બોલિવૂડના હીમેન ધર્મેન્દ્ર હવે 87 વર્ષની ઉંમરમાં ઓટીટીની દુનિયામાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. ધર્મેન્દ્ર ZEE5ની વેબ સીરિઝમાં સુફી સંત શેખ સલીમ ચિશ્તીનું પાત્ર ભજવી રહ્યા છે. ધર્મેન્દ્ર ઓટીટી પ્લેટફોર્મ ZEE5ની સીરિઝ ‘તાજ-ડિવાઈડેડ બાય બ્લડ’થી ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. આજે 16 ફેબ્રુઆરીએ અભિનેતાએ આ વેબ સીરિઝનો ફર્સ્ટ લૂક ટ્વિટર પર શેર કર્યો છે.
શેખ સલીમ ચિસ્તીના લૂકમાં ધર્મેન્દ્રની એવી તો કાયાપલટ કરવામાં આવી છે કે, તેમને ઓળખવા પણ મુશ્કેલ છે. ધર્મેન્દ્રએ તેના લુકને શેર કરીને તેની વેબ સિરીઝની જાહેરાત કરી દીધી છે. આ તસવીર જોઇને એક યુઝરે પોતાની પ્રતિક્રિયા આપી તેને સ્ટ્રગલિંગ એક્ટર કહ્યા.
ખરેખર તો ધર્મેન્દ્રએ પોતાનો લુક શેર કરી કેપ્શનમાં લખ્યું કે, “મિત્રો, હું તાજ ફિલ્મમાં શેખ સલીમ ચિસ્તી નામના સૂફી સંતની ભૂમિકા ભજવી રહ્યો છું. એક નાનું પણ મહત્વનું પાત્ર. તમારી શુભેચ્છાની જરૂર છે. આ પછી તેમના ચાહકોએ તેને શુભેચ્છા પાઠવી અને તેના લુકના ઘણા વખાણ કર્યા. જ્યારે વૈષ્ણવ નામના યુઝરે લખ્યું કે, “તે એક સ્ટ્રગલિંગ એક્ટર જેવું વર્તન કેમ કરી રહ્યા છે?”
વૈષ્ણવના પ્રશ્નનો ધર્મેન્દ્રએ ખૂબ જ સરસ જવાબ આપ્યો. તેણે લખ્યું, “વૈષ્ણવ, જીવન એક સુંદર સંઘર્ષ છે, તું, હું બધા સંઘર્ષ કરી રહ્યા છીએ. આરામ એટલે તમારા સુંદર સપનાનો અંત..તમારી સુંદર યાત્રાનો અંત”.
આ સીરીઝ એક પીરિયડ ડ્રામા છે, જેમાં મુઘલ સામ્રાજ્ય સાથે જોડાયેલી વસ્તુઓ સારી રીતે બતાવવામાં આવશે. આ સીરીઝમાં અદિતી રાવ હૈદરી અનારકલી, આશિમ ગુલાટી પ્રિન્સ સલીમ, તાજા શાહ પ્રિન્સ મુરાદ, ઝરીના વહાબ રાની સલીમા, સંધ્યા મૃદુલ રાની જોધાબાઈ અને મિર્ઝા હકીમની ભૂમિકામાં રાહુલ બોસ જોવા મળશે. આ સીરીઝમાં ધર્મેન્દ્ર સુફી સંત શેખ સલીમ ચિશ્તીનું પાત્ર ભજવી રહ્યા છે. આ સીરીઝમાં નસીરુદ્દીન શાહ બાદશાહ અકબરના રોલમાં જોવા મળશે. આ સીરીઝનું નિર્દેશન રોનાલ્ડ સ્કૈલ્પેલો કરી રહ્યા છે અને આ સીરીઝની સ્ટોરી સાઈમન ફેન્ટાજોએ લખી છે.
આ પણ વાંચો: બિગ બોસ 16 વિજેતા MC Stanએ વિરાટ કોહલીને માત આપીને નોંધાવ્યો રેકોર્ડ
કોણ હતા સુફી સંત શેખ સલીમ ચિશ્તી
શેખ સલીમ ચિશ્તી એક સુફી સંત હતા, જેમણે અકબર અને તેના પુત્ર સલીમને આશીર્વાદ આપ્યો હતો કે ભવિષ્યમાં તે જહાંગીરના નામે પ્રસિદ્ધ થશે. ફતેહપુર સીકરીમાં અકબરે સુફી સંત શેખ સલીમ ચિશ્તીના નામે એક પવિત્ર મકબરો પણ બનાવ્યો હતો.