World Cup 2023 : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગઇકાલે 19 નવેમ્બરે ભારતે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાઇ હતી. સમગ્ર દેશ આ મેચ માટે ખૂબ જ ઉત્સાહિત હતો. કમનસીબે ભારત ઓસ્ટ્રેલિયા સામે મેચ હારી ગયું. તેથી સ્ટેડિયમમાં હાજર તમામ ભારતીયો અને ઘર આંગણે મેચ જોનારાઓ દુઃખી થઈ ગયા હતા. જો કે હારથી દરેકની આંખોમાં આંસુ આવી ગયા હતા, પરંતુ બોલિવૂડ સ્ટાર્સ ટીમ ઇન્ડિયાના સપોર્ટમાં આવ્યું હતું.
કરીના કપૂર ખાને ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ટીમ ઈન્ડિયાની તસવીર શેર કરી અને લખ્યું, “માત્ર પ્રેમ અને સન્માન, ટીમ ઈન્ડિયા. તે મુશ્કેલ હતું, પરંતુ તમે સારું રમ્યા.”

જ્યારે અભિષેક બચ્ચને ટ્વીટમાં લખ્યું, “એક સાહસિક પ્રયાસ પછી કઠિન હાર. પરંતુ ટીમ ઈન્ડિયાનું પ્રશંસનીય પ્રદર્શન હતું. તમારું માથું ઊંચું રાખો અને આગળની સફર માટે આભાર.” દીપિકા પાદુકોણ પણ સ્ટેડિયમમાં દુ:ખી જોવા મળી હતી.

અજય દેવગણ પણ ટીમ ઇન્ડિયાના સમર્થનમાં આવ્યો અને કહ્યું, વર્લ્ડ કપ 2023માં તમારો અથાક જુસ્સો પોતાનામાં એક વિજય હતો. તો કાજોલે ટીમને ખુશ કરવા માટે કેપ્શનમાં તેની ફિલ્મ ‘બાજીગર’ના એક પ્રખ્યાત ડાયલોગ ‘જીતનેવાલે કો બાજીગર કહેતે હૈ’ લખ્યો. સાથે જ કાજોલે લખ્યું, સારું રમ્યા ટીમ ઇન્ડિયા. ઓસ્ટ્રેલિયાને વધુ એક વિશ્વ કપ માટે અભિનંદન.
આયુષ્માન ખુરાનાએ પણ ટીમ ઈન્ડિયાને પ્રોત્સાહન આપ્યું હતું. અભિનેતાએ લખ્યું, “ટીમ ઈન્ડિયા માટે કાર્યાલયમાં એક ખરાબ દિવસ. તમને લોકો હંમેશા વર્લ્ડ કપ 2023ની સૌથી કઠિન પક્ષ તરીકે યાદ કરાશે. એડ્રેનાલાઇન માટે આભાર.”

જ્યારે સુનીલ શેટ્ટીએ લખ્યું, “વર્લ્ડ કપની ફાઈનલ જીત પર ઓસ્ટ્રેલિયાને અભિનંદન. ટીમ ઈન્ડિયા માટે તે ખરાબ દિવસ રહ્યો. ટીમ ઇન્ડિયાના પરિશ્રમને અવગણશો નહીં, જે સમગ્ર ટૂર્નામેન્ટમાં સતત 10 મેચ જીતી. તમારી કોશિશ, દ્રઢ સંકલ્પ અને રમત ગેમ પર ગર્વ છે. માથુ હંમેશા ઉંચુ રહેશે. વિશ્વ કપ ફાઇનલ વિજેતા ઓસ્ટ્રેલિયાને અભિનંદન.”

વિવેક ઓબેરોય પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપલ 2023 ફાઇનલ મેચ જોવા માટે હાજર હતો. તેણે મેચ બાદ પોતાનો એક વીડિયો શેર કર્યો અને કહ્યું, “ખૂબ જ દિલ તૂટી ગયું છે, ખાસ કરીને વિવાન. આ આખી સીરીઝમાં અમારી ટીમ ઈન્ડિયાની પ્રશંસનીય રમત. આજનો દિવસ અમારો મોટો ડબલ્યુ થઇ શક્તો હતો, પરંતુ અમે અમારા ખેલાડીઓના સૌથી મોટા પ્રશંસક છીએ અને હવે પછીનો વર્લ્ડ કપ અમારો હશે.”





