અરમાન મલિક યૂટ્યૂબર પાસે અઢી વર્ષમાં 200 કરોડની સંપત્તિ, 10 ફ્લેટ અને 9 નોકરાણી, જાણો નેટવર્થ

Youtuber Armaan Malik Networth : અરમાન મલિક વિશે દરેક વ્યક્તિ જાણવા માટે ઉત્સુક છે કે તેઓ યુટ્યુબ પરથી કેવી રીતે અને કેટલી કમાણી કરે છે, જેના લીધે વૈભવી જીવન જીવે છે. અઢી વર્ષમાં તેણે મબલક નેટવર્થ એકઠી કરી બધાને ચોંકાવી દીધા છે.

Written by mansi bhuva
Updated : May 16, 2024 18:49 IST
અરમાન મલિક યૂટ્યૂબર પાસે અઢી વર્ષમાં 200 કરોડની સંપત્તિ, 10 ફ્લેટ અને 9 નોકરાણી, જાણો નેટવર્થ
Youtuber Armaan Malik Networth : અઢી વર્ષમાં 200 કરોડ રૂ.ની સંપત્તિ, 10 ફ્લેટ અને 9 નોકરાણી, આટલી વૈભવી અરમાન મલિકની લાઇફસ્ટાઇલ

Armaan Malik You Tuber Net Worth : પોપ્યુલર યૂટ્યૂબર અરમાન મલિક ( Armaan Malik) બંને પત્નીઓ સાથેના વીડિયો શેર કરીને વારંવાર ચર્ચામાં આવે છે. ત્યારે અરમાન મલિક વિશે દરેક વ્યક્તિ જાણવા માટે ઉત્સુક છે કે તેઓ યુટ્યુબ પરથી કેવી રીતે અને કેટલી કમાણી કરે છે, જેના લીધે વૈભવી જીવન જીવે છે. અરમાન વિશે બહુ ઓછા લોકો જાણે છે કે તે યુ-ટ્યુબર બનતા પહેલા મિકેનિક હતો. પરંતુ, માત્ર અઢી વર્ષમાં જ યુ-ટ્યુબે તેમને સ્ટાર બનાવી દીધો. આવો તમને જણાવીએ કે બે પત્નીઓ સાથે રહેનાર અરમાન કેટલી કમાણી કરે છે અને તેની પાસે શું છે.

Youtuber Armaan Malik | Armaan Malik Networth | Armaan Malik House | Armaan Malik Blog
You Tuber Armaan Malik wife: યૂટ્યૂબર અરમાન મલિક પત્ની

અરમાન મલિક હાલમાં જ સિદ્ધાર્થ કાનનના શોમાં તેની બંને પત્નીઓ સાથે પહોંચ્યો હતો. આ દરમિયાન તેણે પોતાના જીવન વિશે ઘણું બધું જણાવ્યું હતું. અરમાન મલિક યૂટ્યૂબર છે. તે વિલોગ વીડિયો બનાવે છે. તે માને છે કે તે કોઈપણ વિષય પર સારી સામગ્રી બનાવી શકે છે. હવે તેની પાસે પૈસા કમાવવાનું કોઈ સાધન નથી. તેમના જીવનમાં એક સમય એવો હતો, જ્યારે તેઓ મજૂરી કામ કરતા હતા. મિકેનિક તરીકે કામ કરતા હતા.

અરમાન મલિકે વધુમાં જણાવ્યું હતું કે, તે 8 ધોરણમાં બે વાર નાપાસ થયો હતો. ઘરેથી પણ ભાગી ગયો હતો. જ્યારે પાછો આવ્યો ત્યારે પિતાએ મને ખૂબ માર્યો. તેની માતા તેને ઘણી વાર કહેતી કે જો તે ભણશે નહીં તો લગ્ન નહીં કરે. જ્યારે તે મિકેનિક બન્યો ત્યારે તેની માતાએ કહ્યું હતું કે , તે હીરો જેવો દેખાય છે, ત્યારે મિકેનિક બનવું ન્હોતું.

આ પણ વાંચો : મહેન્દ્ર સિંહ ધોનીનું રાજકુમાર રાવ અને જાહ્નવી કપૂરની મુવી ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ સાથે છે ખાસ કનેક્શન

અરમાન મલિક કરોડોની નેટવર્થ

આ સાથે અરમાન મલિકે આ ઈન્ટરવ્યુમાં પોતાની નેટવર્થ વિશે પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે તેની પાસે 100 થી 200 કરોડ રૂપિયાની સંપત્તિ હશે. આ સિવાય તેની પાસે 10 ફ્લેટ છે. તેમાંથી તે ચારમાં તેની પત્ની અને ચાર બાળકો સાથે રહે છે. તેની સાથે કામ કરતી ટીમ દ્વારા બાકીના ફ્લેટની દેખરેખ કરવામાં આવે છે.

અરમાન મલિક પાસે એક સ્ટુડિયો, મ્યુઝિક સ્ટુડિયો, 6 એડિટર્સ, 2 ડ્રાઈવર, 4 PSU અને 9 નોકરાણી છે. અરમાને કહ્યું કે કોરોનાના સમયગાળા દરમિયાન તેની પાસે કંઈ નહોતું અને તે ટિક ટોકથી દર મહિને 2.5 લાખ રૂપિયા કમાઈ રહ્યો હતો. આ પછી, તે ધીમે-ધીમે કન્ટેન્ટ પર કામ કરતો રહ્યો અને હવે માત્ર અઢી વર્ષમાં તેણે યુટ્યુબથી આટલી કમાણી કરી લીધી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ