Virat Anushka Wedding Anniversary: વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ 11 ડિસેમ્બર 2017 ઇટાલીમાં નજીકના સંબંધીઓ સાથે લગ્ન કર્યા હતા અને ત્યારબાદ ભારતમાં બંને દિલ્લી અને મુંબઈમાં રિસેપ્શન પાર્ટી આપી, જ્યાં તમામ હસ્તી પહોંચી હતી. કોહલીએ એક શોમાં ખુલાસો કરતા કહ્યું હતું કે વિરાટે કદી પોતાની પ્રેમિકા અનુષ્કા શર્માને પ્રોપઝ કર્યું ન હતું, કેમ કે તે લોકો જાણતા હતા કે તેઓ એકબીજાની હંમેશા સાથે રહેવા માટેજ બન્યા છે.
સુનીલ છેત્રીના શોમાં કોહલીએ કર્યો ખુલાસો:
ફૂટબોલ લેજેન્ડ સુનીલ છેત્રી સાથેની વાતચીત દરમિયાન કોહલીએ કહ્યું કે તેણે ક્યારેય અનુષ્કાને પ્રપોઝ કર્યું નથી. તેણે કહ્યું કે જ્યારે તમે પ્રેમમાં હોવ ત્યારે દરેક દિવસ વેલેન્ટાઈન ડે જેવો અને ખાસ હોઈ શકે છે. અમને ક્યારેય પ્રપોઝ કરવાની જરૂર જણાતી નથી. અમે હંમેશા જાણતા હતા કે અમે એકબીજા સાથે લગ્ન કરવા જઈ રહ્યા છીએ. આ અંગે અમારી વચ્ચે ક્યારેય કોઈ શંકા નહોતી.
આ પણ વાંચો: હિંદી સિનેમાની ગ્લેમરસ અભિનેત્રી રતિ અગ્નિહોત્રી ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાને લઇ બની હતી પતિના અત્યાચારનો શિકાર
વિરાટ-અનુષ્કાની જોડી જે વિરુષ્કાના નામથી જાણીતી છે તે કમાણીના મામલે ઘણી આગળ છે. GQ ઈન્ડિયા મેગેઝિન અનુસાર, વિરાટ કોહલીની કુલ સંપત્તિ લગભગ 900 કરોડ રૂપિયા છે. તે જ સમયે, અનુષ્કા શર્માની સંપત્તિ લગભગ 350 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. હવે આવી સ્થિતિમાં અમારા લગ્નમાં કરોડોનો ખર્ચ થવાનો જ છે. અનુષ્કાએ અત્યાર સુધીમાં લગભગ 19 ફિલ્મો કરી છે. તેનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે.
આ પણ વાંચો: શું સલમાન ખાન તેનાથી 24 વર્ષ નાની અભિનેત્રી પૂજા હેગડેના પ્રેમમાં છે? ઉમેર સંધૂએ ટ્વીટ કર્યુ
બંને ગયા વર્ષે પુત્રીના માતા-પિતા બન્યા છે, વિરાટ અનુષ્કાની જોડીની ખાસ વાતએ છે કે બંને હંમેશા એકબીજાના સુખ દુઃખમાં સાથે હોય છે અને એકબીજાને સપોર્ટ કરે છે. વિરાટના ખરાબ પ્રદર્શન માટે જયારે અનુષ્કાને ટ્રોલ કરાય છે ત્યારે ટ્રોલનો જવાબ પણ વિરાટ આપે છે.