આજે બોલીવુડ એકટ્રેસ યામી ગૌતમના પતિ આદિત્ય ધર (Aditya Dhar) નો જન્મદિવસ છે, જેમણે ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક જેવી ફિલ્મો જેવી સ્ટોરી લખી અને દિગ્દર્શન કર્યું છે. આદિત્યનો જન્મ 12 માર્ચ 1983 ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. આજે આદિત્યનો 42મો જન્મદિવસ છે. અહીં સેલિબ્રિટી બર્થ ડે સિરીઝમાં યામી ગૌતમ અને પતિ આદિત્ય ધર ની લવ સ્ટોરી અને મુવીઝ વિશે વધુમાં જાણો
આદિત્ય ધર ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક (Aditya Dhar Uri: The Surgical Strike )
આદિત્યની પહેલી ફિલ્મ ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક હતી. આ ફિલ્મથી તેમને ઘણી ખ્યાતિ મળી. આ ફિલ્મ 2016ના ઉરી હુમલા પર આધારિત એક એક્શન ફિલ્મ હતી, જેમાં વિક્કી કૌશલ, યામી ગૌતમ અને પરેશ રાવલ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ માટે આદિત્યને શ્રેષ્ઠ દિગ્દર્શકનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને શ્રેષ્ઠ નવોદિત દિગ્દર્શકનો ફિલ્મફેર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
આદિત્ય ધર મુવીઝ (Aditya Dhar Movies)
આદિત્ય ધર હવે એક મલ્ટીસ્ટારર ફિલ્મ બનાવી રહ્યા છે જેમાં રણવીર સિંહ, સંજય દત્ત, આર માધવન, અર્જુન રામપાલ અને અક્ષય ખન્ના જોવા મળશે. આ ફિલ્મની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મના તમામ સ્ટાર કાસ્ટના લુક્સ સાથે કેપ્શનમાં લખ્યું છે, ‘ફિલ્મી સપના આ રીતે બને છે.’ રણવીર સિંહ અને આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત, જિયો સ્ટુડિયો વચ્ચેનો આ બહુપ્રતિક્ષિત સહયોગ તમને પહેલા ક્યારેય ન જોયેલી શાનદાર કાસ્ટ સાથે આશ્ચર્યચકિત કરવા માટે તૈયાર છે.
આ પણ વાંચો: Sikandar Movie: સલમાન ખાન પહેલી વાર સાઉથ એકટ્રેસ રશ્મિકા મંદાના સાથે જોવા મળશે, સિકંદર આ તારીખે થશે રિલીઝ
આદિત્ય ધર યામી ગૌતમ લગ્ન (Aditya Dhar Yami Gautam Wedding)
આદિત્ય એક કાશ્મીરી પંડિત છે. તેમણે 4 જૂન 2021 ના રોજ બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમ સાથે કાશ્મીરી રીતરિવાજ સાથે લગ્ન કર્યા. યામી અને આદિત્યના લગ્નના કાર્યક્રમો ઘરે જ યોજાયા હતા. 10 મે, 2024 ના રોજ, આ દંપતીને એક નાના બાળકના હાસ્યનો આશીર્વાદ મળ્યો. તેમણે પોતાના પુત્રનું નામ ‘વેદવિદ’ રાખ્યું છે.
આદિત્ય ધાર યામી ગૌતમ લવ સ્ટોરી (Aditya Dhar Yami Gautam Love Story)
યામીને તે દિગ્દર્શક સાથે પ્રેમ થઈ ગયો હતો જેની સાથે તેણે હિટ ફિલ્મ આપી હતી. યામી ગૌતમ અને આદિત્ય ધરની પ્રેમ કહાની ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ દરમિયાન શરૂ થઈ હતી. ફિલ્મ દરમિયાન યામી દિગ્દર્શક આદિત્ય ધરને મળી અને તેમના પ્રેમમાં પડી ગઈ હતી.
યામીએ ઉરી ફિલ્મમાં જાસ્મીન ડી’આલ્મેડાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા વિક્કી કૌશલે ભજવી હતી. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેના એક ઇન્ટરવ્યુમાં, યામીએ ખુલાસો કર્યો કે ઉરીના પ્રમોશન દરમિયાન તેને આદિત્ય ધર સાથે પ્રેમ થઈ ગયો હતો. યામીએ કહ્યું હતું કે, “હું કહીશ કે આની શરૂઆત ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ ના પ્રમોશન દરમિયાન થઈ હતી. ત્યારે જ અમે વાત કરવાનું શરૂ કર્યું. હું તેને ડેટિંગ નહીં કહું, પણ હા, તે સમય હતો જ્યારે અમે એકબીજા સાથે વાત કરવાનું શરૂ કર્યું અને મિત્રતા શરૂ થઈ હતી.”





