જ રસપ્રદ છે. સુરતનો રાજુ કલાકાર છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એક વીડિયોમાં તે હાથમાં બે માર્બલના ટુકડા સાથે સોનુ નિગમનું ગીત ‘દિલ પે ચલાઇ છુરિયાં’ ગાતો જોવા મળે છે. આ ક્લિપ એટલી વાયરલ થઈ કે તે સોનુ નિગમ સુધી પહોંચી અને થોડા દિવસો પહેલા સોનુ નિગમ રાજુ સાથે જોવા મળ્યો. પછી ટી-સીરીઝે વચન આપ્યું હતું કે સોમવાર સુધીમાં કંઈક ખાસ આવવાનું છે. આખરે રાહ પૂરી થઈ.

વીડિયો પર લોકોની પ્રતિક્રિયાઓ

‘દિલ પે ચલાઈ છુરિયાં’ વીડિયોમાં અવાજ સોનુ નિગમનો છે, સોંગમાં અંજલિ અરોરા છે જે કચ્ચી બદામ પર ડાન્સ કરીને વાયરલ થઈ હતી. તેની સાથે રાજન અરોરા, ઋષભ શુક્લા અને દીપક ગર્ગ વગેરે છે. વીડિયો પર મિક્સ પ્રતિક્રિયાઓ મળી છે. એક વ્યક્તિએ લખ્યું છે કે, ટી-સીરીઝ પ્રત્યે આદર વધ્યો છે કારણ કે તેઓએ ગીતમાં વાસ્તવિક કલાકારને લીધા છે. કેટલાક લોકો લખી રહ્યા છે કે ગીત ઠીક છે પણ અંજલિ અરોરાને ન લેવી જોઈતી હતી. કેટલાક લોકો તેને વર્ષ 2025નું ટ્રેન્ડિંગ ગીત કહી રહ્યા છે.

સુરતનો રાજુ ઇન્સ્ટાગ્રામ પર ફેમસ

રાજુ કલાકાર ઇન્સ્ટાગ્રામ પર છે અને અહીં 231k લોકો તેને ફોલો કરી રહ્યા છે. રાજુએ 6 જૂને પહેલો વીડિયો અપલોડ કર્યો હતો અને હવે ફોલોઅર્સની સંખ્યા વધી શકે છે. યુટ્યુબ પર તેના ઘણા શોર્ટ્સ પણ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે આ ગીત કેટલાક લોકોની સામે ગાયું હતું અને સોનુ નિગમનું ગીત બેકગ્રાઉન્ડમાં મૂક્યું હતું. તેનો અવાજ એકદમ ફિટિંગ હતો અને તેનો વીડિયો વાયરલ થયો હતો. આ પછી જ રાજુ કલાકાર લોકોની નજરમાં આવ્યો અને પછી સોનુ નિગમ અને ટી-સિરીઝની નજરમાં આવ્યો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ