scorecardresearch

યામી ગૌતમનો મોટો ખુલાસો! અભિનેત્રીએ કહ્યું… દિગ્ગજ ડાયેરક્ટરના આ નિવેદનથી આશ્વર્યચકિત

Yami Gautam Birthday: હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં જન્મી યામી ગૌતમના (Yami Gautam) પિતા મુકેશ ગૌતમ પંજાબી ફિલ્મોના ડાયરેકટર છે. યામી વિશે એક રસપ્રદ માહિતી એ છે કે બોલિવૂડમાં આવતા પહેલા તેણે કન્નડ, પંજાબી અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું હતું.

યામી ગૌતમનો મોટો ખુલાસો! અભિનેત્રીએ કહ્યું… દિગ્ગજ ડાયેરક્ટરના આ નિવેદનથી આશ્વર્યચકિત
યામી ગૌતમ માટે આજે ખાસ દિવસ

બૉલિવૂડ બ્યૂટી યામી ગૌતમ આજે સોમવારે તેનો 34મો બર્થડે (Yami Gaitam Birthday) પતિ અને પરિવાર સાથે ઉત્સાહભેર સેલિબ્રેટ કરી રહી છે. 2012માં ફિલ્મ ‘વિક્કી ડોનર’થી ડેબ્યૂ કર્યો હતો. આ ફિલ્મ હિટ સિદ્ધ થઈ અને યામીના કામ અને સુંદરતા બન્નેના ખૂબ વખાણ થયા.યામી ગૌતમ આજે મોટું નામ થઇ ગઇ છે. આ સુંદર એક્ટ્રેસને ઈંડસ્ટ્રીમાં 10 વર્ષ થઈ ગયા છે. આ તકે આપણ યામી ગૌતમ સંબંધિત ખાસ વાત કરીએ.

હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં જન્મી યામી ગૌતમના પિતા મુકેશ ગૌતમ પંજાબી ફિલ્મોના ડાયરેકટર છે. યામી વિશે એક રસપ્રદ માહિતી એ છે કે બોલિવૂડમાં આવતા પહેલા તેણે કન્નડ, પંજાબી અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું હતું. યામીની બહેન સુરીલી ગૌતમ પણ પંજાબી ફિલ્મોની અભિનેત્રી છે. તેણે ‘પાવર કટ’થી પંજાબી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું.

અભિનેત્રીનો મોટો ખુલાસો

યામીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, મેં એક મોટા પ્રોડક્શન હાઉસ અને ખૂબ જ લોકપ્રિય કાસ્ટિંગ ડિરેક્ટરને ઓડિશન આપ્યું હતું. દિગ્દર્શકે મને કહ્યું કે તારું ઓડિશન સારું હતું તે સાંભળીને હું ખુબ ખુશ થઈ હતી.આ પછી તેણે કહ્યું, તમે શોર્ટલિસ્ટ પણ થઇ ગયા છો.પરંતુ સમસ્યા એ છે કે તમારે તમારી ઉંમર પ્રમાણે કપડાં પહેરવા જોઈએ. તમે આવા કપડાં કેમ પહેર્યા છે?

View this post on Instagram

A post shared by Yami Gautam Dhar (@yamigautam)

અભિનેત્રી IAS બનવા માંગતી હતી

ઉલ્લેખનીય છે કે, યામી બાળપણમાં IAS ઓફિસર બનવાનું સપનું જોયું હતું. પરંતુ ભાગ્યએ તેના માટે કંઈક બીજું જ આયોજન કર્યું હતું. યામીએ એલએલબીનો અભ્યાસ કર્યો છે. માત્ર 20 વર્ષની ઉંમરે અત્રિનેત્રીએ જે શાળા અને કોલેજમાં ટોચના વિદ્યાર્થીઓમાંથી એક હતી, તેણે નક્કી કર્યું કે તે અભિનયમાં કારકિર્દી બનાવશે. જેને પગલે તે મુંબઇ આવી પહોંચી.

યામીની કારકિર્દી

યામીના કરિયર અંગે વાત કરીએ તો ડેઈલી સોપ ‘ચાંદ કે પાર ચલો’માં લીડ રોલથી ડેબ્યૂ કરનાર યામી ગૌતમે અનેક જાહેરાતો અને અન્ય સિરિયલોમાં કામ કર્યું છે. આ પછી વર્ષ 2012માં આયુષ્માન ખુરાના સાથે ફિલ્મમાં અભિનયની શરૂઆત કરી હતી. ફિલ્મ’વિકી ડોનર’થી અભિનેત્રીએ બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’, ‘બાલા’, ‘દસવી’ ની જેવી ફિલ્મોમાં તેના અભિનયની ખુબ પ્રશંસા કરવામાં આવી છે.

તમને જણાવી દઇએ કે, યામી અને આદિત્યના લગ્ન 4 જૂન, 2021ના રોજ હિમાચલ પ્રદેશમાં એક ખાનગી સમારંભમાં થયા હતાં. આ બંનેએ અગાઉ 2019ના યુદ્ધ-એક્શન ડ્રામા `ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક`માં સાથે કામ કર્યું હતું.

Web Title: Yami gautam birthday movies photos instagram bollywood news