India’s Top 25 Celebrity Brand Value List 2024 : વિરાટ કોહલીને સતત ત્રીજા વર્ષે ભારતનો સૌથી વધુ મૂલ્યવાન સેલિબ્રિટી બ્રાન્ડ જાહેર કરવામાં આવ્યો છે. ક્રોલના તાજેતરના અહેવાલ મુજબ, વિરાટ કોહલીની બ્રાન્ડ વેલ્યુ 231.1 મિલિયન ડોલર આંકવામાં આવી છે . અહેવાલમાં એ પણ ખુલાસો થયો છે કે ભારતના ટોચના 25 સેલિબ્રિટીઓની સંયુક્ત બ્રાન્ડ વેલ્યુ 2024માં 8.6 ટકા વધને 2 અબજ ડોલરને વટાવી ગઇ છે, જે દેશમાં સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટની વધતી જતી શક્તિને ઉજાગર કરે છે.
Top 25 Celebrity Brand Value In India 2024 : ટોચના 10 સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યૂ
ભારતના ટોચના 10 સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યૂ યાદીમાં રણવીર સિંહે પોતાનું બીજું સ્થાન જાળવી રાખ્યું, જોકે તેની બ્રાન્ડ વેલ્યુ ઘટીને $170.7 મિલિયન થઈ ગઈ. આ દરમિયાન, બોક્સ ઓફિસ પર જોરદાર વાપસી કરનાર શાહરૂખ ખાને પોતાનું ત્રીજું સ્થાન જાળવી રાખ્યું. તેની બ્રાન્ડ વેલ્યુ લગભગ 21% વધીને $145.7 મિલિયન થઈ ગઈ.
આલિયા ભટ્ટે પણ પોતાની સ્થિર વૃદ્ધિ જાળવી રાખી, 116.4 મિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે ચોથું સ્થાન મેળવ્યું. સૌથી આશ્ચર્યજનક ઉમેરો સચિન તેંડુલકરનો છે, જે એન્ડોર્સમેન્ટની નવી લહેરને કારણે ટોચ 10માં પાંચમું સ્થાન મેળવ્યું છે. તેમની બ્રાન્ડ વેલ્યુ 112.2 મિલિયન ડોલર સુધી પહોંચી ગઈ.
ટોચના 10 સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યૂ યાદીમાં મોટાભાગના નામ યથાવત છે. અક્ષય કુમાર છઠ્ઠા સ્થાને છે, જેમની બ્રાન્ડ વેલ્યુ $108 મિલિયન હતી. દીપિકા પાદુકોણ અને એમએસ ધોની સંયુક્ત રીતે સાતમા સ્થાને હતા, જેમની બ્રાન્ડ વેલ્યુ $102.9 મિલિયન હતી. ઋતિક રોશન $92.2 મિલિયનની બ્રાન્ડ વેલ્યુ સાથે નવમા સ્થાને પહોંચ્યા છે. આ દરમિયાન, મેગાસ્ટાર અમિતાભ બચ્ચન $83.7 મિલિયનની બ્રાન્ડ વેલ્યુ સાથે દસમા નંબર પર છે.
ભારતના ટોપ 10 સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યૂ યાદીમાં મોટી છલાંગ
સ્ટાર ખેલાડીઓ ઉપરાંત, કેટલીક સેલિબ્રિટીઓએ પણ 2024માં નોંધપાત્ર છલાંગ લગાવી હતી. કૃતિ સેનન 27મા ક્રમેથી 19મા ક્રમે પહોંચી ગઈ. તમન્ના ભાટિયા 21મા ક્રમે પહોંચી ગઈ. ક્રિકેટ સ્ટાર જસપ્રીત બુમરાહ 22મા ક્રમે પહોંચ્યો છે, તો અનન્યા પાંડે 46મા ક્રમેથી છલાંગ લગાવી 25માં ક્રમે પહોંચી ગઈ, અને પહેલી વાર ટોપ 25માં સામેલ થઇ છે.
સેલિબ્રિટી | 2024 બ્રાન્ડ રેન્ક | બ્રાન્ડ વેલ્યૂ (મિલિયન ડોલર) | 2023 બ્રાન્ડ રેન્ક |
---|---|---|---|
વિરાટ કોહલી | 1 | 231.1 | 1 |
રણવીર સિંહ | 2 | 170.7 | 2 |
શાહરૂખ ખાન | 3 | 145.7 | 3 |
આલિયા ભટ્ટ | 4 | 116.4 | 5 |
સચિન તેંદુલકર | 5 | 112.2 | 8 |
અક્ષય કુમાર | 6 | 108.0 | 4 |
દીપિકા પદુકોણ | 7 | 102.9 | 6 |
મહિન્દ્રસિંહ ધોની | 8 | 102.9 | 7 |
ઋતિક રોશન | 9 | 92.2 | 11 |
અમિતાભ બચ્ચન | 10 | 83.7 | 9 |