Who Is Tanya Mittal Bigg Boss 19 Contestants : સલમાન ખાનના લોકપ્રિય શો બિગ બોસ 19 શરૂ થઇ ગયો છે. બિગ બોસ 19 શોમાં ઘણા સ્પર્ધકો છે. હવે લોકો આ રિયાલિટી શોના સ્પર્ધકો વિશે જાણવા ઉત્સક છે. આ બધા વચ્ચે તાન્યા મિત્તલે દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. યંગ મિલિયનર અને ઇન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર તાન્યા મિત્તલ વિશે બિગ બોસના દર્શકો જાણવા ઉત્સુક છે. બ્યુટી વિથ બ્રેઇન તાન્યા મિત્તલ સ્ટાઇલ અને પ્રેરક અભિગમ માટે જાણીતી છે અને ઓનલાઈન યુવા પ્રેક્ષકોમાં એક મજબૂત ઓળખ બનાવી છે. ચાલો જાણીયે તાન્યા મિત્તલ કોણ છે, શું કરે છે અને કેટલી સંપત્તિની માલકીન છે.
તાન્યા મિત્તલ કોણ છે?
જો તમે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરો છો, તો તમે ત્યાં ક્યારેક ને ક્યારેક તાન્યા મિત્તલને જોઇ હશે. તેના વીડિયો, રીલ્સ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ છે. તાન્યા મિત્તલ મધ્યપ્રદેશના ગ્વાલિયરની રહેવાસી છે. તે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હોવાની સાથે સાથે એક બિઝનેસવુમન પણ છે. પોતાની મહેનત અને લગનથી તેમણે પોતાની સફળતાની કહાની લખી છે.
તાન્યા મિત્તલ શું બિઝનેસ કરે છે?
વિદ્યાર્થીકાળમાં શાંત રહેતી તાન્યા મિત્તલ આજે એક જાણીતું નામ છે. તેણે ‘હેન્ડ મેડ લવ’ નામની પોતાની બ્રાન્ડ શરૂ કરી હતી, જે હેઠળ તે હેન્ડબેગ, હેન્ડિક્રાફ્ટ અને સાડીનો બિઝનેસ કરે છે. એવું કહેવામાં આવે છે કે તેણે વિવિધ ક્ષેત્રોમાંથી 400 થી વધુ એવોર્ડ જીત્યા છે. આ સિવાય તેના પરિવારને તેના બિઝનેસ વિશે ત્યારે ખબર પડી જ્યારે એક પત્રકાર તેનો ઇન્ટરવ્યૂ લેવા માટે તેના ઘરે ગયો હતો.
આ સાથે જ બિઝનેસમાં સફળતા મેળવ્યા બાદ તાન્યાએ ‘મિસ એશિયા ટુરિઝમ 2018 ‘નો ખિતાબ પણ જીત્યો હતો. આ ઉપરાંત તાન્યા મિત્તલે દેશની સૌથી નાની ઉંમરની યુવા કરોડપતિ બનવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. તાન્યા મિત્તલ પાસે 2.5 મિલિયન ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સનો મજબૂત ફેનબેઝ છે.
મહાકુંભ થી લોકપ્રિયતા મળી
તાન્યા મિત્તલ યુપી ટૂરિઝમને પણ પ્રોત્સાહન આપે છે. તે વૃંદાવનના વીડિયો ઘણી વખત શેર કરતી રહે છે. આ ઉપરાંત આ વખતે પણ તેણે મહાકુંભના પોતાના ઘણા વીડિયો શેર કર્યા હતા. ત્યારબાદ જ્યારે મહાકુંભ દરમિયાન ભાગદોડ મચી ગઇ તો તેમણે અનેક લોકોની મદદ પણ કરી. આ સાથે જ તેણે પોતાના દર્દનાક અનુભવને શેર કર્યો હતો, જેને કારણે તેને ઘણી હેડલાઇન્સ મળી હતી.
પહેલગામ હુમલા પર આપ્યું આ નિવેદન
પહેલગામમાં થયેલા હુમલા બાદ તાન્યા મિત્તલે એક નિવેદન આપ્યું હતું જેમાં તેણે કહ્યું હતું કે, “આ મુદ્દે કંઈ પણ કહેવું મારા માટે ખૂબ નાજુક અને સંવેદનશીલ છે. મીડિયામાં આતંકીઓ અને આતંકવાદની વાતો થઈ રહી છે. બીજી તરફ હું માનું છું કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો. આ તે સમય છે જ્યારે આપણે બધાએ સંવેદનશીલતાથી વિચારવું પડશે. આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો. ભારતનો એક જ ધર્મ છે, તે છે ભારતીયતા. આપણે બધા ભારતીય છીએ અને આપણે આમાં સાથે છીએ. “તે પછી ખૂબ જ હંગામો થયો હતો.